Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજથી સાઉથ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે આખરી ટેસ્ટ

જોહનીસબર્ગ,તા.૧૧ બુધવાર, જાન્યુઆરી 2017
આવતીકાલથી જોહનીસબર્ગમાં યજમાન સાઉથ આફ્રિકા અને પ્રવાસી શ્રીલંકા વચ્ચે શ્રેણીની ત્રીજી અને આખરી ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. ફાસ્ટ બોલરોને અનુકૂળ પીચ પર સાઉથ આફ્રિકા શ્રીલંકાનો વ્હાઈટવોશ કરવાના ઈરાદા સાથે ઉતરશે. સાઉથ આફ્રિકા છોડીને ઈંગ્લેન્ડમાં સ્થાયી થવાનો નિર્ણય જાહેર કરનારા અબોટ્ટના સ્થાને પારનેલને ટીમમાં સામેલ કર્યો છે. ભારતીય સમય પ્રમાણે બપોરે ૧.૩૦થી મેચ શરૃ થશે.

ડુ પ્લેસીસની કેપ્ટન્સી હેઠળ સાઉથ આફ્રિકાએ સળંગ ત્રીજી ટેસ્ટ શ્રેણી જીતી લીધી હતી.હવે તેઓ શ્રીલંકાનો વ્હાઈટવોશ કરવા તરફ મીટ માંડી રહ્યા છે. સાઉથ આફ્રિકાનું ફોર્મ જોતા તેઓ શ્રીલંકાને આખરી ટેસ્ટમાં પણ આસાનીથી હરાવશે તેમ લાગી રહ્યું છે. શ્રીલંકાની ટીમનો દેખાવ અહીં સાવ સરેરાશ રહ્યો છે અને ખેલાડીઓમા લડત આપવાનો જુસ્સો પણ જોવા મળતો નથી, જેના કારણે ટીમ મેનેજમેન્ટ ચિંતિત છે.

આવતીકાલની મેચ એટલા માટે પણ મહત્વની છે કે, શ્રીલંકાની ટીમ અહીં વર્ષ ૨૦૦૨ પછી પહેલી વખત રમી રહી છે. તેઓ છેલ્લે અહીં રમાયેલી ટેસ્ટમાં ઈનિંગ અને ૬૪ રનથી હાર્યા હતા. શ્રીલંકાની ટીમ ચામીરાના સ્થાને નુવાન પ્રદિપને પ્લેઈંગ ઈલેવનમાં તક આપી શકે છે. હેરાથ જો આ ટેસ્ટમાં વધુ છ વિકેટ ઝડપશે તો તે વેટ્ટોરી (૩૬૨ વિકેટ)નો ટેસ્ટ ઈતિહાસના સૌથી સફળ લેફર્ટ આર્મ સ્પિનર તરીકેનો રેકોર્ડ તોડશે.

સાઉથ આફ્રિકા (સંભવિત) : એલ્ગર, સ્ટેફન કૂક, અમલા, ડયુમિની, ડુ પ્લેસીસ (કેપ્ટન), બાવુમા, ડી કૉક (વિ.કી.), ફિલાન્ડર, પારનેલ, મહારાજ, રબાડા.
શ્રીલંકા (સંભવિત) : કુશલ સિલ્વા, કરૃણારત્ને, કુલશ મેન્ડિસ, ડી સિલ્વા, મેથ્યૂસ (કેપ્ટન), ચાંદિમલ (વિ.કી.), થારંગા, હેરાથ, કુમારા, લકમાલ, પ્રદિપ.

Post Comments