Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે પાંચમી વન-ડે, ભારતને વન-ડે શ્રેણી જીતવા વધુ એક તક

- દક્ષિણ આફ્રિકા  સામે સાંજે ૪થ૩૦થી પાંચમી વન-ડે : પોર્ટ એલિઝાબેથમાં ભારત ક્યારેય ૨૦૦ના સ્કોર સુધી પણ પહોંચી શક્યું નથી

- રોહિત શર્માના વર્તમાન શ્રેણીની ૪ ઇનિંગ્સમાં માત્ર ૪૦ રન ! : શ્રેયસ ઐયરને સ્થાને મનિષ પાંડેને સામેલ કરાઇ શકે છે

- ધોની ૧૦ હજાર રન પૂરા કરવાથી ૪૬ રન દૂર


પોર્ટ એલિઝાબેથ, તા. ૧૨ ફેબ્રુઆરી 2018, સોમવાર

ભારતીય ક્રિકેટ ટીમ આવતીકાલે દક્ષિણ આફ્રિકા સામે પાંચમી વન-ડેમાં ઉતરશે ત્યારે તેનું લક્ષ્યાંક શ્રેણીવિજય નિશ્ચિત કરવાનું રહેશે. છ મેચની વન-ડે શ્રેણીમાં ભારત હાલ ૩-૧ની સરસાઇ ધરાવે છે. શ્રેણીની પ્રથમ ૩ વન-ડેમાં ભારતીય ટીમે યજમાન ટીમ સામે રીતસરનું પ્રભુત્વ જમાવ્યું હતું. જોહાનિસબર્ગ ખાતે શનિવારે રમાયેલી ચોથી વન-ડેમાં પણ વિરાટ કોહલી અને શિખર ધવન બેટિંગ કરી રહ્યા હતા ત્યાં સુધી ભારતની પકડ મજબૂત હતી. પરંતુ આ બંને આઉટ થતાં જ ભારતે ૩૦૦થી વધુનો સ્કોર કરવાની તક ગુમાવી અને દક્ષિણ આફ્રિકાએ ભારતની બેદરકારીભરી બોલિંગ-કંગાળ ફિલ્ડિંગનો લાભ લઇ વિજય મેળવ્યો હતો. ચોથી વન-ડેમાં વિજય બાદ દક્ષિણ આફ્રિકાની ટીમમાં એકપ્રકારનો આત્મવિશ્વાસ આવી ગયો હશે અને હવે તે ભારતને હાવી નહીં થવા દેવાનો પ્રયાસ કરશે. ચોથી વનડે સાથે જ દક્ષિણ આફ્રિકાએ યુઝુવન્દ્ર ચહલ-કુલદીપ યાદવની બોલિંગ સમજવાનો 'કોયડો' ઉકેલી દીધો છે. આવતીકાલે આ બંને સ્પિનર્સે નવી ટ્રિક્સ સાથે મેદાનમાં ઉતરવું પડશે. ભારતીય ટીમ માટે અન્ય એક સમસ્યા મિડલ ઓર્ડરની છે. વિરાટ કોહલી સસ્તામાં આઉટ થઇ જાય તો ભારતીય ઇનિંગ્સને આપે તેવો એમએસ ધોની સિવાય કોઇ જ બેટ્સમેન નથી. ભારતીય ટીમ આવતીકાલના મુકાબલા માટે શ્રેયસ ઐયરને સ્થાને મનિષ પાંડે અથવા કેદાર જાધવને સામેલ કરે તેવી સંભાવના છે. બીજી તરફ  દક્ષિણ આફ્રિકા ચોથી વન-ડેની ટીમ જ આવતીકાલે યથાવત્ રાખી શકે છે.

પોર્ટ એલિઝાબેથમાં ભારત કેન્યા સામે પણ જીતી શક્યું નથી!
પાંચમી વન-ડે ખેલાવાની છે તે પોર્ટ એલિઝાબેથમાં ભારતનો દેખાવ દુ:સ્વપન સમાન રહ્યો છે. ભારત પોર્ટ એલિઝાબેથના સેન્ટ જ્યોર્જ પાર્કમાં કુલ પાંચ વન-ડેમાં રમ્યું છે અને પાંચેયમાં તેનો પરાજય થયો છે. આ સ્ટેડિયમમાં ભારતનો દક્ષિણ આફ્રિકા જ નહીં કેન્યા સામે પણ પરાજય થયો છે. ૨૦૦૧ના વર્ષમાં આ જ સ્ટેડિયમમાં ત્રિકોણીય શ્રેણીની મેચમાં કેન્યાએ ભારતને ૭૦ રને પરાજય આપ્યો હતો. હવે વધુ ચોંકાવનારી વાત એ પણ છે કે આ સ્ટેડિયમમાં ભારત ક્યારેય ૨૦૦ના સ્કોર સુધી પહોંચી શક્યું નથી અને તેનો સર્વોચ્ચ સ્કોર ૧૮૦ છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકાએ આ સ્ટેડિયમમાં ૩૨માંથી  ૨૦ વન-ડે જીતી છે અને ૧૧મા તેનો પરાજય થયો છે.

દક્ષિણ આફ્રિકામાં રોહિત શર્માની ૧૧.૪૫ની એવરેજ
વન-ડેમાં ત્રણ બેવડી સદી ફટકારનારા રોહિત શર્માનો દક્ષિણ આફ્રિકામાં ફ્લોપ શો જારી રહ્યો છે. ૨૦૧૧ના વર્ષથી અત્યારસુધી રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકામાં ૧૨ વન-ડેની ૧૧ ઇનિંગ્સમાં ૧૧.૪૫ની એવરેજથી માત્ર ૧૨૬ રન નોંધાવ્યા છે, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર ૨૩ છે. વર્તમાન વન-ડે શ્રેણીમાં રોહિત શર્માએ ૪ ઇનિંગ્સમાં માત્ર ૪૦ રન કર્યા છે. રોહિતને પડતો મૂકી રહાણે પાસે ઓપનિંગ કરાવવા અને મિડલ ઓર્ડરમાં જાધવ-મનિષ પાંડેને સમાવવા વિચારણા ચાલી રહી છે. ટેસ્ટ અને વન-ડે શ્રેણી સાથે કુલ ૮ ઇનિંગ્સમાંથી ૬માં રોહિત રબાડાનો શિકાર બન્યો છે.

સંભવિત ટીમ :

દક્ષિણ આફ્રિકા : ઐડન માર્કરામ (કેપ્ટન), હાશિમ અમલા, જેપી ડયુમિની, એબી ડી વિલિયર્સ, ડીન એલ્ગર, હેનરી ક્લાસેન, ક્રિસ મોરિસ, એન્ડિલ ફેહલુકાયો, કેગિસો રબાડા, મોર્ને મોર્કેલ, એન્ગિડી/શામ્સી.

ભારત : શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), અજન્ક્યિ રહાણે, એમએસ ધોની, મનિષ પાંડે/કેદાર જાધવ, હાર્દિક પંડયા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુઝુવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ.

મહેન્દ્રસિંહ ધોની વન-ડેમાં ૧૦ હજાર રન પૂરા કરવાથી માત્ર ૫૪ રન દૂર છે. ધોનીએ ૩૧૬ વન-ડેની ૨૭૧ ઇનિંગ્સમાં ૫૧.૫૭ની એવરેજથી ૯૯૫૪ રન નોંધાવ્યા છે. ભારતીય ટીમમાંથી અગાઉ સચિન તેંડુલકર (૧૮૪૨૬), સૌરવ ગાંગુલી (૧૧૨૨૧), રાહુલ દ્રવિડ (૧૦૭૬૮) વન-ડે  ક્રિકેટમાં ૧૦ હજાર રન પૂરા કરવાની સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે. બીજી તરફ રહાણે વન-ડેમાં ૩ હજાર રન પૂરા કરવાથી ૮૦ રન દૂર છે. રહાણેએ ૮૮ વન-ડેમાં ૨૯૨૦ રન નોંધાવ્યા છે.

પોર્ટ એલિઝાબેથ : ભારતના વન-ડે મુકાબલા

૯ ડિસેમ્બર ૧૯૯૨ : ભારત ૪૯.૪ ઓવરમાં ૧૪૭ (ડબલ્યુવી રમણ ૩૩, બ્રાયન મેકમિલનને ૪ વિકેટ), દક્ષિણ આફ્રિકા : ૪૬.૪ ઓવરમાં ૧૪૮/૪ (કેલઘન અણનમ ૪૫). દક્ષિણ આફ્રિકાનો ૬ વિકેટે વિજય.

૨ ફેબુ્રઆરી ૧૯૯૭ : ભારત ૫૦ ઓવરમાં ૧૭૯/૯ (મોહમ્મદ અઝહરુદ્દીન ૫૭, એલન ડોનાલ્ડ ૪૦ રનમાં ૩ વિકેટ), દક્ષિણ આફ્રિકા : ૪૫.૧ ઓવરમાં ૧૮૦/૪ (કાલિસ ૭૯, રોબિનસિંહ ૩૪ રનમાં ૨ વિકેટ). દક્ષિણ આફ્રિકાનો ૬ વિકેટે વિજય.

૧૭ ઓક્ટોબર ૨૦૦૧ : કેન્યા : ૫૦ ઓવરમાં ૨૪૬/૬ (હરભજનને ૨ વિકેટ), ભારત : ૪૬.૪ ઓવરમાં ૧૭૬ (હરભજન ૩૭,ઓડોયોની ૩ વિકેટ). કેન્યાનો ૭૦ રને વિજય

૨૯ નવેમ્બર ૨૦૦૬ : દક્ષિણ આફ્રિકા ૫૦ ઓવરમાં ૨૪૩/૮ (હર્ષેલ ગિબ્સ ૯૩, કુંબલેને ૪૨ રનમાં ૨ વિકેટ), ભારત : ૩૮.૧ ઓવરમાં ૧૬૩ (ઇરફાન પઠાણ અણનમ ૪૭, કેમ્પને ૩ વિકેટ) દક્ષિણ આફ્રિકાનો ૮૦ રને વિજય

૨૧ જાન્યુઆરી ૨૦૧૧ : દક્ષિણ આફ્રિકા :   ૫૦ ઓવરમાં ૨૬૫/૭ (અમલા ૬૪, યુવરાજને ૩ વિકેટ), ભારત :૩૨.૫ ઓવરમાં ૧૪૨/૬ (કોહલી ૯૨ બોલમાં અણનમ ૮૭). દક્ષિણ આફ્રિકાનો ૪૮ રને વિજય.

Post Comments