Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે બાંગ્લાદેશ સામેની ટી-૨૦માં ભારતને ફાઈનલમાં પ્રવેશવાની તક

- ત્રિકોણીય ટી-૨૦ જંગ: ભારતને સતત ત્રીજા વિજયની તલાશ

- સાંજે ૭.૦૦થી મુકાબલો: વરસાદ વિલન બની શકે

કોલંબો, તા. ૧૩ માર્ચ 2018, મંગળવાર

શ્રીલંકામાં ચાલી રહેલા નિદાધાસ ત્રિકોણીય ટી-૨૦ જંગમાં આવતીકાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો ખેલાશે. ભારત સતત બે મેચ જીતી ચૂક્યું છે અને હવે ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરવા માટે ભારતે આવતીકાલે બાંગ્લાદેશને હરાવવું પડશે. જ્યારે બાંગ્લાદેશ પણ ટુર્નામેન્ટમાં બીજી જીતની સાથે ફાઈનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખવા માટે કટિબદ્ધ છે. કોલંબોમાં વરસાદી વાતાવરણને કારણે આવતીકાલની મેચમાં વિઘ્ન આવે તેવી શક્યતા છે. ત્રિકોણીય જંગના અન્ય મુકાબલાની જેમ આવતીકાલે પણ સાંજે ૭.૦૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે.

ત્રિકોણીય જંગના પ્રથમ મુકાબલામાં ભારતને પ્રથમ મેચમાં જ શ્રીલંકા સામે હાર સહન કરવી પડી હતી. જોકે રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ વિજયી દેખાવ કરતાં બાંગ્લાદેશ અને ત્યાર બાદ શ્રીલંકા સામેની મેચમાં વિજય મેળવ્યો હતો. આ સાથે ભારત હવે ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરવાના આરે છે. બાંગ્લાદેશ ભારત સામે પ્રથમ મેચમાં હાર્યું હતુ. જોકે બીજી મેચમાં તેમણે શ્રીલંકાને હરાવીને પોતાની તાકાત દેખાડી હતી. હવે ભારત સામે પણ તેઓ અણધાર્યો વિજય મેળવવા માટે તૈયારી કરી રહ્યા છે.

ભારત વિનિંગ કોમ્બિનેશન જાળવશે પણ રોહિતનું ફોર્મ ચિંતાજનક

ત્રિકોણીય ટી-૨૦ જંગમાં ભારતે શ્રીલંકા સામેની આખરી મેચમાં રિષભ પંતના સ્થાને લોકેશ રાહુલને ટીમમાં સામેલ કર્યો હતો. પંતને આખરી પળોમાં ઈજા થતાં તેના સ્થાને લોકેશને સ્થાન મળ્યું હતુ. શ્રીલંકા સામેની જીત બાદ ભારત હવે આવતીકાલની મેચમાં પણ વિનિંગ કોમ્બિનેશન જાળવી રાખવા માટે મક્કમ દેખાય છે. જોકે કેપ્ટન રોહિત શર્માનું ફોર્મ ક્રિકેટ ચાહકોમાં ચિંતાનું કારણ છે. ટીમ ઈન્ડિયાની જીતમાં ધવન તેમજ મીડલ ઓર્ડરના બેટ્સમેનો તેમજ બોલરોએ મહત્તમ ફાળો આપ્યો છે. રૈના પણ તેની આગવી લયમાં બેટીંગ કરતો જોવા મળી શક્યો નથી. ભારતીય ચાહકોને ખાસ કરીને રોહિત પાસેથી આક્રમક ઈનિંગની આશા છે. રોહિત ઓપનિંગમાં લોકેશ રાહુલને જવાબદારી સોંપીને પોતે વન ડાઉન કે ટુ ડાઉન ઉતરવાનો પ્રયોગ કરી શકે છે.

ભારતીય બોલરો પર ટીમ મેનેજમેન્ટનો ભરોસો

ભારતીય ટીમ મેનેજમેન્ટે બોલિંગ યુનિટ પર ભરોસો જાળવી રાખ્યો છે. ત્રિકોણીય જંગની પ્રથમ મેચમાં ભારતીય બોલરોનો દેખાવ સરેરાશ રહ્યો હતો. જોકે ટીમ મેનેજમેન્ટે તેમના પર ભરોસો જાળવી રાખ્યો છે અને ભારતીય બોલરોએ અસરકારક પુનરાગમન કરતાં ટીમને સફળતા અપાવી છે. આ કારણે અત્યાર સુધી તક ન મેળવી શકનારા ઓલરાઉન્ડર દીપક હૂડા, મોહમ્મદ સિરાજ તેમજ અક્ષર પટેલને ટીમમાં સ્થાન મેળવવા માટે હજુ રાહ જોવી પડશે તે નક્કી છે. શાર્દૂલ ઠાકુર અને જયદેવ ઉનડકટની સાથે ભારતે વિજય, ચહલ અને સુંદર જેવા બોલરોને ટીમમાં જાળવી રાખશે તે નક્કી લાગી રહ્યું છે.

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), ધવન (વાઈસ કેપ્ટન), લોકેશ રાહુલ, રૈના, પાંડે, કાર્તિક (વિ.કી.), દીપક હૂડા, સુંદર, ચહલ, અક્ષર પટેલ, વિજય શંકર, શાર્દૂલ ઠાકુર, જયદેવ ઉનડકટ, સિરાજ, પંત.

બાંગ્લાદેશ: મહમુદુલ્લાહ (કેપ્ટન), તમીમ, સરકાર, કાયેસ, રહીમ (વિ.કી.), શબ્બીર, રહમાન,રૃબેલ, તસ્કીન, હૈદર, અરીફુલ હક, એન.ઈસ્લામ, એન. હસન, મહેંદી હસન, લિટોન દાસ.

શ્રીલંકા સામેના વિજય બાદ બાંગ્લાદેશનો જુસ્સો આસમાને

યજમાન શ્રીલંકા સામે ૨૧૫ રનના વિશાળ ટાર્ગેટને હાંસલ કર્યા બાદ બાંગ્લાદેશનો જુસ્સો આકાશને આંબી રહ્યો છે અને હવે તેઓ ટીમ ઈન્ડિયા સામે વિજય મેળવવાનું સપનું જોઈ રહ્યા છે. તમીમ ઈકબાલ તેમજ લિટોન દાસની આક્રમક શરૃઆત બાદ રહીમની અણનમ અડધી સદીએ બાંગ્લાદેશને શ્રીલંકા સામેની મેચમાં જીત અપાવી હતી. હવે ભારત સામેના મહત્વના મુકાબલામાં બાંગ્લાદેશનો મદાર આ ત્રણ બેટ્સમેનો પર વિશેષ રહેશે.

સૌમ્ય સરકાર, મહમુદુલ્લાહ તેમજ શબ્બીર રહમાન જેવા બેટ્સમેનોએ પણ જવાબદારી સાથે રમવું પડશે. જ્યારે બાંગ્લાદેશની સફળતાનો આધાર તેમના બોલરોના દેખાવ પર વિશેષ રહેશે. મુસ્તાફીઝુર રહમાન જેવો ફાસ્ટ બોલર ભૂતકાળમાં ભારતને પરેશાન કરી ચૂક્યો છે. તેની સાથે સાથે તસ્કીન અહમદ, રૃબેલ હૌસેન અને મિરાઝ જેવા બોલરો પણ પ્રભાવ પાડી શકે છે.

વરસાદી વિઘ્ન ગણતરી ઊંધી વાળી શકે

કોલંબોમાં આવતીકાલની મેચમાં વરસાદી વિઘ્નની શક્યતા છે. ભારત અને બાંગ્લાદેશની ટીો વરસાદના વિઘ્ન વચ્ચે મેચ રમવા માટે માનસિક રીતે તૈયાર છે. ભારત અને શ્રીલંકાની મેચ વરસાદના કારણે ૧૯-૧૯ ઓવરની કરી નાંખવામાં આવી હતી. વરસાદ ગમે ત્યારે મેચનું રુખ બદલી નાંખે તો તેને અનકૂળ થવાની તૈયારી બંને ટીમોએ રાખવી પડશે. કોલંબોની પીચ તો બેટીંગ ફ્રેન્ડલી રહેશે અને મોટાભાગે ટોસ જીતનારી ટીમ પ્રથમ હરિફ ટીમને બેટીંગમાં ઉતારશે.

Post Comments