Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શ્રીલંકા સામે ઝિમ્બાબ્વેની અણધારી લડત, ટેસ્ટ રસપ્રદ બની

- એકમાત્ર ટેસ્ટમાં ૩૮૮ રનના લક્ષ્યાંક સામે શ્રીલંકાના ૧૭૦/૩

- રઝાના ૧૨૭, હેરાથની મેચમાં ૧૧ વિકેટ

કોલંબો, તા.17 જુલાઇ, 2017, સોમવાર

આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં શૂન્ય પોઇન્ટ સાથે ૧૦મું સ્થાન ધરાવતી ઝિમ્બાબ્વેની ટીમે યજમાન શ્રીલંકાને એકમાત્ર ટેસ્ટ મેચમાં હંફાવવાનું જારી રાખ્યું છે. એકમાત્ર ટેસ્ટ જીતવા માટે ઝિમ્બાબ્વેએ શ્રીલંકાને ૩૮૮ રનનો પડકાર આપ્યો છે. જેની સામે શ્રીલંકાએ ચોથા દિવસને અંતે ૩ વિકેટે ૧૭૦ રન નોંધાવ્યા હતા.

આમ, વિજય માટે ઝિમ્બાબ્વેને ૬ વિકેટની જ્યારે શ્રીલંકાને ૨૧૮ રનની જરૃર છે. એશિયન ધરતી ઉપર  હજુ સુધી કોઇપણ ટીમ ટેસ્ટ ક્રિકેટમાં ૩૮૮ રનનો લક્ષ્યાંક વટાવી શકી નથી. ૩૮૭ રનનું ટાર્ગેટ વટાવવા સાથે હાલમાં આ રેકોર્ડ ભારતને નામે છે. ટેસ્ટ ક્રિકેટમાં શ્રીલંકાનો સર્વશ્રેષ્ઠ રનચેઝ ૩૫૨ રનનો છે, જે તેણે ૨૦૦૬માં દક્ષિણ આફ્રિકા સામે વટાવ્યો હતો. આમ, આ ટેસ્ટમાં જે પણ ટીમ વિજય મેળવે ઈતિહાસ સર્જાશે તે નિશ્ચિત છે.

અગાઉ ઝિમ્બાબ્વેએ ચોથા દિવસનો પ્રારંભ ૬૮ ઓવરમાં ૬ વિકેટે ૨૫૬ રનથી કર્યો હતો. સિકંદર રઝાની સદી બાદ નીચલા ક્રમના બેટ્સમેનોની મક્કમ બેટિંગથી ઝિમ્બાબ્વેએ ૩૭૭ રન નોંધાવ્યા હતા. રંગાના હેરાથે કારકિર્દીમાં ૮મી વખત ટેસ્ટમાં ૧૦ વિકેટની સિદ્ધિ મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, ૧૦ રનની સરસાઇ સાથે ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમનો સ્કોર એક તબક્કે ૪ વિકેેટે ૨૩ અને ૫ વિકેટે ૫૯ હતો. આમ, આ સ્થિતિમાંથી ઝિમ્બાબ્વેએ શ્રીલંકાને અણધારી લડત આપી છે.

શ્રીલંકા સામે બંને ઇનિંગ્સમાં ૩૫૦થી વધુનો સ્કોર હોય થયો હોય તેવી આ પાંચમી ઘટના છે. અગાઉ ભારત (૧૯૯૩, ૨૦૦૯) અને ઓસ્ટ્રેલિયા (૧૯૮૯ , ૨૦૦૪) દ્વારા જ આ સિદ્ધિ મેળવવામાં આવી છે.

ઝિમ્બાબ્વે (પ્રથમ દાવ) ૩૫૬
શ્રીલંકા (પ્રથમ દાવ) ૩૪૬
ઝિમ્બાબ્વે (બીજો દાવ, ૨૫૨/૬થી આગળ)

 

રન

બોલ

રઝા બો. હેરાથ

૧૨૭

૨૦૫

વાલેર કો. તરંગા બો. પરેરા

૬૮

૯૮

ક્રેમર કો. કરૃણારત્ને બો. હેરાથ

૪૮

૯૪

તિરિપાનો એલબી. બો. પરેરા

૧૯

૫૫

મોફુ અણનમ

૧૭

એક્સ્ટ્રા  

૨૬

 

 

 

કુલ (૧૦૭.૧ ઓવરમાં)

૩૭૭

 

 

 

વિકેટ : ૬-૧૪૫ (મૂર, ૪૧.૧), ૭-૨૮૯ (વાલેર, ૭૬.૬), ૮-૩૦૬ (રઝા, ૮૩.૨), ૯-૩૬૧ (તિરિપાનો, ૧૦૨.૨), ૧૦-૩૭૭ (ક્રેમર, ૧૦૭.૧).

બોલિંગ : લકમલ : ૧૪-૦-૪૩-૦, હેરાથ : ૩૯.૧-૫-૧૩૩-૬, દિલરૃવાન પરેરા : ૩૦-૨-૯૫-૩, કુમારા : ૨૦-૩-૭૨-૧, કે. મેન્ડિસ : ૪-૦-૧૬-૦.

શ્રીલંકા (બીજો દાવ, ટાર્ગેટ : ૩૮૮)

 

રન

બોલ

કરૃણારત્ને બો. વિલિયમ્સ

૪૯

૮૪

તરંગા કો. મૂર બો. ક્રેમર

૨૭

૬૯

કે.મેન્ડિસ રમતમાં

૬૦

૮૫

ચાંદિમલ કો.મસાકદ્ઝા બો.ક્રેમર

૧૫

૧૭

મેથ્યુસ રમતમાં

૧૭

૩૩

એક્સ્ટ્રા

૦૨

 

 

 

કુલ (૪૮ ઓવરમાં, ૩ વિકેટે)

૧૭૦

 

 

 

વિકેટ : ૧-૫૮ (તરંગા, ૧૯.૨), ૨-૧૦૮ (કરૃણારત્ને, ૩૨.૧), ૩-૧૩૩ (ચાંદિમલ, ૩૭.૧).

બોલિંગ : રઝા : ૯-૧-૨૯-૦, વિલિયમ્સ : ૧૬-૦-૬૨-૧, ક્રેમર : ૧૯-૦-૬૭-૨, વાલેર : ૪-૦-૧૦-૦.

ચોથી ઇનિંગ્સમાં હાઇએસ્ટ રન ચેઝ

ટાર્ગેટ

ટીમ

વિ.

વર્ષ

૪૧૮/૭

વિન્ડીઝ

ઓસ્ટ્રેલિયા

૨૦૦૩

૪૧૪/૪

દ.આફ્રિકા

ઓસ્ટ્રેલિયા

૨૦૦૮

૪૦૬/૪

ભારત

વિન્ડીઝ

૧૯૭૬

૪૦૪/૩

ઓસ્ટ્રેલિયા

ઇંગ્લેન્ડ

૧૯૪૮

૩૮૭/૪

ભારત

ઇંગ્લેન્ડ

૨૦૦૮

 

Post Comments