Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જાડેજાને ફરી વર્લ્ડ નંબર વન ટેસ્ટ બોલર-ઓલરાઉન્ડર બનવાની તક

કોલકાતા,તા.૧૪ નવેમ્બર મંગળવાર 2017

થોડા સમય અગાઉ આઇસીસીના ટેસ્ટ બોલિંગ રેન્કિંગ તેમજ ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં ભારતીય સ્પિન બોલિંગ જોડી - રવિન્દ્ર જાડેજા તેમજ આર. અશ્વિન છવાઈ ગયા હતા. જોકે ત્યાર બાદ તેમને ટોચનું સ્થાન ગુમાવવું પડયું હતુ. જોકે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમમાં સ્થાન ધરાવતા સૌરાષ્ટ્રના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ફરી વખત વર્લ્ડ નંબર વન ટેસ્ટ બોલર અને ઓલરાઉન્ડર બનવાની તક છે. જાડેજા હાલમાં ટેસ્ટ બોલર્સ અને ઓલરાઉન્ડર્સની યાદીમાં બીજું સ્થાન ધરાવે છે. જોકે બોલર્સની યાદીમાં તે વર્લ્ડ નંબર વન ઈંગ્લિશ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન કરતાં માત્ર૧૨ પોઈન્ટ પાછળ છે. એન્ડરસનના ૮૯૬ અને જાડેજાના ૮૮૪ પોઈન્ટ છે. ટોપ -૧૦ બોલર્સમાં અશ્વિન ૮૫૨ પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે.

જ્યારે ઓલરાઉન્ડર્સની યાદીમાં જાડેજા બીજા સ્થાને છે. તેના રેટિંગ પોઈન્ટ્સ ૪૩૦ છે. જ્યારે વર્લ્ડ નંબર વન બાંગ્લાદેશનો શાકિબ તેના કરતાં ૮ પોઈન્ટ જ આગળ છે. જો જાડેજાનું પર્ફોમન્સ અગાઉની જેમ શ્રીલંકા સામે પ્રભાવક રહેશે તો તે બંને રેન્કિંગમા ટોચ પર આવી જશે.

ટેસ્ટ બેટ્સમેનોમાં ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન સ્મિથ નંબર વન છે. જ્યારે ભારતનો નંબર વન ટેસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પુજારા છે,જેને ચોથો ક્રમ (૮૭૬) આપવામાં આવ્યો છે. કોહલીને ૮૦૬ પોઈન્ટ સાથે છઠ્ઠુ સ્થાન મળ્યું છે. લોકેશ રાહુલ આઠમા અને અજિંક્યા રહાણે નવમા સ્થાને છે.

Post Comments