Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નવસારીઃ તપસ્વી ઉપર હેલિકોપ્ટરમાંથી 21 કિલો સોના-ચાંદી-રૂપાના ફૂલોની વર્ષા

- 485 દિવસનું આકરુ ગુણરત્ન સંવત્સર તપ ભગવાન મહાવીર સ્વામી પછી માત્ર 14 તપસ્વીઓ પુરુ કરી શક્યા છે

- નવસારી જૈન દેરાસરથી સંસ્કારભારતી હાઇસ્કૂલ સુધી તપ પ્રભાવિકા સાધ્વીશ્રી હંસકલાશ્રીજીની શોભાયાત્રા નીકળી

નવસારી, તા. 17 મે 2018, ગુરુવાર

નવસારીમાં આજે તપ પ્રભાવિકા સાધ્વીશ્રી હંસકલાશ્રીજીના સૌથી આકરા અને લાંબા ગુણરત્ન સંવત્સર તપના પારણાનો દિવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે મધુમતી સ્થિત જૈન દેરાસરથી સંસ્કારભારતી  હાઇસ્કૂલના મેદાન સુધી  ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

તપસ્વીનીનાં જય જયકાર સાથે આકાશમાંથી હેલિકોપ્ટર દ્વારા તેમના ઉપર ૨૧ કિલોના સોના-ચાંદી-રૃપાના ફૂલોની વર્ષા કરવામાં આવી હતી.

જૈન ધર્મમાં તપનો અનેરો મહિમા છે. જેમાં સૌથી લાંબા અને આકરા ગણાતા ''ગુણરત્ન સંવત્સર તપ'' એ ભગવાન મહાવીર સ્વામીજી પછી દુનિયામાં ૨૬૦૦ વર્ષ દરમ્યાન ફકત ૧૪ તપસ્વીઓ જ પુરૃં કરી શક્યા છે.

આથી આ તપનું અતિવિશેષ મહત્વ છે અને આ તપ સવાવર્ષ પહેલા નવસારીમાં પ્રથમ વખતે જ સાધ્વીજી દ્વારા કરવામાં આવ્યું છે. સાધ્વીશ્રી હંસકલાજી દ્વારા ૪૮૫ દિવસનાં આ કઠિન તપને સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવતા જૈન આચાર્ય- ભગવંતોએ તેમને 'તપ-પ્રભાવિકા' તરીકે ગૌરવભેર બિરદાવ્યા હતા.

આજે આ તપનાં પારણા નવસારીનાં સંસ્કારભારતી હાઇસ્કૂલનાં મેદાન પર યોજાયા હતા. તે અગાઉ મધુમતી  જૈન દેરાસરથી જૈનાચાર્યો- ભગવંતો- મુનિઓ- સાધુ-સાધ્વીઓનાં નેતૃત્વમાં ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમ મોટી સંખ્યામાં જૈનો જોડાયા હતા.

બેન્ડની સૂરાવલી વચ્ચે તપસ્વીનીનાં જયઘોષ સાથે રાજમાર્ગ પરથી શોભાયાત્રા નીકળી ત્યારે તપસ્વીનીના  તેમજ  જૈન આચાર્ય  ભગવંતોના દર્શન માટે લોકોએ ધસારો કર્યો હતો.  આકાશમાંથી હેલિકોપ્ટર દ્વારા ૨૧ કિલો સોના-ચાંદી-રૃપાના પુષ્પોની વર્ષા કરવામાં આવી હતી. શોભાયાત્રા સંસ્કારભારતી હાઇસ્કૂલનાં મેદાનમાં પહોંચ્યા બાદ સાધ્વીજી હંસકલાશ્રીનાં તપનાં પારણાનો દિવ્ય  કાર્યક્રમ યોજાયો હતો.

Post Comments