Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજથી ઓલ ઈંગ્લેન્ડ બેડમિંટન ચેમ્પિયનશીપનો પ્રારંભ

- સિંધુ, શ્રીકાંત અને સાયના પર ભારતીય ચાહકોની નજર

- એચએસ પ્રનોય અને સાઈ પ્રણિત પણ મેન્સ સિંગલ્સમાં ભાગ લેશે

લંડન, તા. ૧૩ માર્ચ 2018, મંગળવાર

બેડમિંટનની સિઝનમાં અત્યંત પ્રતિષ્ઠિત ગણાતી ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશીપનો આવતીકાલથી પ્રારંભ થશે. દુનિયાના ટોચના બેડમિંટન ખેલાડીઓ વચ્ચે ચેમ્પિયન બનવા માટે જંગ જામશે, જેમાં ભારતની પી.વી. સિંધુ, સાયના નેહવાલ, કિદામ્બી શ્રીકાંત તેમજ એચ.એસ. પ્રનોય અને સાઈ પ્રણિત જેવા ખેલાડીઓ પણ ટાઈટલ જીતવા માટે દાવેદારી નોંધાવશે. આ તમામ ખેલાડીઓ સિંગલ્સ કેટેગરીમાં સ્પર્ધામાં ઉતરશે.

ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશીપમાં ભારતની ચાર ડબલ્સ જોડીઓ પણ સ્પર્ધામાં ઉતરવાની છે. ઈન્ડોનેશિયા ઓપનના સેમિ ફાઈનલીસ્ટ ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રાન્કીરેડ્ડી તેમજ મનુ અત્રી અને બી.સુમીત રેડ્ડી મેન્સ ડબલ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જ્યારે વિમેન્સ ડબલ્સમાં અશ્વિની પોનપ્પા અને એન. સિક્કી રેડ્ડીની જોડી સ્પર્ધામાં ઉતરશે. મિક્સ ડબલ્સમાં પ્રનવ જેરી ચોપરા અને એન. સિક્કી રેડ્ડીની જોડી ભાગ લઈ રહી છે.

વર્લ્ડ રેન્કિંગમાં હાયર રેન્ક ધરાવતા પી.વી. સિંધુ અને કિદામ્બી શ્રીકાંતને આસાન ડ્રો મળ્યા છે. સિંધુને પ્રથમ રાઉન્ડમાં થાઈલેન્ડની ઓછી જાણીતી ખેલાડી પોનપાવી ચોચુવોંગ સામે રમવાનું છે. જ્યારે કિદામ્બી શ્રીકાંતની ટક્કર ફ્રાન્સના બ્રાઇસ લેવેરઝેડ સામે થશે. જોકે સાયના નેહવાલને મુશ્કેલ ડ્રો મળ્યો છે અને તેને પહેલા જ રાઉન્ડમાં વર્લ્ડ રેન્કિંગમાં ટોચનું સ્થાન ધરાવતી તાઈપેઈની તાઈ ત્ઝુ યીંગ સામે રમવાનું છે. સાયના વર્લ્ડ નંબર વન સામે તેની છેલ્લી સાત મેચો હારી ચૂકી છે. પ્રણિતની ટક્કર વર્લ્ડ નંબર વનનું સ્થાન ધરાવતા સાઉથ કોરિયાના સોન વાન હો સામે થશે. જ્યારે પ્રનોયનો મુકાબલો તાઈપેઈના ચોઈ ટીએન ચેન સામે થશે.

અત્યાર સુધી માત્ર ભારતના માત્ર બે જ ખેલાડી ચેમ્પિયન બની ચૂક્યા છે. પ્રકાશ પદુકોણેએ ૧૯૮૦માં મેન્સ સિંગલ્સ ટાઈટલ જીત્યું હતુ. જે પછી ૨૦૦૧માં પુલેલા ગોપીચંદે આ ખિતાબ મેળવ્યો હતો. ભારતની સાયના નેહવાલ ૨૦૧૭માં અહી ફાઈનલમા પ્રવેશી હતી, પણ તેને સ્પેનની કારોલીના મરીને હરાવી હતી. જ્યારે ભારતની પી.વી. સિંધુ ૨૦૧૭માં અહી ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચી શકી હતી.

Post Comments