Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યોગાનુયોગ : સતત બે વન-ડેમાં સમાન સ્કોર, પરિણામનું સમાન અંતર!

- અફઘાનિસ્તાન- ઝિમ્બાબ્વે વચ્ચે રમાતી વન-ડે શ્રેણીમાં બનેલી ઘટના : બંને વન-ડેમાં ત્રીજા ક્રમના બેટ્સમેને સદી ફટકારી, લેગસ્પિનરે ચાર વિકેટ ખેરવી

શારજાહ, તા. ૧૨ ફેબ્રુઆરી 2018, સોમવાર

અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઇ રહેલી વન-ડે શ્રેણીની પ્રથમ બે મેચમાં જવલ્લે જ જોવા મળે તેવો યોગાનુયોગ જોવા મળ્યો છે. જેમાં બંને વન-ડેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમોએ ૫ વિકેટે ૩૩૩નો સમાન સ્કોર કર્યો હતો અને બીજી બેટિંગ કરનારી ટીમ ૧૭૯માં આઉટ થઇ ગઇ હતી. સતત બે વન-ડેમાં આ પ્રકારનો યોગાનુયોગ થયો હોય તેવી આ ક્રિકેટ ઈતિહાસની સંભવત: સૌપ્રથમ વન-ડે છે. શારજાહ ખાતે ૯ ફેબુ્રઆરીએ રમાયેલી શ્રેણીની પ્રથમ વન-ડેમાં અફઘાનિસ્તાને ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા ૫૦ ઓવરમાં ૫ વિકેટે ૩૩૩ રન કર્યા હતા. જેમાં ત્રીજા ક્રમે આવેલા રહમત શાહે ૧૧૦ બોલમાં ૧૧૪, છઠ્ઠા ક્રમે આવેલા નજીબુલ્લા ઝદરને ૫૧ બોલમાં અણનમ ૮૧ રન નોંધાવ્યા હતા. ઝિમ્બાબ્વે માટે ક્રેમરે ૩ વિકેટ ખેરવી હતી. જવાબમાં ઝિમ્બાબ્વે ૩૪.૪ ઓવરમાં ૧૭૯માં આઉટ થયું હતું. અફઘાન લેગસ્પિનર રશિદ ખાને ૪ વિકેટ ખેરવી હતી.  રવિવારે રમાયેલી બીજી વન-ડેમાં ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા ત્રીજા ક્રમે આવેલા બ્રેન્ડન ટેલરના ૧૨૧ બોલમાં ૧૨૫, પાંચમાં ક્રમે આવેલા સિકંદર રઝાના ૯૨ રનની સહાયથી ૫૦ ઓવરમાં ૫ વિકેટે ૩૩૩ રન કર્યા હતા. જવાબમાં  અફઘાનિસ્તાનની ટીમ ૩૦.૧ ઓવરમાં ૧૭૯માં આઉટ થઇ હતી. ઝિમ્બાબ્વેના લેગસ્પિનર ક્રેમરે ચાર વિકેટ ખેરવી હતી.

બંને વન-ડેમાં કયા પ્રકારના યોગાનુયોગ થયા?

  • પ્રથમ વન-ડેમાં અફઘાનિસ્તાને ૩૩૩/૫, બીજી વન-ડેમાં ઝિમ્બાબ્વેએ ૩૩૩/૫નો સ્કોર કર્યો.
  • પ્રથમ વન-ડેમાં ઝિમ્બાબ્વે ૧૭૯માં, બીજી વન-ડેમાં અફઘાનિસ્તાન ૧૭૯માં ખખડયું
  • પ્રથમ વન-ડેમાં અફઘાનિસ્તાનનો ૧૫૪ રને, બીજી વન-ડેમાં ઝિમ્બાબ્વેનો ૧૫૪ રને વિજય
  • પ્રથમ વન-ડેમાં ત્રીજા ક્રમે આવેલા અફઘાન બેટ્સમેન રહમત શાહે, બીજી વન-ડેમાં  ત્રીજા ક્રમે આવેલા ઝિમ્બાબ્વેના બેટ્સમેન બ્રેન્ડન ટેલરે સદી ફટકારી
  • પ્રથમ વન-ડેમાં અફઘાનિસ્તાનના લેગસ્પિનર રશિદ ખાને , બીજી વન-ડેમાં ઝિમ્બાબ્વેના લેગ સ્પિનર ક્રેમરે ચાર વિકેટ ખેરવી.

Post Comments