Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માર્કેટમાં કાપડની ડીલેવરી માટે વાહનો પર પ્રતિબંધનું સૂરસૂરીયું

-આખો દિવસ ગ્રેના તાકા અને ફિનીશ્ડની ડીલેવરી માટે વાહનો ખડકાતા ટ્રાફિક સમસ્યા

(પ્રતિનિધિ દ્વારા)     સુરત,તા.13 સપ્ટેમ્બર 2017, બુધવાર

કાપડબજારની ગંભીર ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ગ્રે અને ફીનીશ્ડની ડીલેવરી કરતા વાહનો માટે પ્રતિબંધનો અમલ માંડ બે-એક મહિના માટે જ થયો અને ફરી પાછી પરિસ્થિતિ એની એ જ ઉભી થઇ છે. વાહનો ઉપરનો પ્રતિબંધ માર્કેટ એસો.નું નાક દબાવવા માટે થયો હોવાનું માનવામાં આવે છે.

ગ્રેનાં થ્રી વ્હીલ ટેમ્પાઓ અને ફીનીશ્ડની મિલોની મોટી ગાડીઓ માટે પોલીસ કમિશ્નરે તા. ૯મી જૂનના રોજ એક કાયમી જાહેરનામું બહાર પાડીને નો-એન્ટ્રીનો અમલ શરૃ કર્યો હતો. મિલની મોટી ગાડીઓ સવારે ૧૦થી ૧૨ અને સાંજે ૫થી ૮ દરમિયાન તથા ગ્રેની થ્રીવ્હીલ ટેમ્પાઓ ઉપર બપોરે ૨ થી ૯ સુધી પ્રતિબંધ મુકાયો હતો. ગ્રેની ડીલેવરી બારોબાર મિલોમાં શરૃ થઇ હોવાથી વાહનોનું ભારણ રીંગરોડ કાપડ માર્કેટ વિસ્તારમાંથી તદ્દન જ ઘટી ગયું હતું. પણ હવે જીએસટીનો અમલ સામે તા. ૧લી જુલાઇ બાદ આંદોલન શરૃ થતાં ગ્રે-ફીનીશ્ડની ડીલેવરી સ્થગિત થઇ હતી અને માર્કેટો પુનઃ શરૃ થતાં ટેમ્પાઓ ઉપરનો પ્રતિબંધ જાણે દૂર થઇ ગયો હોય,  તેમ ગ્રે તાકાઓ અને ફીનીશ્ડની ડીલેવરી આખો દિવસ ચાલુ થઇ ગઇ છે.

ડીલેવરીના કામકાજ સાથે સંકળાયેલા સૂત્રોેએ જણાવ્યું કે, વેપારીઓનું આંદોલન સમેટાયા પછી વાહનો ઉપરના પ્રતિબંધનો અમલથી નવી મુસીબતની આશંકાથી પ્રતિબંધનો સખ્તાઇથી અમલ કરવાનું પોલીસે ટાળ્યું હોઇ, ગ્રે-ફીનીશ્ડનાં તાકાઓનાં ઢગલાં ફરી પાછા પહેલાંની જેમ કાપડબજારમાં થવા માંડયા છે. ગ્રેના તાકાઓ પ્રતિબંધ વેળા  પાર્કિંગમાં મુકવા દેવાતા નહોતા, પણ અત્યારે ફરી એની શરૃઆત થઇ ગઇ છે અને આ જ કારણે બપોરના અને સાંજના સમયે ટ્રાફિકજામની જટીલ સમસ્યા ઉભી થઇ છે.

Post Comments