Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઈંગ્લેન્ડની વન ડે ટીમમાં સ્ટોક્સ-હેલ્સનો સમાવેશ

- સ્ટોક્સ ઓસ્ટ્રેલિયામાં વન ડે શ્રેણી રમવા અનિશ્ચિત

લંડન,તા.૭ ડિસેમ્બર 2017 ગુરુવાર

ઈંગ્લેન્ડે એશિઝ ટેસ્ટ શ્રેણી બાદ ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર યોજાનારી પાંચ વન ડેની શ્રેણી માટેની ટીમમાં વિવાદિત ઓલરાઉન્ડર બૅન સ્ટોક્સ અને એલેક્સી હેલ્સને ટીમમાં સામેલ કર્યા છે. બ્રિસ્ટલમાં એક બારની બહાર થયેલી મારા-મારી બાદ સ્ટોક્સ અને હેલ્સ વિન્ડિઝ સામેની આખરી બે વન ડે રમી શક્યા નહતા. હેલ્સને તો પોલીસે ક્લિન ચિટ આપી દીધી છે, પણ સ્ટોક્સ સામે આરોપ મુકાશે તેમ મનાય છે. જો પોલીસ કાર્યવાહી આગળ ધપાવશે તો સ્ટોક્સ વન ડે શ્રેણી ગુમાવે તેવી શક્યતા છે.

સ્ટોક્સે બ્રિસ્ટલના બારની બહાર દારૃ પીને એક શખ્સ સાથે મારા-મારી કરી હતી અને તેને ચહેરા પર ઈજા પહોંચાડી હતી. આ દરમિયાન તેને આંગળીમાં ફ્રેકચર થયું હતુ. સ્ટોક્સનું ભવિષ્ય તો અનિશ્ચિત છે જ, સાથે સાથે હેલ્સની સામે ઈંગ્લેન્ડનું ક્રિકેટ બોર્ડ શિસ્તભંગની તપાસ ચલાવી રહ્યું છે અને આ કારણે તેના વન ડે શ્રેણીમાં રમવા અંગે પણ હજુ સ્થિતિ સ્પષ્ટ નથી.

દરમિયાનમાં ઈંગ્લેન્ડની વન ડે ટીમમાં જેસન રોયનું પુનરાગમન થયું છે અને બારીસ્ટોએ ઓપનર તરીકેનું સ્થાન નિશ્ચિત કર્યું છે.

ઈંગ્લેન્ડની વન ડે ટીમ : મોર્ગન (કેપ્ટન), જેસન રોય, બારીસ્ટો, હેલ્સ, રૃટ, બિલીંગ, બટલર, સ્ટોક્સ, મોઈન અલી, રશિદ, રૃટ, વિલી, પ્લન્કેટ્ટ, કરન, માર્ક વૂડ અને જેક બોલ.

ઓસી.-ઈંગ્લેન્ડ વન ડે શ્રેણી

તારીખ

મેચ

સ્થળ

જાન્યુઆરી

-

-

૧૪

પ્રથમ વન ડે

મેલબોર્ન

૧૯

બીજી વન ડે

બ્રિસબેન

૨૧

ત્રીજી વન ડે

સીડની

૨૬

ચોથી વન ડે

એડીલેડ

૨૮

પાંચમી વન ડે

પર્થ


ભારતીય સમય પ્રમાણે તમામ મેચો સવારે ૮.૫૦થી શરૃ થશે.

Post Comments