Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યોકોવિચનો પ્રથમ રાઉન્ડમાં ૫૭ મિનિટમાં વિજય

- મોન્ટેકાર્લો માસ્ટર્સ: યોકોવિચે લેજોવિકને ૬-૦, ૬-૧થી હરાવી ત્રણ મહિનામાં પ્રથમ વિજય મેળવ્યો

- નિશિકોરીએ બર્ડિચને હરાવી આગેકૂચ કરી

મોનેકો, તા.16 એપ્રિલ 2018, સોમવાર

પૂર્વ ટોચના ક્રમાંકિત નોવાક યોકોવિચે મોન્ટેકાર્લો માસ્ટર્સના પ્રથમ રાઉન્ડમાં આસાન વિજય મેળવીને વર્ષ ૨૦૧૮ની ક્લે કોર્ટ સિઝનની શાનદાર શરૃઆત કરી છે. યોકોવિચે પ્રથમ રાઉન્ડમાં દુસાન લેજોવિક સામે ૬-૦, ૬-૧થી માત્ર ૫૭ મિનિટમાં વિજય મેળવ્યો હતો.

૧૨ ગ્રાન્ડસ્લેમ વિજેતા યોકોવિચનો ગત મહિને ઇન્ડિયન વેલ્સ અને મિયામી માસ્ટર્સના પ્રથમ રાઉન્ડમાં જ પરાજય થયો હતો. જોકે, આજના મુકાબલા સાથે તેણે ફોર્મમાં પરત ફરવાના સંકેત આપ્યા હતા. જેમાં તેણે સર્વ દરમિયાન માત્ર ત્રણ પોઇન્ટ ગુમાવ્યા હતા. ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ બાદ યોકોવિચનો આ પ્રથમ વિજય છે. બુધવારે બીજા રાઉન્ડમાં યોકોવિચ કોરિક સામે ટકરાશે.

મોન્ટે કાર્લો માસ્ટર્સના આજના અન્ય મુકાબલામાં નિશિકોરીએ ૧૨મા ક્રમાંકિત બર્ડિચ સામે ૪-૬, ૬-૨, ૬-૧થી, જાઇલ્સ મુલરે મેયર સામે ૭-૫, ૬-૪થી, રૃબ્લેવે હાસે સામે ૭-૬(૯-૭), ૨-૬, ૭-૫થી, રાઓનિકે કેટારિના સામે ૩-૬, ૬-૨,૬-૩થી વિજય મેળવીને બીજા રાઉન્ડમાં આગેકૂચ કરી હતી. મોન્ટેકાર્લો માસ્ટર્સમાં રફેલ નડાલનો દબદબો રહ્યો છે અને તે ૧૧ વાર ચેમ્પિયન બની ચૂક્યો છે. ટોચનો ક્રમાંકિત નડાલ આવતીકાલે પ્રથમ રાઉન્ડમાં એલ્જાઝ બેદને અથવા મિર્ઝા બેસિક સામે ટકરાશે.

ફેડરર મારી સામે ક્લે કોર્ટમાં રમવાથી ડરે : નડાલ
રોજર ફેડરર સતત બીજા વર્ષે ક્લે કોર્ટની એક પણ સ્પર્ધામાં ભાગ લેવાનો નથી. મોન્ટેકાર્લો માસ્ટર્સમાં ભાગ લઇ રહેલા રફેલ નડાલની આ અંગે  પ્રતિક્રિયા પૂછવામાં આવી ત્યારે તેણે મજાક કરતા  કહ્યું કે, ' મને લાગે છે કે રોજર ક્લે કોર્ટમાં મારો સામનો કરવાથી ડરે છે. રોજરે થોડા સમય અગાઉ એવું નિવેદન આપ્યું કે તેને મારી સામે ક્લે કોર્ટમાં પાંચ સેટના મુકાબલામાં રમવું પસંદ છે.

આ સમયે મને થયું કે ફ્રેન્ચ ઓપનમાં રમવાનો હશે. પરંતુ થોડા દિવસ બાદ ફેડરરે એમ નિવેદન આપ્યું કે તે એક ઇવેન્ટમાં રમવાનો નથી. જેના કારણે તેની સાથે થોડો વિવાદ છે.' રોજર ફેડરર ગત વર્ષે પણ ક્લે કોર્ટની એકપણ ટુર્નામેન્ટમાં રમ્યો નહોતો. બીજી તરફ રફેલ નડાલનો ક્લે કોર્ટમાં ઈજારો છે. મોન્ટે કાર્લો માસ્ટર્સમાં નડાલ ૧૩ વર્ષથી ભાગ લઇ રહ્યો છે અને જેમાંથી તે ૧૧ વાર ચેમ્પિયન બન્યો છે. નડાલ આ વખતે ૧૨મી વાર મોન્ટેકાર્લો માસ્ટર્સનું ટાઇટલ જીતવા માટે હોટફેવરિટ છે.

Post Comments