Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વન ડે મુકાબલો

- એશિઝ ગુમાવ્યા બાદ ઈંગ્લેન્ડને વન ડેમાં વધુ સારા દેખાવની આશા , સવારે ૮.૫૦થી મેચનો પ્રારંભ

મેલબોર્ન,તા.૧૩ જાન્યુઆરી 2018, શનિવાર

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં એશિઝના પ્રતિષ્ઠા ટેસ્ટ જંગમાં ૦-૪થી હાર્યા બાદ પ્રવાસી ઈંગ્લેન્ડ વન ડે શ્રેણીમાં વધુ સારા દેખાવના ઈરાદા સાથે મેદાન પર ઉતરશે. મેલબોર્નમાં આવતીકાલે રમાનારી પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાને વિજયી પ્રારંભની આશા છે. બંને ટીમના વન ડે સ્પેશિયાલીસ્ટ ખેલાડીઓને આમને-સામનેના બરોબરીના મુકાબલાની આશા છે. ભારતીય સમય પ્રમાણે સવારે ૮.૫૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે.

સ્ટીવ સ્મિથની કેપ્ટન્સી હેઠળની ઓસ્ટ્રેલિયાની ટીમમાં વન ડે એક્સપર્ટ ખેલાડીઓ જોડાઈ ચૂક્યા છે. એશિઝ જીત્યા બાદ ઉત્સાહિત ઓસ્ટ્રેલિયાને નવા વર્ષે વન ડેના ફોર્મેટમાં વિજયી પ્રારંભની આશા છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ મેચમાં હેઝલવૂડને આરામ આપ્યો છે અને તેના સ્થાને એન્ડ્રુ ટાઈ, જેહીઈ રિચાર્ડસન અને એડમ ઝામ્પામાંથી કોઈ એકની પસંદગી કરવામાં આવશે.

ઓસ્ટ્રેલિયાના પસંદગીકારોએ લાંબા ગાળા બાદ કેમેરૃન વ્હાઈટને ટીમમાં પાછો સમાવ્યો છે. જ્યારે મેક્સવેલને તક અપાઈ નથી. વ્હાઈટને આવતીકાલની મેચમાં રમવા મળશે તે પણ નક્કી મનાય છે. મિચેલ માર્શ અને સ્ટોઈનીસ પણ ટીમમાં સ્થાન મેળવવા માટેના દાવેદાર છે. ઓપનર વોર્નરને ગેસ્ટ્રો પ્રોબલેમને કારણે પ્રેક્ટિસ સેશનમાં ગેરહાજર રહેવું પડયું હતુ. જોકે તે પ્રથમ વન ડે અગાઉ ફિટનેસ મેળવી લેશે. તે નક્કી લાગી રહ્યું છે.

ઈંગ્લેન્ડનો કેપ્ટન રૃટ હવે સંપૂર્ણપણે સાજો થઈ ચૂક્યો છે અને મેદાન પર ઉતરવા માટે ઉત્સુક છે. ઈંગ્લેન્ડનું ટીમ મેનેજમેન્ટ એલેક્સી હેલ્સ કે જેસન રોયમાંથી કોની પસંદગી કરે છે, તે જોવાનું રહેશે. ફાસ્ટ બોલિંગ આક્રમણની જવાબદારી પ્લન્કેટ્ટ, કરન અને માર્ક વૂડ તેમજ અનુભવી ક્રિસ વોક્સ સંભાળશે. જ્યારે સ્પિનર આદીલ રશિદ અને મોઈન અલીને તક આપશે તેમ મનાય છે.

બંને દેશો વચ્ચે છેલ્લે બર્મિગહામમાં ચેમ્પિયન્સ ટ્રોફી અંતર્ગત મુકાબલો ખેલાયો હતો, જેમાં ઓસ્ટ્રેલિયા ડકવર્થ લુઈસના નિયમ અનુસાર હારી ગયું હતુ. જ્યારે મેલબોર્ન પર બંને દેશો વચ્ચે છેલ્લે ૨૦૧૫ના વર્લ્ડ કપની સૌપ્રથમ મેચ રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયા ૧૧૧ રનથી જીત્યું હતુ.

ઓસ્ટ્રેલિયા (સંભવિત) : વોર્નર, ફિન્ચ, સ્મિથ (કેપ્ટન), હેડ, મિચેલ માર્શ, સ્ટોઈનીસ, પૈન (વિ.કી.), સ્ટાર્ક, કમિન્સ, ઝામ્પા, ટાય. ઈંગ્લેન્ડ (સંભવિત) : રોય, બારિસ્ટો, રૃટ, મોર્ગન (કેપ્ટન), બટલર (વિ.કી.), મોઈન અલી, વોક્સ, રશિદ, પ્લન્કેટ્ટ, કરન અને વૂડ.

Post Comments