Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે ભારત અને આર્જેન્ટીના વચ્ચે સેમિ ફાઇનલ મુકાબલો

- વર્લ્ડ હોકી લીગ ફાઈનલ્સ ટુર્નામેન્ટ

- સાંજે ૭.૩૦થી મેચ શરૃ થશે

ભુવનેશ્વર,તા.૭ ડિસેમ્બર 2017 ગુરુવાર

ઘરઆંગણે ચાલી રહેલી વર્લ્ડ હોકી લીગ ફાઈનલ્સ ટુર્નામેન્ટની સેમિ ફાઈનલમાં આવતીકાલે ભારત અને આર્જેન્ટીનાની મેન્સ ટીમો વચ્ચે મુકાબલો ખેલાશે. ભારતે ક્વાર્ટર ફાઈનલમાં મેજર અપસેટ સર્જતાં ઓલિમ્પિક સિલ્વર મેડાલીસ્ટ બેલ્જીયમને સડનડેથમાં ૩-૨થી પરાજય આપ્યો હતો. જ્યારે આર્જેન્ટીનાએ ઈંગ્લેન્ડ સામે ૩-૨થી વિજય મેળવતા અપસેટ સર્જ્યો હતો. હવે આવતીકાલે સાંજે ૭.૩૦ વાગ્યાથી ભારત અને આર્જેન્ટીના વચ્ચેની મેચનો પ્રારંભ થશે.

આઠ દેશોનીવર્લ્ડ હોકી લીગ ફાઈનલ્સ ટુર્નામેન્ટમાં ભારતનો દેખાવ ગુ્રપ સ્ટેજમાં સરેરાશ રહ્યો હતો.

ભારતે ઓસ્ટ્રેલિયા સામેની મેચ ૧-૧થી ડ્રો કરી હતી. જે પછી ભારતને ઈંગ્લેન્ડ સામે ૨-૩થી અને જર્મની સામે ૦-૨થી હારનો સામનો કરવો પડયો હતો.

 આ કારણે ક્વાર્ટર ફાઈનલમાં ગુ્રપ બીમાં છેક છેલ્લા ક્રમે રહેલા ભારતનો મુકાબલો ગુ્રપ-એમાં ટોચનું સ્થાન ધરાવતા બેલ્જીયમ સામે થયો હતો. ભારતે અસાધારણ દેખાવ કરતાં બેલ્જીયમને હરાવીને ખળભળાટ મચાવી દીધો છે અને ભારતીય ટીમની નજર હવે ફાઈનલમાં પ્રવેશવા તરફ મંડાઈ છે.

Post Comments