Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે મુંબઈમાં ઈન્ડિયા-એ અને ઈંગ્લેન્ડ વચ્ચે આખરી પ્રેક્ટિસ વન ડે

- રહાણેની કેપ્ટન્સી હેઠળની ટીમમાં રૈના પણ રમશે : સવારે ૯.૦૦થી મેચ શરૃ થશે

મુંબઈ,તા.૧૧ બુધવાર, જાન્યઆરી 2017
પ્રવાસી ઈંગ્લેન્ડે ધોનીની કેપ્ટન્સી હેઠળની ઈન્ડિયા-એ સામેની પ્રેક્ટિસ વન ડેમાં વિજય મેળવ્યો હતો. હવે આવતીકાલે તેઓ રહાણેની કેપ્ટન્સી હેઠળની યુવા પ્રતિભાઓ ધરાવતી ઈન્ડિયા-એ સામેની બીજી અને આખરી પ્રેક્ટિસ વન ડે રમશે. રહાણેની આગેવાની હેઠળની ઈન્ડિયા-એ ટીમમાં સુરેશ રૈના તેમજ વિનય કુમાર જેવા ભારતીય ક્રિકેટરોને સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બરોડાના દિપક હૂડા અને સૌરાષ્ટ્રના શેલ્ડન જેક્સનને પણ ઈન્ડિયા-એ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. મુંબઈમાં રમાનારી વન ડે સવારે ૯.૦૦ વાગ્યાથી શરૃ થશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે તા.૧૫મી જાન્યુઆરીથી શરૃ થઈ રહેલી ત્રણ વન ડેની અને ત્યાર બાદ યોજાનારી ત્રણ ટી-૨૦ની શ્રેણી અગાઉની આ આખરી પ્રેક્ટિસ મેચ છે, જેના કારણે ઈંગ્લેન્ડની ટીમ માટે મહત્વની મનાય છે. રહાણેની કેપ્ટન્સી હેઠળની ઈન્ડિયા-એ ટીમમાં બરોડાના ઓલરાઉન્ડર દિપક હૂડાની સાથે સાથે સૌરાષ્ટ્રના બેટ્સમેન શેલ્ડન જેક્સનને પણ સામેલ કરવામાં આવ્યો છે. કેપ્ટન રહાણેએ પણ તેની ફિટનેસની સાબિતી આપવી પડશે. તેની સાથે તેણે ઝડપથી ફોર્મ પણ મેળવી લેવું પડશે.

આ ઉપરાંત રૈના પર પણ ફોર્મ દેખાડવાનું દબાણ રહેશે. આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમમાંથી સાઈડ લાઈન થયેલા વિનય કુમાર પણ પ્રેક્ટિસ મેચમાં સારા પર્ફોમન્સ થકી પસંદગીકારોનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરશે. ટીમમાં વિજય શંકર, પરવેઝ રસૂલ અને દિપક હૂડા જેવા ઓલરાઉન્ડર્સ છએ. જ્યારે ટીમમાં વિનય કુમાર, ડિન્ડા અને સંગવાન જેવા ફાસ્ટ બોલરોની સાથે સાથે લેફ્ટઆર્મ સ્પિનર નદિમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત યુવા પ્રતિભા ઋષભ પંત અને ઇશાન કિશાન પર પણ બધાની નજર રહેશે.

ઈન્ડિયા-એ  : ઋષભ પંત, અજિંક્યા રહાણે (કેપ્ટન), સુરેશ રૈના, દિપક હૂડા, ઈશાન કિશન (વિ.કી.), શેલ્ડન જેક્સન, વિજય શંકર, શાહબાઝ નદીમ, પરવેઝ રસૂલ, વિનય કુમાર, પ્રદિપ સંગવાન અને અશોક ડિન્ડા.
ઈંગ્લેન્ડ : મોર્ગન (કેપ્ટન), મોઈન અલી, બારિસ્ટો, બોલ, બિલિંગ, બટલર, ડાવસન, હેલ્સ, પ્લન્કેટ્ટ, રાશિદ, રોય, સ્ટોક્સ, વિલી, વોક્સ.

દ્રવિડની મદદને લીધે બેટીંગ સુધરી : બિલીંગ
મુંબઈ : ભારત સામેની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં આક્રમક ૯૩ રન ફટકારનારા ઈંગ્લેન્ડના સેમ બિલીંગે તેની સફળતાનો શ્રેય ભારતના ભૂતપૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને આપ્યો હતો. બિલીંગે કહ્યું કે, સ્પિન બોલિંગ સામે હું સારૃ રમી શકતો નહતો. જોકે આઇપીએલમાં મારી ટીમના મેન્ટર તરીકે દ્રવિડ હતો. તેણે મને સ્પિન બોલિંગ સામે રમતા શીખવ્યું. છ જ સપ્તાહમાં મારુ ફૂટવર્ક ઘણું જ સુધરી ગયું. તેની સાથેનો અનુભવ યાદગાર રહ્યો હતો. આ પ્રવાસમાં હું ફરી તેને મળવા માટે ઉત્સુક છું.  ઈંગ્લેન્ડને ઈન્ડિયા-એ સામેની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં જીત અપાવવામાં સેમ બિલીંગે મહત્વની ભૂમિકા ભજવી હતી.

ધોનીના વખાણ કરતાં બિલીંગે કહ્યું કે, તે ભારતમાં જ નહિ પણ વિદેશમાં પણ ભારે લોકપ્રિયતા ધરાવે છે. તેની કેપ્ટન તરીકેની કારકિર્દી પણ પ્રભાવશાળી રહી છે. તેણે પ્રેક્ટિસ મેચમાં જ જે પ્રકારની રમત બતાવી તે દર્શાવે છે કે,તેનામાં હજુ પણ ઘણું બધુ ક્રિકેટ બાકી છે. બિલીંગે ઊમેર્યું કે, ભારત સામેની શ્રેણીમાં અમારે હજુ અશ્વિન અને જાડેજા જેવા સ્પિનરોનો સામનો કરવાનો છે. જોકે અમે આ પડકાર માટેતૈયારી કરી લીધી છે. અમારી ટીમમાં પણ એવા ઘણા ક્રિકેટરો છે કે જેઓ સ્પિનરો સામે સારી રીતે બેટીંગ કરી શકે તેમ છે.

Post Comments