Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગર્ભવતી તરૃણીને લગ્ન માટે હા પાડી અને માતા બન્યા બાદ ના પાડી દીધી

-સોનગઢના માળગામના યુવાને લગ્નનું વચન આપી શરીર સંબંધ બાંધ્યો હતો

બારડોલી, તા.14 નવેમ્બર 2017,મંગળવાર

સોનગઢ તાલુકાના માળગામે યુવાને બે વર્ષ અગાઉ ૧૭ વર્ષની તરૃણીને લગ્નની લાલચ આપી બળજબરીથી સંભોગ કર્યો હતો. તરૃણી ગર્ભવતી થતાં યુવાનના પિતા અને  ગામના આગેવાનોએ સમાધાન કરાવ્યું હતું. તરૃણીએ બાળકીને જન્મ આપ્યા બાદ યુવાને લગ્ન કરવાની ના પાડતા પોલીસે યુવાન અને સમાધાન કરાવનારા બે આગેવાન વિરૃદ્ધ ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.

માળગામે રહેતા નિલેશ રમણભાઇ ગામીતે વર્ષ- ૨૦૧૫માં ગામની ૧૭ વર્ષની તરૃણી સાથે લગ્ન કરવાની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યો હતો. તરૃણી ગર્ભવતી બનતા નિલેશ ગામીત અને તેના પિતા રમણ ગામીતે તરૃણીને ગર્ભ પડાવી નાંખવાની ધમકી આપી હતી.

તરૃણીએ ગર્ભપાત કરાવવાની ના પાડતા રમણ ગામીતે ગામના આગેવાનો ચામરીયા ડુંગળીયાભાઇ ગામીત અને રતનીયા જાનીયાભાઇ ગામીત સાથે મળી તરૃણી સાથે નિલેશ લગ્ન કરશે તેમ કહી દબાણપૂર્વક સમાધાન કરાવી પોલીસને જાણ  ન કરવાની અને ફરિયાદ ન કરવા તરૃણીને સમજાવી હતી.

તરૃણીએ બાળકીને જન્મ આપ્યો અને બાળકી દોઢ વર્ષની થઇ ગઇ ત્યારે નિલેશ ગામીત પત્ની તરીકે રાખવાની ના પાડતા ૧૯ વર્ષની એક સંતાનની માતાએ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે નિલેશ ગામીત, પિતા રમણ ગામીત ્ને જે તે સમયે સમાધાન કરાવનારા ચામરીયા ગામીત અને રતનીયા ગામીત વિરૃદ્ધ ગુનો નોંધી પી.આઇ. એમ.વી. કીકાણીએ તપાસ હાથ ધરી છે.

Post Comments