Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે વિમ્બલ્ડનની સેમિ ફાઈનલ્સ : નડાલ વિ. યોકોવિચ, એન્ડરસન વિ. આઇસનર

- નડાલે ૪ કલાક ૪૮ મિનિટની મેરેથોન મેચમાં પોટ્રોને હરાવ્યો, એન્ડરસન-આઇસનર વચ્ચે સાંજે ૫.૩૦થી અને નડાલ

લંડન,તા. 12 જૂલાઇ 2018 ગુરુવાર

સાઉથ આફ્રિકાના કેવિન એન્ડરસને સવા ચાર કલાક સુધી ચાલેલી પાંચ સેટના મેરેથોન મુકાબલામાં સ્વિસ લેજન્ડ ફેડરરને હરાવીને મેજર અપસેટ સર્જતાં સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે વર્લ્ડ નંબર વન સ્પેનિશ સ્ટાર નડાલે આર્જેન્ટીનાના પોટ્રો સામે ચાર કલાક અને ૪૮ મિનિટના મેરેથોન મુકાબલા બાદ ૭-૬, ૬-૭ (૭-૯), ૪-૬, ૬-૪, ૬-૪થી વિજય મેળવતા વિમ્બલ્ડનની સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે આવતીકાલે રમાનારી સેમિ ફાઈનલ્સમાં નડાલનો મુકાબલો યોકોવિચ સામે થશે. જ્યારે એન્ડરસનની ટક્કર અમેરિકાના આઇસનર સામે થવાની છે. એન્ડરસન અને આઇસનર વચ્ચે ભારતીય સમય પ્રમાણે સાંજે ૫.૩૦થી અને નડાલ-યોકોવિચ વચ્ચે સાંજે ૭.૩૦થી મેચ શરૃ થશે.

અન્ય ક્વાર્ટર ફાઈનલમાં અમેરિકાના નવમો સીડ ધરાવતા આઈસનરે ૬-૭ (૫-૭), ૭-૬ (૯-૭), ૬-૪, ૬-૩થી કેનેડાના રાઓનિકને હરાવીને અંતિમ ચારમાં પ્રવેશ મેળવ્યો હતો. યોકોવિચે ૬-૩, ૩-૬, ૬-૨, ૬-૨થી જાપાનના નિશિકોરીને અને એન્ડરસને ૨-૬, ૬-૭ (૫-૭), ૬-૫, ૬-૪, ૧૩-૧૧થી ફેડરરને હરાવ્યો હતો. નડાલ અને એન્ડરસન વચ્ચે મોડી રાત્રે પુરી થયેલી ક્વાર્ટર ફાઈનલ પણ ઓલ ટાઈમ ક્લાસિક મેચોમાં સ્થાન પામે તેવી હતી. બંને ખેલાડીઓની આક્રમક અને થકવી નાંખે તેવી મેચમાં મેરેથોન રેલિસ જોવા મળી હતી. ખાસ કરીને પાંચમા અને આખરી સેટમાં નડાલે ૪-૩થી સરસાઈ મેળવી ત્યાર બાદની તેની સર્વિસ ગેમમાં જબરજસ્ત મુકાબલો જોવા મળ્યો હતો. જેમાં આખરે નડાલે જીત મેળવી હતી અને ત્યાર બાદ મેચ જીતી હતી. પોટ્રોના ૩૩ની સામે નડાલના માત્ર ૩ એસ હતા.જ્યારે નડાલના પાંચની સામે પોટ્રોના સાત ડબલ ફોલ્ટ હતા.

Post Comments