Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોચ તરીકે જોડાયો ત્યારે ડ્રેસિંગરૃમમાં વિશ્વાસનો અભાવ હતો : રવિ શાસ્ત્રી

- કોહલી અને કુમ્બલેના ટકરાવને સમર્થન આપતી શાસ્ત્રીની કોમેન્ટ

- તમામ મેચોમાં તો અશ્વિન-જાડેજાને રમાડી ન શકીએ

નવી દિલ્હી,તા.૧૩ સપ્ટેમ્બર બુધવાર 2017

ચેમ્પિયન્સ ટ્રોફીના પ્રારંભ અગાઉ જ ભારતીય કેપ્ટન અને તે સમયના કોચ કુમ્બલે વચ્ચે ટકરાવના અહેવાલો વહેતા થયા હતા અને આખરે કુમ્બલેએ રાજીનામું આપ્યું હતુ અને કોહલીના માનીતા રવિ શાસ્ત્રીને ફરી ટીમ ઈન્ડિયાના કોચની જવાબદારી સોંપવામાં આવી હતી. ભારતીય ટીમના કોચ તરીકેની શાસ્ત્રીની બીજી ઈનિંગને બે મહિના વીતી ગયા છે અને હવે તેણે કોહલી-કુમ્બલેના ટકરાવ અંગે વ્યૂહાત્મક કોમેન્ટ કરતાં કહ્યું હતુ કે, જ્યારે હું ટીમ ઈન્ડિયાના કોચ તરીકે જોડાયો ત્યારે ડ્રેસિંગરૃમમાં વિશ્વાસનો અભાવ હતો. જોકે મારા આગમન પછી બધુ ઝડપથી બદલાઈ ગયું. અગાઉ જ્યારે હું કોચ હતો, તે સમયે જે ખેલાડીઓ હતા, તે જ અત્યારે પણ છે. તેઓના ચહેરા મને જોઈને ખીલી ઉઠયા હતા.

વર્ષ ૨૦૧૬માં સચિન, ગાંગુલી અને લક્ષ્મણની સલાહકાર સમિતિએ શાસ્ત્રીને પડતો મૂકીને કુમ્બલેને કોચ બનાવ્યો હતો. જે પછી શાસ્ત્રી અને કુમ્બલે વચ્ચે તકરાર થઈ હતી. શાસ્ત્રીએ તે અંગે પણ કોમેન્ટ કરતાં કહ્યું હતુ કે, જ્યારે મને ભારતીય ટીમના કોચ તરીકે રિજેક્ટ કરવામાં આવ્યો ત્યારે હું ખુબ જ નિરાશ થયો હતો. એક ચેનલ સાથેની ખાસ વાતચીતમાં કુમ્બલેએ કહ્યું કે, જ્યારે હું કોચ તરીકે ભારતના ડ્રેસિંગરૃમમાં પાછો ફર્યો ત્યારે બધા ક્રિકેટરોના ચહેરા પર હાસ્ય પાછુ આવ્યું હતુ. તે સમયે મને લાગ્યું કે ડ્રેસિંગરૃમમાં વિશ્વાસનો અભાવ હતો, પણ ત્યાર બાદનો તો ઝડપથી બધું બદલાઈ ગયું હતુ. શાસ્ત્રીએ તેના માનીતા આર. શ્રીધરને ફિલ્ડિંગ, બી. અરૃણને બોલિંગ અને બાંગરને બેટીંગ કોચ તરીકે નિયુક્તિ અપાવી હતી. શાસ્ત્રીએ કહ્યું કે, હું સાતત્યમાં માનુ છું અને એટલે જ મેં એ જ સ્ટાફને કામગીરી સોંપી હતી.

કુમ્બલે અને જાડેજાને ઓસ્ટ્રેલિયા સામેની વન ડે માટેની ટીમમાં સામેલ ન કરવા અંગે શાસ્ત્રીએ કહ્યું હતુ કે, અમે બધી મેચોમાં અશ્વિન અને જાડેજાને રમાડી શકીએ નહિ. વર્લ્ડ કપને હજુ બે વર્ષની વાર છે એટલે અશ્વિનને ટીમમાં પુનરાગન કરવાની પુરતી તક મળશે. અમારી પ્રાથમિકતા ટેસ્ટ ક્રિકેટ છે અને અમે તેના તરફ વિશેષ ધ્યાન આપી રહ્યા છીએ.

૨૦૧૯ના ર્વ્લ્ડકપમાં ધોની અમારો સ્ટાર ખેલાડી રહેશે: શાસ્ત્રી

ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ ધોનીના ભારોભાર વખાણ કરતાં કહ્યું છે કે,ધોની જો હાલનું ફોર્મ અને ફિટનેસ જાળવી રાખશે તો તે ૨૦૧૯ના વર્લ્ડ કપમાં અમારો સ્ટાર ખેલાડી સાબિત થઈ શકે છે. તે અમારા આગામી વર્લ્ડ કપના આયોજનમાં ખુબ જ મહત્વનું સ્થાન ધરાવે છે.  ધોની આજે પણ દુનિયાનો નંબર વન વિકેટકિપર છે. તે સૌથી ઝડપી પણ છે. ટેસ્ટ ક્રિકેટમાંથી બ્રેક લેવાનો તેનો નિર્ણય અસરકારક સાબિત થયો છે અને તે ભારતીય ક્રિકેટ ટીમની ધરોહર સમાન છે અને ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગરૃમમાં એક પરિપક્વ સિનિયર ખેલાડી તરીકેનું સ્થાન ધરાવે છે. નોંધપાત્ર છે કે, શાસ્ત્રીએ અગાઉ આડકતરી રીતે ધોની પર ભીંસ વધારતા કોમેન્ટ કરી હતી કે, તેણે પોતાની પ્રતિભાની સાબિતી આપવી પડશે. જોકે શ્રીલંકા પ્રવાસમાં વન ડેમાં ભારતના ટોપ ઓર્ડરના ધબડકા બાદ ધોનીએ એકલા હાથે સંઘર્ષ કરતાં ભારતને જીતની રાહ તરફ અગ્રેસર કર્યું હતુ અને આ પછી જ શાસ્ત્રી સતત ધોનીના વખાણ કરી રહ્યો છે.

Post Comments