Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાત ફોર્ચ્યુનજાયન્ટ્સનો ઘરઆંગણાની પ્રથમ મેચમાં વિજય

- પ્રો કબડ્ડી લીગ : ગુજરાતને મુંબઈને ૩૯-૨૧થી પછાડયું

અમદાવાદ, તા.11 ઓગસ્ટ, 2017, શુક્રવાર

ગુજરાત ફોર્ચ્યુનજાયન્ટ્સે અમદાવાદમાં ટ્રાન્સ સ્ટેડિયા ખાતેના હોમગ્રાઉન્ડ પરની સૌપ્રથમ મેચમાં જ વિજયી શુભારંભ કર્યો હતો. ગુજરાતે યુ મુમ્બા સામે આક્રમક દેખાવ કરતાં ૩૯-૨૧ના વિશાળ માર્જિનથી જીત મેળવી હતી. ગુજરાતનો આ સિઝનનો બીજો વિજય હતો.

અગાઉ ગુજરાતે કબડ્ડી લીગમાં તેની સૌપ્રથમ મેચમાં દબંગ દિલ્હીને ૨૬-૨૦થી હરાવ્યું હતુ. આ પછી ગુજરાત અને હરિયાણા સ્ટિલર્સ વચ્ચેની મેચ ૨૭-૨૭થી ટાઈ થઈ હતી. આ પછી નાગપુરમાં રમાયેલી હરિયાણા સ્ટિલર્સ સામેની મેચમાં ગુજરાતનો ૨૦-૩૨થી પરાજય થયો હતો.

આ સાથે ગુજરાત ૪માંથી બે વિજય, એક હાર અને એક ટાઈ સાથે કુલ ૧૩ પોઈન્ટ મેળવીને ઝોન એમાં ટોચ પર આવી ગયું છે. ગુજરાતના રાઈડર રોહિત ગુલિયાએ આઠ પોઇન્ટ કર્યા હતા. ગુજરાતના અબોઝર મોહાજેરમીઘની અને સચિનનો દેખાવ નોંધપાત્ર રહ્યો હતો.

Post Comments