Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાણી પુરવઠા માટે ખાનગી એજન્સીને ૩૦૦ કરોડનો કોન્ટ્રાક્ટ આપવા પેરવી

- સચીન નોટિફાઇડ ઓથોરિટી જવાબદારીમાંથી મુક્ત થશે!

- સુરત મ્યુનિ. સાથે ટર્શરી ટ્રીટેડ પાણી માટે કરાર થઇ ગયો છતાં ટેન્ડર બહાર પડાતા ઉદ્યોગકારોનો સખત વિરોધ

સુરત, તા.16 મે 2018, બુધવાર

સચીન જીઆઇડીસીના ઉદ્યોગકારોને પાણી પુરવઠો પૂરો પાડતી સચીન નોટીફાઇડ એરિયા ઓથોરિટીને પાણી વિતરણની જવાબદારીમાંથી મુક્ત કરીને એક ખાનગી કંપનીને સઘળો કારભાર સુપ્રત કરવાની હિલચાલ સામે વિરોધનો ગણગણાટ ઉઠયો  છે. નિગમના અધિકારીઓ અને નોટીફાઇડના બોર્ડ મેમ્બરોની મિલીભગતમાં આ રૃ. ૩૦૦ કરોડની યોજનાનું ટેન્ડર ચોક્કસ કંપનીને જ મળે એ રીતે ડીઝાઇન કરવામાં આવ્યું હોવાનો આરોપ મુકાયો છે.

સચીન જીઆઇડીસીના ઉદ્યોગકારોની રોજિંદી પાણીની જરૃરિયાતને પુરી પાડવાનું કામ છેલ્લા દસ કરતાં વધુ સમયથી સચીન નોટીફાઇડ એરિયા ઓથોરિટી સંભાળી રહી છે. આ અગાઉ ભૂતકાળમાં પણ પાણી વિતરણની જવાબદારી ખાનગી કંપનીને સોંપવામાં આવી હતી ત્યારે પણ તેનો પ્રચંડ વિરોધ ઉદ્યોગકારો તરફથી થયો હતો. આમ છતાં હવે  એક નવી ગોઠવણ કરીને ટેન્ડર બહાર પાડીને પાણી વિતરણની જવાબદારી ખાનગી કંપનીને સોંપવાની હિલચાલ શરૃ થઇ છે.

ગાંધીનગર સ્થિત જીઆઇડીસી  ઉદ્યોગ ભવનના વહીવટી સંચાલકને પત્ર પાઠવીને આનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને ટેન્ડર પ્રક્રિયા રદ કરવાની માગણી સચીનના મહેન્દ્ર રામોલીયા તથા અન્યો દ્વારા કરવામાં આવી છે. પાણી પુરવઠા  વિતરણ યોજના ચોક્કસ ખાનગી કંપનીને ફાયદો  અપાવવા માટે તૈયાર કરવામાં આવી છે અને તેને માટે અઘટિત ઉતાવળ પણ કરવામાં આવી રહી છે. કેમ કે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે ટર્શરી ટ્રીટેડ પાણી (૩૫ એમએલડી) લેવાનો એગ્રીમેન્ટ થઇ ગયો છે. પાઇપ લાઇનની કાર્યવાહી પૂર્ણતાના આરે છે અને માત્ર છ મહિનામાં જ ટ્રીટેડ પાણી ઉદ્યોગકારોને નજીવા દરથી મળનાર છે, ત્યારે નિગમના અધિકારીઓ તથા નોટીફાઇડના બોર્ડ મેમ્બરોની મિલીભગતમાં આ આખી ગોઠવણ થઇ જવા રહી છે. ખાનગી કંપનીને પાણી  પુરવઠા વિતરણની જવાબદારી સોંપવામાં આવશે તો ઉદ્યોગકારોને પાણી ચોરી બ્લેકમેઇલીંગ તથા બાનમાં રહેવાની ભીતિ છે.

ઉધનાની બંધ કંપનીના લીઝનો ઉપયોગ કરાશે
સચીનના ઉદ્યોગો માટે ૩૫ એમએલડી પાણી ઉધનાની એક બંધ કંપનીના લીઝનો ઉપયોગ કરવાની ગોઠવણ કરાઇ હોવાનો સીધો આરોપ મુકાયો છે. સચીન વસાહત સુધી પાણી પહોંચાડવાની પાઇપ લાઇનની લંબાઇ ૧૧ કિ.મી. જણાવેલ છે. ઉધના નજીકની એ બંધ પડેલી કંપનીની સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફ્રેન્ચવેલ પાણીની લીઝ ધરાવતા હોવાથી તેને નજરમા ંરાખીને ટેન્ડરમાં એ મુજબની શરતો મુકવામાં આવી છે.

ઉધનાની એ કંપનીએ વર્ષો પહેલાં એસએમસી કે નહેર ખાતા સાથે જે કરાર કર્યા, તે ફક્ત પોતાના ઔદ્યોગિક વપરાશ માટે જ કર્યા છે, નહીં કે આ પાણી અન્ય ખાનગી કંપનીને વેચી શકે. એટલે પણ આ ટેન્ડર રદ થવાને પ ાત્ર છે, એમ જણાવવામાં આવ્યું છે.

ખાનગી કંપનીને જ ટેન્ડર મળે તેવી ગોઠવણ
પાણી વિતરણની યોજના માટે જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, તેમાં કેટલીક શરતો એવી કરવામાં આવી છે કે, ચોક્કસ કંપનીને જ આ ટેન્ડર મળી શકે. ટેન્ડરમાં ૩૫ એમએલડી  પાણીના સ્ત્રોતની કાયદાકીય અને તાંત્રિક ક્ષમતા ધરાવતા લીઝ હોલ્ડર શબ્દ  ઉમેરવામાં આવ્યો છે. હકીકતમાં તો નિગમ તરફથી આવા લીઝ હોલ્ડરોની સંખ્યા કેટલી છે, તેની ચકાસણી કરી, પેનલ બનાવી તેમની  પાસેથી ઓફર લેવી જોઇએ. કીંતુ એક ચોક્કસ કંપની પાસે જ આવી લીઝ હોય ટેન્ડર તેને મળે એ માટેની ગોઠવણ થઇ છે.

Post Comments