Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વરાછામાં ટોળાની તોડફોડથી મ્યુનિ.ની મિલકતોને ૨ કરોડનું નુક્સાન

-બે બસ, ૧૧ બસ શેલ્ટર, બે કોમ્યુનીટી હોલ અને બીઆરટીએસ ગ્રીલને નુકસાન

(પ્રતિનિધિ  દ્વારા)          સુરત,તા.13 સપ્ટેમ્બર 2017, બુધવાર

સુરતના વરાછા વિસ્તારમાં ગઈકાલે રાત્રે તોફાની ટોળાએ કરેલી તોડફોડના કારણે સુરત મ્યુનિ. તંત્રને બે કરોડ રૃપિયા જેટલું નુકસાન થયું છે. બસ, બસ સેલ્ટર, ગ્રીલ અને કોમ્યુનીટી હોલ સહિત અન્ય વસ્તુની તોડફોડ કરતાં ભારે નુકસાન થયુ છે. અગાઉ તોફાનમાં મ્યુનિ.ની મિલ્કતને આગ ચાપ્યા બાદ આ વખતે પણ એ જ પેર્ટનમાં તોડફોડ કરવામા ંઆવી હતી. મ્યુનિ.ની મિલ્કતને થયેલા નુકસાન બદલ ટોળા સામે પોલીસ ફરિયાદ કરવામા ંઆવશે.

સુરતના વરાછામાં આંદોલનના નામે કે પોલીસ દમનના નામે દેખાવો કરતાં કેટલાક તત્વો મ્યુનિ. અને સરકારી મિલ્કતોને નુકસાન પહોંચાડે છે. ગઈકાલે રાત્રે ભાજપના કાર્યક્રમ દરમિયાન થયેલી બબાલ બાદ કેટલાક તોફાની ટોળાએ મ્યુનિ.ની બે બસને આગ લગાવી દીધી હતી. આ ઉપરાંત વરાછા વિસ્તારમાં આવેલા બીઆરટીએસના સીતાનગર, યોગી ચોક, સીમાડા, વલ્લભાચાર્ય રોડ, હીરાબાગ સ્વામીનારાયણ, ડી.જી.વી.સી.એલ. સહિત ૧૧ બસ સેલ્ટરમાં તોડફોડ કરી હતી. તોફાની ટોળાએ યોગીચોક અને  વલ્લભાચાર્ય રોડ પરના કોમ્યુનીટી હોલમાં પણ પથ્થરમારો કરવા સાથે ભારે નુકસાન  પહોંચાડયું હતું. ગઈકાલની તોડફોડ બાદ આજે મ્યુનિ. તંત્રએ કરેલા સર્વેમાં બે કરોડની આસપાસનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજો વ્યક્ત થઈ રહ્યો છે. મ્યુનિ.ની મિલ્કતમાં તોડફોડ કરનારા તત્વો સામે મ્યુનિ. તંત્રએ પોલીસ ફરિયાદ નોંધવાની કવાયત હાથ ધરી છે.

Post Comments