Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજની હૈદરાબાદ સામેની ટી-૨૦ મેચમાં બેંગ્લોરને જીતનો જુસ્સો જાળવવાની આશા

- પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન ધરાવતું હૈદરાબાદ જીતવા માટે ફેવરિટ : બેંગાલુરુમાં રાત્રે ૮.૦૦થી મેચ

બેંગાલુરુ,તા.16 મે 2018,બુધવાર

આઇપીએલના પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન ધરાવતા સનરાઈઝર્સ હૈદરાબાદનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે આવતીકાલે થશે. હોમગ્રાઉન્ડ પર રમી રહેલા બેંગ્લોરને જીતનો સિલસિલો જાળવી રાખવાની આશા છે. જ્યારે વિલિયમસનની આગેવાની હેઠળની હૈદરાબાદની ટીમ બેંગ્લોર સામે જીતવા માટે હોટફેવરિટ છે.

કોહલીની ટીમને પ્લે ઓફ માટેની રેસમાં ટકી રહેવા માટે હવે દરેક મેચ જીતવી ફરજીયાત છે. તેમણે છેલ્લી મેચમાં કિંગ્સ ઈલેવનને એકતરફી મુકાબલામાં કચડીને પોતાનું ફોર્મ સાબિત કરી દીધું છે.  બેંગાલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આવતીકાલે રાત્રે ૮.૦૦ વાગ્યાથી મેચ શરૃ થશે.

કોહલીની આગેવાની હેઠળની બેંગ્લોરની ટીમના બોલરો ઉમેશ યાદવ તેમજ ચહલે ફોર્મ મેળવ્યું છે. બેંગ્લોરની બેટીંગનો મદાર કેપ્ટન કોહલીની સાથે સાથે સાઉથ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન ડી વિલિયર્સ પર વિશેષ રહેલો છે. તેમને મોઈન અલી તેમજ કોરેય એન્ડરસન જેવા ખેલાડીઓ પાસેથી વધુ સારા પર્ફોમન્સની આશા છે. કોહલીએ ૧૨ મેચમાં ૫૧૪ અને ડી વિલિયર્સે ૧૦ મેચમાં ૩૫૮ રન ફટકાર્યા છે. ઉમેશ યાદવે ૧૭ વિકેટ ઝડપી છે.

બીજી તરફ હૈદરાબાદનો મદાર કેપ્ટન વિલિયમસનની સાથે સાથે ધવન પર રહેલો છે. કેપ્ટન વિલિયમસને ૫૪૪નો રન ફટકાર્યા છે. જ્યારે શિખર ધવને ૩૬૯ રન નોંધાવ્યા છે. આ ઉપરાંત ટીમને મુશ્કેલીમાં ઉગારતાં મનીષ પાંડે (૧૮૯), યુસુફ પઠાણ અને શાકીબ (૧૬૬) જેવા બેટ્સમેનોએ પમ ઉપયોગી બેટીંગ કરી છે.

હૈદરાબાદ પાસે અસરકારક અને સંતુલિત બોલિંગ આક્રમણ છે. ભારતીય સ્ટાર બોલર ભુવનેશ્વર કુમારની સાથે સાથે સિદ્ધાર્થ કૌલ, સંદીપ શર્માએ પ્રભાવ પાડયો છે. આંતરરાષ્ટ્રીય સુપરસ્ટાર સ્પિનર્સ - રાશિદ ખાન અને શાકીબની સામે રમવામાં હરિફ બેટ્સમેનોને મુશ્કેલી પડતી જોઈ શકાય છે. આવી સ્થિતિમાં બેંગ્લોરના બેટસમેનોની કસોટી થશે તે નક્કી મનાય છે.

બેંગ્લોરની ટીમમાં ગુજરાતનો વિકેટકિપર બેટ્સમેન પાર્થિવ પટેલ સામેલ છે. જ્યારે હૈદરાબાદની ટીમમાં બરોડાનો ઓલરાઉન્ડર દીપક હૂડા સામેલ છે.

Post Comments