Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રેસલર સુશીલ કુમાર કોમનવેલ્થ ગેમ્સમાંથી 'આઉટ' થઇ શકે છે

- પ્રવીણ કુમાર સામે મારા-મારી મામલે સુશીલ સામે એફઆઇઆર દાખલ થવાની સંભાવના

નવી દિલ્હી, તા. ૧૨ જાન્યુઆરી 2018, શુક્રવાર

એપ્રિલમાં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે યોજાનારી કોમનવેલ્થ  ગેમ્સમાં ભારતના ડબલ ઓલિમ્પિક્સ મેડાલિસ્ટ સુશીલ કુમારના ભાગ લેવા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. કોમનવેલ્થ ગેમ્સની ટ્રાયલ્સ દરમિયાન અન્ય એક રેસલર પ્રવિણ રાણા સાથે કરેલી મારપીટના મામલે દિલ્હી પોલીસ સુશીલ કુમાર સામે એફઆઇઆર દાખલ કરશે તો કોમનવેલ્થ ગેમ્સમાંથી તેનું નામ રદ કરવામાં આવી શકે છે. આમ, સુશીલ કુમાર સંભવત: કારકિર્દીની અંતિમ રેસલિંગ ચેમ્પિયનશિપમાં  ભાગ નહીં લઇ શકે તેવી સ્થિતિ સર્જાઇ છે. આ મામલે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ સુશીલ કુમારને કારણ દર્શક નોટિસ પાઠવી હતી. જેની સામે સુશીલે એવો ઉત્તર આપ્યો છે કે તે કોઇ મારા-મારીમાં સંડોવાયો નહોતો. કોમનવેલ્થ ગેમ્સની ટ્રાયલ્સના રેસલિંગના ૭૪ કિગ્રા વજનજૂથની સેમિફાઇનલમાં સુશીલે પ્રવીણ રાણાને ૭-૩થી અને ફાઇનલમાં જીતેન્દ્ર કુમારને ૪-૩થી પરાજય આપ્યો હતો. સેમિફાઇનલના મુકાબલા બાદ સુશીલ અને પ્રવીણના સમર્થકો વચ્ચે મારા-મારી થઇ હતી. પ્રવીણ રાણાએ રેસલિંગ ફેડરેશનમાં દાખલ કરેલી લેખિત ફરિયાદમાં એવો આક્ષેપ કર્યો છે કે સુશીલે તેના સમર્થકોને ઉશ્કેર્યા હતા. બીજી તરફ સુશીલે તેની સામે એક પાનાના ઉત્તરમાં કહ્યું છે કે, 'તેણે જાણતા કે અજાણતા રમતની ગરિમાનું નુકસાન પહોંચાડયું નથી. રેસલિંગ મારું જીવન છે અને તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી શકું નહીં. હું કે મારા સમર્થક તેમાં સંકળાયેલા નથી અને આ સમગ્ર પ્રકરણને વખોડું છું. '

Post Comments