Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વલસાડ વિભાગની ૨૫૨ એસટી આજે ગરીબ કલ્યાણ મેળામાં ધરમપુર એકઠી થશે

-લાભાર્થીઓને લાવવા બસો ફાળવી દેવાતા દ.ગુજરાતની રોજીંદી બસ સેવા ખોરવાશે

વલસાડ, તા.12 ઓકટોબર 2017,ગુરૃવાર

વરસાદી માહોલ સર્જાતા પાછળ ફેલાયેલા ત્રિદિવસીય ગરીબ કલ્યાણ મેળા આચારસંહિતાનું ગ્રહણ શરૃ થતાં જ તા. ૧૨ થી ૧૪ ઓક્ટો.માં યોજવાની સરકારે જાહેર કરતા વલસાડ જીલ્લાનો ગરીબ કલ્યાણ મેળો ધરમપુર ખાતે તા. ૧૩ મી યોજાશે. તાલુકાદીઠના મેળાનું સમયાભાવે અચ્યુતમ થયું છે.

વલસાડ વિભાગમાંથી ૧૨૨ થી વધુ અને નડિયાદ-વડોદરા-ભરૃચથી ૧૩૦ થી વધુ એસ.ટી. બસો મંગાવીને લાભાર્થીઓને લાવવા લઈ જવા ગુરૃવારની સાંજથી જે તે તા.વિ. અધિકારીઓને મોકલતા ગુરૃવાર સાંજથી શુક્રવારની સાંજ સુધી એસ.ટી.નાં રોજીંદા સેંકડો શિડયુલ- હજારો ટ્રીપો રદ થશે.

એસ.ટી.ના અધિકારીઓ પહેલાં તો કેઝ્યુઅલ કોન્ટ્રાક્ટના વાહનો પહોંચાડવાની માથાકૂટ કરી રહ્યા છે. જે વ્યવસ્થિત થાય તો ગુરૃવારની રાતની ટ્રીપોનું મંથન કરવું પડશે. ઘણી બસો નાઈટમાંથી જ પરત બોલાવી લેતા શુક્રવાર મળસ્કેથી ગામડાની રોજીંદી પ્રવાસી જનતા એસ.ટી. નહીં દેખાતા રઝળશે. ચાલુ દિવસ હોય શિક્ષણ સંચાલન પણ ખોરવાશે. અનેક વિદ્યાર્થીઓએ રોજીંદા પાસધારકે વધુ નાણાં ખર્ચવા મજબૂર થવું પડશે.

સરકારી કાર્યક્રમમાં એસ.ટી.નો દુરઉપયોગ ટાળવો જોઈએ. નીતિનિયમ મુજબ શિડયુઅલ-ટ્રીપ રદ થવી જ ના જોઈએ. પણ સરકાર જ એવા તાત્કાલિક આદેશ કરી બસો ખેંચી લેતા ગેરકાયદે હેરફેરને ઉત્તેજન આપી ભ્રષ્ટાચાર વકરાવે છે. આગામી ૧૬મીએ ગાંધીનગરનાં સાત લાખની મેદની માટે તો નિગમની તમામ બસ પણ ઓછી પડશે. જો તેમાં નિગમ બસ ફાળવશે તો પ્રજાનો સોમવાર બગડશે.

Post Comments