Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યોકોવિચ ૧૦૯મા ક્રમાંકિત પ્લેયર સામે હારતા અપસેટ

- ઇન્ડિયન વેલ્સ ઓપન : ફેડરર, મોન્ફિલ્સની વિજય સાથે આગેકૂચ

- ભારતના યુકી ભાંબરીએ ૯મા ક્રમાંકિત લ્યુકાસ પૌલેને પરાજય આપ્યો

ઇન્ડિયન વેલ્સ, તા. ૧૨ માર્ચ 2018, સોમવાર

ભૂતપૂર્વ ટોચના ક્રમાંકિત નોવાક યોકોવિચનો ઇન્ડિયન વેલ્સ ઓપનના બીજા રાઉન્ડમાં જ ૧૦૯માં ક્રમાંકિત જાપાનના ક્વોલિફાયર તારો ડેનિયલ સામે ૭-૬(૭-૩), ૪-૬, ૬-૧થી પરાજય થતાં મેજર અપસેટ સર્જાયો છે. યોકોવિચને પ્રથમ રાઉન્ડમાં બાય મળ્યો હતો. ઇન્ડિયન વેલ્સ ઓપનમાં પાંચ વખતના ચેમ્પિયન યોકોવિચે ૬૧ અનફોર્સ્ડ એરર કરી હતી.

આ ટુર્નામેન્ટના અન્ય મુકાબલામાં રોજર ફેડરરે આર્જેન્ટિનાના ફેડરિકો ડેલબોનિસને ૬-૩, ૭-૬(૬)થી, ગાએલ મોન્ફિલ્સે જ્હોન ઇસનેરને ૬-૭(૫), ૭-૬(૩), ૭-૫થી પરાજય આપી આગેકૂચ કરી હતી.

૧૧૦મા ક્રમાંકિત ભારતના યુકી ભાંબરીએ  ફ્રાન્સના ૯મા ક્રમાંકિત લ્યુકાસ પૌલેને ૬-૪, ૬-૪થી હરાવીને અપસેટ સર્જ્યો હતો. ૨૫ વર્ષીય યુકી ભાંબરીની કારકિર્દીનો આ સૌથી મોટો વિજય છે. હવે તે આગામી રાઉન્ડમાં અમેરિકાના સેમ ક્વેરી સામે રમશે.
 

Post Comments