Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાતના ૨૨૦૦૦ રેશનીંગ દુકાનદારો ૧લી સપ્ટેમ્બરથી અનાજ વિતરણ ઠપ કરશે

-કમિશન વધારો, પ્લોટ ફાળવણી સહિતના મુદ્દે સરકારે પ્રતિસાદ આપ્યો નથી

(પ્રતિનિધિ દ્વારા)    સુરત,તા.12 ઓગસ્ટ 2017, શનિવાર

સમ્રગ રાજયમાં આવેલી વ્યાજબી ભાવના દુકાનદારોની વિવિધ પડતર માંગણીને લઇને વારંવાર સરકારમાં રજુઆત કરવા છતા કોઇ ઉકેલ ના આવતા ૧ લી સપ્ટેમ્બર થી રાજયના તમામ ૨૨૦૦૦ દુકાનદારો રેશનીંગ કાર્ડ પર અપાતો રેશનીંગનો જથ્થો વેચાણ કરવાનું બંધ કરી દેશે. આજે એસોસીએશનના પ્રમુખે સુરતમા વ્યાજબી ભાવના દુકાનદારો સાથે બેઠક કરી હતી.

ગુજરાત ફેરપ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર દ્વારા રાજય સરકારમાં વિવિધ માંગણી ઓ માટે રજુઆત કરી હતી. જેમાં મુખ્યત્વે સરકાર તરફથી જે ઓછુ કમિશન મળે છે તે વધારી આપવુ જોઇએ. સરકારી પડતર જગ્યામાં વ્યાજબી ભાવના દુકાનદારોને પ્લોટ ફાળવી આપે. દુકાનદારો તથા કેરોસીનના લાયસન્સ હોલ્ડરોની દોડધામ ભરેલી જીંદગી હોવાથી જીવન વિમા તથા અકસ્માત વિમા કવચ આપવામાં આવે. આવી વિવિધ માંગણી અંગે ગત-મે મહિનામાં ગુજરાત સરકારને રજૂઆત બાદ પણ કોઇ નિર્ણય લેવાયો નથી.

જેથી લડત ચલાવવા નિર્ધાર સાથે એસો.પ્રમુખ પ્રહલાદ મોદીએ સુરત શહેર જિલ્લાના દુકાનદારો સાથે સરકીટ હાઉસમાં બેઠક યોજી હતી. જેમાં આગામી ૨૦ મી ઓગસ્ટ થી રેશનીંગ કાર્ડ પર અનાજ, કેરોસીનના જથ્થા માટે જે પરમીટ ઇસ્યુ થાય છે, તે પરમીટ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. પરમીટ નહી લેવાય એટલે સરકાર રેશનકાર્ડના આધારે જે જથ્થો ફાળવે છે તે દુકાનો પર આવશે જ નહી. જેથી ૧લી સપ્ટેમ્બરથી રેશનકાર્ડ પર અનાજ, ખાંડ, કેરોસીનનું વેચાણ ઠપ થઇ જશે. છતા સરકાર માંગણી નહી સ્વીકારે તો દુકાન ચલાવવા સરકારે આપેલા લાયસન્સ સરેન્ડર કરાવી લેવાશે. ગુજરાતભરના ૨૨,૦૦૦ દુકાનદારો આ લડતમાં જોડાશે. જેમાં સુરત જિલ્લાના ૧૦૫૯ સહિત દક્ષિણ ગુજરાતના ૪૦૦૦ જેટલા દુકાનદારો જોડાશે.

Post Comments