Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પ્રેમલગ્ન બાદ યુવતિના પિતાએ પુત્રીનું અપહરણ કરીને ડીવોર્સ કરાવી દીધા

- પ્રેમકથાનો કરૃણ અંત

- પ્રેમી યુવકે પિતા સામે અપહરણની તો પ્રેમિકાએ પ્રેમી સામે જ બળાત્કારની ફરિયાદ નોંધાવી

(પ્રતિનિધિ દ્વારા)     સુરત, તા. 13 જૂન 2018,  બુધવાર

નવાગામ ડીંડોલીના યુવાને ત્રણ વર્ષના પ્રેમસંબંધ બાદ બે માસ અગાઉ પ્રેમિકા સાથે  સંસાર માંડયો હતો પરંતુ પ્રેમિકાના પિતાએ અપહરણ કરી બળજબરીથી છુટાછેડા કરાવી લેતાં યુવાને અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

આથી પ્રેમિકાએ પણ યુવાન વિરૃદ્ધ બળાત્કાર - દહેજની ફરિયાદ ગતરોજ ડીંડોલી પોલીસ મથકમાં નોંધાવી હતી.

પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ નવાગામ ડીંડોલી જલારામનગર સોસાયટી પ્લોટ નં. ૧૬માં રહેતા વિજય દિલીપભાઇ પાટોળેએ ત્રણ વર્ષથી જેની સાથે પ્રેમસંબંધ હતો તે યુવતિ નિર્ભયા (નામ બદલ્યું છે) સાથે બે માસ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા.

પરંતુ નિર્ભયાના પિતાને આ સંબંધ મંજુર ન હોય તેમણે વિજયનું કારમાં અપહરણ કરી બળજબરીથી છુટાછેડા કરાવી લીધા હતા. આ અંગે વિજયે અઠવા પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

વિજયે ફરિયાદ નોંધાવતા નિર્ભયાએ ગતરોજ વિજય વિરૃદ્ધ ડીંડોલી પોલીસ મથકમાં અવારનવાર બળાત્કાર ગુજારી તેનો વિડીયો હોવાનું કહી બ્લેકમેલ કરી લગ્ન કર્યા હોવાની તેમજ લગ્ન બાદ શારીરિક- માનસિક ત્રાસ આપી મિત્રો પાસે અડપલાં કરાવી પોતાને દેવું થઇ ગયું છે.

તેથી પિતા પાસેથી રૃ. ૬ થી ૮ લાખ લાવવા દબાણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પી.આઇ. વી.એમ. મકવાણા કરી રહ્યાં છે.

 

Post Comments