Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

2007નો વર્લ્ડ કપ મારી કારકિર્દીનો સૌથી લોએસ્ટ પોઈન્ટ હતો : તેંડુલકર

- ચેપલના પ્રયોગોને કારણે ભારતે 2007ના વર્લ્ડ કપમાં પહેલા રાઉન્ડમાં બહાર ફેંકાયું હતુ

- 2007ના વર્લ્ડ કપ બાદ લીધેલા નિર્ણયો અસરકારક સાબિત થયા

મુંબઈ, તા. 12 સપ્ટેમ્બર, 2017, મંગળવાર

ભારતનો લેજન્ડરી સુપરસ્ટાર સચિન તેંડુલકર માને છે કે, મારી આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં સૌથી લોએસ્ટ પોઈન્ટ 2007નો વર્લ્ડ કપ રહ્યો હતો. જેનો રંજ આજે પણ મને છે. જોકે તે પછડાટ પછી અમે જે નિર્ણય લીધા તે અસરકારક સાબિત થયા હતા.

૨૦૦૭માં ભારતીય ટીમના કોચ ચેપલે કરેલા પ્રયોગોને કારણે ટીમ ઈન્ડિયાના સિનિયરોમાં ભારે નારાજગી હતી. ટીમ ઈન્ડિયાનો દેખાવ કંગાળ રહ્યો હતો અને તેઓ પહેલા જ રાઉન્ડમાં હારીને બહાર ફેંકાયા હતા. તેંડુલકરે કહ્યું કે, મારી આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં વર્ષ 2006-૦7નો સમય ગાળો નિરાશાજનક રહ્યો હતો. અમે 2007ના વર્લ્ડ કપમાં તો સુપર એઈટમાં પણ ક્વોલિફાય થઈ શક્યા નહતા. જોકે તે નિષ્ફળતા બાદ અમે કેટલાક મહત્વના નિર્ણયો લીધા અને અમે નવી દિશામાં આગળ વધવાનું શરુ કર્યું હતુ.

તેંડુલકરે કહ્યું કે, 2007ના વર્લ્ડ કપની હાર અમારા માટે અત્યંત મુશ્કેલ હતી. અમે દુનિયાને દેખાડવા માગતા હતા કે, અમારી ક્ષમતા શું છે ? આ જ કારણે અમે ઘણા બધા પરીવર્તનો કર્યા. અમારી સામે હવે લક્ષ્ય નક્કી હતુ અને અમે તેને હાંસલ કરવા માટે કટિબદ્ધ રહ્યા. અમારા નિર્ણયને વળગી રહ્યા અને તેના પરીણામ સ્વરુપ અમને ઘણા સારા પરીણામ મળ્યા.

લેજન્ડરી સુપરસ્ટાર બેટ્સમેને કહ્યું કે, અમારે ઘણી બધી પરિસ્થિતિને બદલવી પડી. તે સમયે અમને ખબર નહતી કે, અમારો આ નિર્ણય યોગ્ય છે કે નહિ, પરીવર્તન કંઈ રાતોરાત નહતુ આવ્યું. અમારે નવી સિસ્ટમ ગોઠવ્યા બાદ લાંબી રાહ જોવી પડી હતી. હકીકત તો એ છે કે, મને વર્લ્ડ કપ ટ્રોફી જીતતા ૨૧ વર્ષનો સમય લાગ્યો હતો.

Post Comments