Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મારી સામેના બે બેટસમેનો રનઆઉટ થતાં દોષની લાગણી અનુભવતો હતો

- રોહિત શર્માએ સદી બાદ ઉજવણી ન હતી કરી  :  'રોહિત વન-ડેમાં ત્રેવડી સદી પણ ફટકારી શકે' : દિનેશ લાડ

સેન્ચુરિયન, તા. ૧૪ ફેબ્રુઆરી 2018, બુધવાર

ટેસ્ટ અને વન-ડેની મળીને આઠ ઇનિંગમાં નિષ્ફળતા બાદ રોહિત શર્માએ મંગળવારે પાંચમી વન-ડેમાં સદી ફટકારીને ભારતને સાઉથ આફ્રિકામાં સૌ પ્રથમ શ્રેણી વિજય માટે મહત્તમ યોગદાન આપ્યું હતું. તેણે આવી અમૂલ્ય સદી ફટકારી છતાં મેદાન પર ઉજવણી નહતી કરી. પેવેલિયનમાં જઇને પણ તે નિરાશ હતો. આ માટેનું કારણ આપતા તેણે કહ્યું કે મારી ભૂલને લીધે બે બેટસમેનો કોહલી અને રહાને રનઆઉટ થયા હતા. મને આનાથી ભારે દુ:ખ થયું હતું. મીડલ ઓર્ડરના બે બેટસમેનો રન આઉટ થઈ જતાં હું મારી ઇનિંગ પ્રત્યે ગંભીર બન્યો હતો. મેં નિર્ધાર કર્યો હતો કે સમગ્ર બોજ માથે લઇને ટીમને સલામત સ્કોરે લઇ જવાનો નિર્ધાર કર્યો હતો. મેં સદી પુરી કરી ત્યારે મારૃ લક્ષ્ય તે સીમાચિહ્ન પર હતું જ નહીં. આ સાથે રોહિત શર્મા તેંડુલકર (૪૯), કોહલી (૩૪) અને ગાંગુલી (૨૨) પછી સૌથી વધુ સદી ફટકારનાર ચોથા ક્રમનો ભારતીય બેટસમેન બન્યો છે.રોહિત શર્મા ખૂબ જ કંગાળ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો હતો. ટેસ્ટ અને વન-ડેની છેલ્લી ઇનિંગમાં તેનો આ અગાઉનો સર્વોચ્ચ સ્કોર ૪૬ રનનો હતો.

રોહિત શર્માએ હજુ ભારતની ટેસ્ટ ટીમમાં તેનું સ્થાન નિશ્ચિત નથી કર્યું પણ વન-ડેમાં તે કોહલી જેટલો જ મહત્વનો બેટસમેન છે. તે ત્રણ વન ડે બેવડી સદી ફટકારનાર વિશ્વનો એક માત્ર બેટસમેન છે. તેના અંગત કોચ દિનેશ લાડ તો એટલે સુધી કહે છે કે જો રોહિત શર્માને પૂરતી ઓવરો જો ફૂટવર્ક અને ફોર્મમાં હોય અને રમવા મળે તો તે વન-ડેમાં ત્રેવડી સદી પણ ફટકારી શકે તેવો વિસ્ફોટક બેટસમેન છે.

Post Comments