Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ધવનના શતક બાદ શ્રીલંકાની વળતી લડત : ભારતના ૬ વિકેટે ૩૨૯ રન

- ધવન (૧૧૯) અને લોકેશ (૮૫) સિવાયના ટોપ ઓર્ડરના બેટ્સમેનો પ્રભાવ પાડી ન શક્યા

- પુષ્પકુમારાની ત્રણ અને સનદાકનની બે વિકેટ

પાલેકલ, તા. 12 ઓગસ્ટ, 2017, શનિવાર

ઓપનર ધવને કારકિર્દીની છઠ્ઠી ટેસ્ટ સદી સાથેની ૧૧૯ રન અને લોકેશે ૮૫ રન ફટકારતાં ભારતે શ્રીલંકા સામેની શ્રેણીની ત્રીજી અને આખરી ટેસ્ટમાં મજબુત શરૃઆત બાદ પકડ ગુમાવતા છ વિકેટે ૩૨૯ રન કર્યા હતા. એક તબક્કે ભારતનો સ્કોર ૧૮૮/૦ હતો. જોકે શ્રીલંકાના સ્પિનરો પુષ્પકુમારા અને સનદાકને અનુક્રમે ત્રણ અને બે વિકેટ ઝડપતાં ભારતના મીડલ ઓર્ડરનો મિની ધબડકો થયો હતો. પ્રથમ દિવસની રમતના અંતે સાહા ૧૩ અને હાર્દિક પંડયા ૧ રને ક્રિઝ પર હતા. હવે આવતીકાલે ભારત ૪૦૦ના સ્કોરને પાર કરવાના ઈરાદા સાથે મેદાન પર ઉતરશે.

પાલેકલમાં શરૃ થયેલી ટેસ્ટમાં ભારતે અપેક્ષા પ્રમાણે જાડેજાના સ્થાને કુલદીપને સામેલ કર્યો હતો. ભારતે ટોસ જીતીને બેટીંગ પસંદ કરી હતી અને ધવન અને લોકેશની ઓપનિંગ જોડીએ ૩૯.૨ ઓવરમાં વિના વિકેટે ૧૮૮ રન કર્યા હતા. જોકે ત્યાર બાદની ૫૦.૪ ઓવરમાં ભારતે માત્ર ૧૪૧ રન જોડતાં છ વિકેટ ગુમાવી દીધી હતી.

ધવનની સદી : લોકેશ સાથે શતકીય ઓપનિંગ ભાગીદારી
ભારતે ટોસ જીતીને બેટીંગ પસંદ કરી હતી અને શિખર ધવન તેમજ લોકેશ રાહુલની જોડીએ ભારતને સંગીન શરૃઆત અપાવી હતી. ધવને કારકિર્દીની છઠ્ઠી અને શ્રીલંકાના વર્તમાન પ્રવાસમાં બીજી સદી ફટકારતાં ૧૨૩ બોલમાં ૧૭ ચોગ્ગા સાથે ૧૧૯ રન ફટકાર્યા હતા.ધવન અને લોકેશ રાહુલની જોડીએ આક્રમક શરૃઆત કરતાં ૩૯.૨ ઓવરમાં ૧૮૮ રનની ભાગીદારી કરી હતી. આ સાથે લાગતુ હતુ કે ભારત ફરી વખત શ્રીલંકાના બોલરો પર હાવી થઈ જશે અને પ્રભુત્વ જમાવશે. લોકેશ રાહુલે શાનદાર દેખાવ કરતાં સાતમી ઈનિંગમાં ૫૦થી વધુનો સ્કોર કરતાં ૧૩૫ બોલનો સામનો કરતાં ૮ ચોગ્ગા સાથે ૮૫ રન ફટકાર્યા હતા.

શ્રીલંકાના બોલરોએ પહેલી વખત આત્મવિશ્વાસ બતાવ્યો
ઓપનિંગ જોડી ભારતને જંગી સ્કોર તરફ આગળ ધપાવી રહી હતી, ત્યારે પહેલી વખત શ્રીલંકાના બોલરોએ આત્મવિશ્વાસ સાથે દેખાવ કરતાં લોકેશ રાહુલની વિકેટ ઝડપી હતી. શ્રીલંકાના સ્પિનર પુષ્પકુમારાએ લોકેશને આઉટ કર્યો હતો. આ પછી ધવન પણ તેનો શિકાર બન્યો હતો. શરૃઆતની બંને ટેસ્ટમાં સદી ફટકારનારા પુજારાને ૮ રને સનદાકને આઉટ કર્યો હતો. શ્રીલંકાના બોલરોએ ભારતીય બેટ્સમેનોને શ્રેણીમાં પહેલી વખત પરેશાન કર્યા હતા. વિરાટ કોહલીએ ૮૪ બોલમાં ૩ ચોગ્ગા સાથે ૪૨ રન ફટકાર્યા હતા. રહાણે ૧૭ અને અશ્વિન ૩૧ રને આઉટ થયા હતા.

હવે સાહા અને હાર્દિક પંડયા પર મદાર
ભારતનો મદાર હવે સાહા અને હાર્દિક પંડયાની જોડી પર છે. જે ભારતની આખરી આધારભૂત બેટીંગ જોડી છે. શ્રીલંકા પ્રવાસમાં ટેસ્ટ કેપ મેળવનારા હાર્દિક પંડયાએ તેની પહેલી જ મેચમાં આક્રમક અડધી સદી ફટકારી હતી. જે પછી હવે ટીમને તેની પાસેથી વધુ એક યાદગાર ઈનિંગની આશા છે. જ્યારે સાહા પર પણ પર્ફોમન્સનું દબાણ સર્જાયું છે. ભારત હવે આવતીકાલની રમતમાં વધુમાં વધુ સમય બેટીંગ કરતાં સ્કોરને ૪૦૦ને પાર પહોંચાડવાનો પ્રયાસ કરશે.

ભારત પ્રથમ ઈનિંગ

 

રન

બોલ

ધવન કો.ચાંદીમલ બો.પુષ્પકુમારા

૧૧૯

૧૨૩

૧૭

રાહુલ કો.કરૃણારત્ને બો.પુષ્પકુમારા

૮૫

૧૩૫

પુજારા કો.મેથ્યૂસ બો.સનદાકન

૩૩

કોહલી કો.કરૃણારત્ને બો.સનદાકન

૪૨

૮૪

રહાણે બો.પુષ્પકુમારા

૧૭

૪૮

અશ્વિન કો.ડિકવેલા બો.ફર્નાન્ડો

૩૧

૭૫

સાહા રમતમાં

૧૩

૩૮

હાર્દિક પંડયા રમતમાં

વધારાના (લેગબાય ૫,

 

 

 

 

બાય ૬, નો બોલ ૨)

૧૩

 

 

 

કુલ ૯૦ ઓવરમાં છ વિકેટે

૩૨૯

 

 

 

વિકેટનો ક્રમ:  ૧-૧૮૮ (રાહુલ, ૩૯.૩), ૨-૨૧૯ (ધવન, ૪૭.૧), ૩-૨૨૯ (પુજારા, ૫૦.૧), ૪-૨૬૪ (રહાણે, ૬૫.૪), ૫-૨૯૬ (કોહલી, ૭૮.૨), ૬-૩૨૨ (અશ્વિન, ૮૭.૬)

બોલિંગ : ફર્નાન્ડો ૧૯-૨-૬૮-૧, કુમારા ૧૫-૧-૬૭-૦, કરૃણારત્ને ૫-૦-૨૩-૦, ડી.પરેરા ૮-૧-૩૬-૦, સનદાકન ૨૫-૨-૮૪-૨, પુષ્પકુમારા ૧૮-૨-૪૦-૩.

Post Comments