Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

IPLની હરાજીમાં ૧,૧૨૨ ક્રિકેટરોનું ભાવિ નક્કી થશે

- ફ્રેન્ચાઈઝીઓના 'વિશલિસ્ટ' બાદ ખેલાડીઓની સંખ્યા ઘટશે

- ૨૮૨ વિદેશી ક્રિકેટરો IPLની હરાજીમાં સામેલ થશે

નવી દિલ્હી,તા.૧૩ જાન્યુઆરી 2018, શનિવાર

ઈન્ડિયન પ્રીમિયર લીગની હરાજીમાં કુલ મળીને ૧,૧૨૨ ખેલાડીઓ જોડાયા છે,જેમાંથી ૨૮૨ ખેલાડીઓ વિદેશી છે. આઇપીએલની ગવર્નિંગ કાઉન્સીલે ૧,૧૨૨ ખેલાડીઓની યાદી ફ્રેન્ચાઈઝીને સોંપી દીધી છે અને તેઓ 'વિશલિસ્ટ' તૈયાર કરીને ગવર્નિંગ કાઉન્સીલને પાછું આપશે, જે પછી હરાજીમાં મુકાનારા ખેલાડીઓની સંખ્યામાં ઘટાડો થશે તે નક્કી મનાય છે. આઇપીએલની હરાજી માટેના ૧,૧૨૨ ખેલાડીઓમાંથી ૨૮૧ ખેલાડીઓ કેપ્ડ એટલે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂકેલા અને ૮૩૮ ખેલાડીઓ અનકેપ્ડ એટલે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ન રમેલા છે. વધુમાં આ યાદીમાં ૭૭૮ ખેલાડીઓ ભારતીય છે. જ્યારે ત્રણ અન્ય ખેલાડીઓ એસોસિએટ દેશોના છે.

હરાજીમાં મુકાનારા સુપરસ્ટાર્સ
આ વખતે આઇપીએલની હરાજીમાં ઘણા સુપરસ્ટાર્સ મુકાશે, જેમાં વિન્ડિઝના ક્રિસ ગેલ, ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્ક, ક્રિસ લીન, મેક્સવેલ, કમિન્સ, ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર સ્ટોક્સ, ઈંગ્લેન્ડનો કેપ્ટન રૃટ, સાઉથ આફ્રિકાના અમલા, ડી કૉક અને રબાડા વિગેરેનો સમાવેશ થાય છે. જ્યારે હરાજીમાં મુકાનારા ભારતીય સ્ટાર્સમાં આર. અશ્વિન, લોકેશ રાહુલ, અજિંક્યા રહાણે, યુવરાજ સિંઘ અને ગૌતમ ગંભીરનો સમાવેશ થાય છે.

૧૮ ખેલાડીઓ રિટેન થઈ ચૂક્યા છે
આઇપીએલની ગવર્નિંગ કાઉન્સીલે ફ્રેન્ચાઈઝીઓને મહત્તમ ત્રણ ખેલાડીઓ રિટેન કરવાની છુટ આપી હતી. જે અંતર્ગત ફ્રેન્ચાઈઝીઓએ કુલ મળીને ૧૮ ખેલાડીઓને રિટેન કર્યા છે. ચેન્નાઈએ ધોની,જાડેજા અને રૈનાને, મુંબઈએ રોહિત, હાર્દિક અને જસપ્રીતને, બેંગ્લોરે કોહલી, ડી વિલિયર્સ અને સરફરાઝને, કોલકાતાએ નારાયણ અને રસેલને, દિલ્હીએ રિષભ પંત, મોરીસ અને ઐયરને, કિંગ્સ ઈલેવન પંજાબે અક્ષર પટેલને, હૈદરાબાદે વોર્નર અને ભુવનેશ્વરને, રાજસ્થાને સ્ટીવ સ્મિથને રિટેન કર્યા હતા.

Post Comments