Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પત્નીને ગળે કુહાડી ઝીંકી હત્યા બાદ પતિએ પણ ગળેફાંસો ખાઇ લીધો

-દારુ માટે પૈસા માંગી ઝગડો કરતો, ચારિત્ર્ય પર શંકા રાખતો

સુરત, તા.14 નવેમ્બર 2017,મંગળવાર

હજીરા પટ્ટીના ભાઠા ગામમાં આજે બપોરે પતિએ પત્નીની ગરદન પર કુલ્હાડીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા બાદ પતિએ પણ ઘરમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ભાઠા ગામના પારઘીવાડમાં રહેતો ભીખા મણીલાલ નાયકા (ઉ.વ.૪૮) બેકાર અને દારૃ પીવાની ટેવ વાળો હતો.પત્ની આશા ( ઉ.વ.૪૬ ) ઘરકામ કરતી હતી.અને તેની પાસે દરરોજ રૃપિયા માંગીને દારૃ પીતો હતો. પતિના આ સ્વભાવથી ત્રાસીને પત્ની પિયર ચાલી ગઇ હતી. ભીખાભાઇ પાંચેક દિવસ અગાઉ જ પત્નીને લઇ આવ્યો હતો.

 આજે બપોરે ઘરમાં પતિ-પત્ની એકલા હતા. તે વખતે પતિએ ઉશ્કેરાઇ જઇને પત્નીની ગરદન પર જ સીધી કુલ્હાડી મારી દેતા મોતને ભેટી હતી.પત્નીને મારી નાખી હોવાથી ડરના માર્યા પતિએ રૃમનો દરવાજો બંધ કરીને ગળેફાંસો ખાઇ લીધો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ દારૃ પીવાની ટેવની સાથે ભીખો પત્નીના ચારિત્ર્ય પર પણ શંકા કરતો હતો. અને આ બાબતે ઝધડો થતા આ પગલુ ભર્યુ છે. આ બનાવના પગલે બે બાળકો મા-બાપ વિનાના થઇ ગયા હતા.

Post Comments