Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વેલેન્ટાઇન ડે અગાઉ પરિણીત પ્રેમિકાને પામવા તેના દોઢ વર્ષીય પુત્રનું અપહરણ

-સાથે આવેલી પ્રેમિકાએ સ્ટેશને પહોંચ્યા બાદ સાથે આવવા ઇન્કાર કરતા અકળાયેલો પુત્રને ઉઠાવી ફરાર થયા બાદ

સુરત,તા.13 ફેબ્રુઆરી 2018,મંગળવાર

વેલેન્ટાઇન ડે પહેલા જૂના પ્રેમને પામવા રાજસ્થાનથી આશિક સુરત આવ્યો હતો અને પરિણિત પ્રેમિકા અને તેના બે બાળકોને સાથ ેલઇ વતન પરત જવા સ્ટેશન નીકળ્યો હતો.

જો કે, રસ્તામાં પરિણિતાને  પોતાની ભૂલનો અહેસાસ થતાં તેણે ઇન્કાર કર્યો તો આશિક તેના દોઢ વર્ષીય પુત્રનું અપહરણ કરી ભાગી છુટયો હતો. જોકે, બીજા દિવસે તેને બારડોલીથી પકડી બાળકને હેમખેમ છોડાવાયો હતો.

પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના સિકરના કોટડાના વતની અને સુરતમાં પરવત પાટીયા અક્ષર ટાઉનશીપ એફ-૪૩-બી, ફલેટ નં. ૩૦૨માં પત્ની વંદના, પુત્રી ખુશી  (ઉ.વ. ૩), પુત્ર હર્ષિત (ઉ.વ. દોઢ), માતા-પિતા, ભાઇ-ભાભી સાથે રહેતા બીજુ ઉર્ફે વિજય ચોથમલ અગ્રવાલ સાડીની દલાલીનું કામ કરે છે.

વંદના અને બંને બાળકો ક્યાંક ચાલ્યા ગયા છે તેવો ભાભીનો ફોન આવતા બીજુભાઇ ઘરે પહોંચ્યા હતા. તે દરમિયાન અજાણ્યા નંબર પરથી વંદનાએ કોલ કર્યો કે, 'મે રેલવે સ્ટેશન પે હું મુઝે આકે લે જાઓ'. બીજુભાઇ પહોંચ્યા ત્યારે પ્લેટફોર્મ-૨ના બાકડા પર વંદના અને ખુશી હતા હર્ષિત નહોતો.

વંદનાએ જણાવ્યું કે, તે બપોરે ૧૨ વાગ્યે ખુશીને લેવા ઇન્ટરસીટી ટાઉનશીપ પાસે ઝીલ નર્સરીમાં ગઇ હતી ત્યારે તેના ગામનો રોહન નાયક (ઉ.વ. ૨૩, રહે. ગુડાપુખ ગામ, જી. ઝુનઝુન, રાજસ્થાન) ત્યાં આવ્યો હતો અને કોમ્યુનિટી હોલની સામે રોડ ઉપરથી હર્ષિતને ઉંચકી લઇ રીક્ષામાં બેસી ભાગી ગયો હતો.

જતાં જતાં તેણે કહ્યું હતું કે, રેલ્વે સ્ટેશન ઉપર આવી જા. હું મહેસાણા જાઉં છું અને તને છોકરો જોઇતો હોય તો મહેસાણા આવી  જા' સ્ટેશને રોહન નહી મળતા પતિને ચ્હાવાળાના મોબાઇલથી કોલ કર્યો હતો.

બીજુભાઇએ મોડીસાંજે પૂણા પોલીસ મથકે મોડીસાંજે ફરિયાદ કરતા સાથે તપાસમાં જોડાયેલી ક્રાઇમ બ્રાંચ, એસ.ઓ.જી.ને રોહનનું લોકેશન બારડોલી તરફ મળતાં આજે બપોરે જિલ્લા પોલીસની મદદ લઇ તપાસ હાથ ધરી હતી અને રોહનને બારડોલી સરકીટ  હાઉસ પાસે મીંઢોળા નદીના પુલ પાસેથી ઝડપી પાડી હર્ષિતને સહીસલામત મુક્ત કરાવ્યો હતો. પૂણા પોલીસે હર્ષિતને તેના પરિવારને સોંપી રોહનની પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. વધુ તપાસ પી.આઇ એમ.એમ.લાલીવાલા કરી રહયા છે.

Post Comments