IPLમાં વરસાદ અંગેનો નિયમને બદલવા આજે ગવર્નિંગ કાઉન્સીલ વિચારણા કરશે
- એલિમિનેટર મેચ વરસાદને કારણે રાત્રે દોઢ વાગ્યે પુરી થતાં વિવાદ સર્જાયો હતો
- કોલકાતા અને હૈદરાબાદના ખેલાડીઓ તેમજ ટીમ ઓફિસિઅલ્સે નારાજગી વ્યક્ત કરી હતી

આઇપીએલની દસસી સિઝનની એલિમિનેટરમાં વરસાદના વિધ્નને કારણે મેચની ઈનિંગ રાત્રે ૧૨.૫૫ વાગ્યે શરૃ થઈ હતી અને રાત્રે છેક દોઢ વાગ્યે મેચ પુરી થઈ હતી. આ પછી બંને ટીમોના ક્રિકેટરો અને ટીમ ઓફિસિઅલ્સે મોડી રાત સુધી ખેંચાયેલી મેચ અંગે નારાજગી વ્યક્ત કરતાં આ અંગેના નિયમમાં ફેરફારની માગ કરી હતી. આઇપીએલની હાઈપાવર ગવર્નિંગ કાઉન્સીલે આ બાબતની ગંભીર નોંધ લીધી છે અને આવતીકાલે યોજાનારી ગવર્નિંગ કાઉન્સીલની મિટિંગમાં આ મુદ્દો ચર્ચાશે તેમ ચેરમેન રાજીવ શુક્લાએ જણાવ્યું હતુ.
એલિમિનેટરમાં હૈદરાબાદે સાત વિકેટે ૧૨૮ રન કર્યા હતા, તેમની ઈનિંગ પુરી થઈ તે સાથે વરસાદ તુટી પડયો હતો અને સવા ત્રણ કલાક રાહ જોયા બાદ મોડી રાત્રે મેચ શરુ થઈ હતી, જેમાં કોલકાતા વિજેતા બન્યું હતુ. રાત્રે છેક દોઢ વાગ્યે પુરી થયેલી મેચ અંગે ભારતીય ક્રિકેટ જગતમાં ભારે નારાજગી જોવા મળી હતી. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સબ એર ટેકનોલોજીને કારણે લાંબા વિલંબ બાદ મેદાન મેચ માટે તૈયાર થયુ હતુ. ગ્રાઉન્ડ સ્ટાફે બે લાખ લીટર વરસાદી પાણી સ્ટેડિયમની બહાર કાઢ્યું હતુ. ગૌતમ ગંભીર, કોયુલ્ટર-નાઈલ તેમજ જેક કાલીસે પણ આ વિવાદિત નિયમની સામે નારાજગી વ્યક્ત કરી હતી.
પ્લે ઓફમાં રિઝર્વ ડેની વ્યવસ્થા રાખવી જોઈએ : શાહરૃખ
કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે વરસાદના વિધ્ન બાદ મોડી રાત્રે પુરી થયેલી એલિમિનેટરમાં હૈદરાબાદને હરાવ્યું હતુ. જોકે કોલકાતાની ટીમના સહ માલિક શાહરૃખ ખાને આઇપીએલની ગવર્નિંગ કાઉન્સીલને ટ્વીટર પર સલાહ આપતાં લખ્યું હતુ કે, પ્લે ઓફ જેવા મહત્વના મુકાબલામાં રિઝર્વ ડેની વ્યવસ્થા રાખવી જોઈએ. અમને ગર્વ છે કે, અમે આજના મુકાબલામાં વિજય મેળવી શક્યા. જો વરસાદને કારણે મેચ રદ થઈ હોત તો અમારી ટીમ બહાર ફેંકાઈ હોત. આમ છતાં અમે અમારા કેપ્ટન ગૌતમ ગંભીરની સાથે હોત. ક્રિકેટરોના મંતવ્યો અંગે જાહેરમાં કોઈ પ્રતિભાવ ન અપનારા રાજીવ શુક્લાએ કહ્યું કે, શાહરૃખે ટ્વીટરમા રિઝર્વ ડેના વિકલ્પને અપનાવવા જણાવ્યું છે, જે આવકારદાયક છે. અત્યાર સુધી માત્ર ફાઈનલ માટે જ રિઝર્વ ડે રાખવામાં આવ્યો હતો.
IPLની મેચો સાંજે ૭.૦૦થી શરૃ કરવાનો પણ પ્રસ્તાવ
ભારતીય ક્રિકેટ બોર્ડમાં કેટલાક સભ્યોનો અભિપ્રાય એવો પણ છે કે, આઇપીએલની મેચોને રાત્રે ૮.૦૦ વાગ્યાને બદલે સાંજે ૭.૦૦ વાગ્યાથી શરૃ કરવામાં આવે. જેથી જો ક્યારેય વરસાદના વિધ્ન સહિતની અન્ય કોઈ મુશ્કેલી આવે તો પણ મેચ પુરી કરવામાં આટલો બધો વિલંબ ન થાય. હવે આ પ્રસ્તાવ અંગે વિચારણા હાથ ધરવામાં આવે છે કે, નહિ તે જોવાનું રહેશે. આઇપીએલની ગવર્નિંગ કાઉન્સીલના વડા રાજીવ શુક્લાએ કહ્યું કે, બ્રોડકાસ્ટર્સની પસંદ હંમેશા પ્રાઈમ ટાઈમ જ રહે છે. હવે જોઈએ કે અમારા સભ્યોની ભલામણો કેવી રહે છે. આ બધાની સાથે ચર્ચા - વિચારણા કર્યા બાદ અમે બ્રોડકાસ્ટર્સનો મત પણ પુછીશું. આ પછી કોઈ નિર્ણય લઈશું. નોંધપાત્ર છેકે, આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી-૨૦ મેચોનો પ્રાંરભ સાંજે ૭.૦૦ વાગ્યાથી જ થતો હોય છે.

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કરે તો મોડી રાત્ર સુધી મેચ લંબાવવાના આઇપીએલના નિર્ણયની ઉગ્ર ટીકા કરી હતી અને તેણે ક્રિકેટરો તેમજ પ્રેક્ષકો માટે અન્યાયી ગણાવ્યો હતો. ગાવસ્કરે કહ્યું કે, બીસીસીઆઇ કે પછી આઇપીએલ કોઈ પણ પ્રેક્ષકોને રાત્રે ૧.૨૦ વાગ્યા સુધી ક્રિકેટના મેદાન પર બેસી રહેવા માટે ફરજ પાડી ન શકે. ખેલાડીઓ અને પ્રેક્ષકો સાંજે ૫.૦૦ વાગ્યે મેદાન પર આવી જતા હોય છે, જે પછી રાત્રે ૮.૦૦ વાગ્યે મેચ શરૃ થતી હોય છે. દુનિયાની કોઈ પણ સ્પોર્ટસ ઈવેન્ટ આટલી મોડી રાત સુધી ચાલતી નથી અને તેની એક મેચ આટલા કલાક સુધી ખેંચાતી નથી. આઇપીએલના આયોજકોએ ખેલાડીઓ અને પ્રેક્ષકો માટેના આ અન્યાયી નિયમને હવે બદલી નાંખવાની જરુર છે.
માત્ર ઓવરો - પડકાર નહિ, વિકેટ પણ ઘટાડો : ફ્લેમિંગ
એલિમિનેટરમાં વરસાદના વિધ્ન બાદ કોલકાતાને જીતવા માટે ૬ ઓવરમાં ૪૮ રનનો પડકાર મળ્યો હતો. આયોજકોએ વરસાદને કારણે ઓવરો અને પડકાર તો ઘટાડયો, પણ કોલકાતાની એક પણ વિકેટ ઓછી કરી નહતી, જેના કારણે હૈદરાબાદને અન્યાય થયો હતો. હાલમાં પૂણેની ટીમના કોચ તરીકેની જવાબદારી સંભાળી રહેલા ફ્લેમિંગે કહ્યું હતુ કે, વરસાદના વિધ્નવાળી મેચોમાં બંને ટીમોને જીતવાની સમાન તકો મળી રહે તે માટે ઓવરો અને પડકારને ઘટાડવાની સાથે સાથે બેટીંગ ટીમની વિકેટો પણ ઘટાડવી જોઈએ. ફ્લેમિંગની નવતર ભલામણ અંગે આઇપીએલની ગવર્નિંગ કાઉન્સીલે વિચારણા કરવી જોઈએ. ફ્લેમિંગની ફોર્મ્યુલા પ્રમાણે કોલકાતાને એવો પડકાર આપવો જોઈએ કે ૬ ઓવરમાં ૪૮ રન કરવાના રહેશે, પણ જો તમારી પાંચ વિકેટ પડી જાય તો તમે ઓલઆઉટ થઈ જશો. હવે આ અંગે આઇપીએલની કાઉન્સીલ વિચારણા કરે છે કે નહિ તે જોવાનું રહેશે.
Post Comments
IPL-૧૧માં દિલ્હીના ફ્લોપ શો બાદ કેપ્ટન તરીકે ગંભીરનું રાજીનામું
ભારતના આક્રમક ઓપનર અને કોલકાતાને બે વખત આઇપીએલમાં ચેમ્પિયન બનાવનારા ગૌતમ ગંભીરે દિલ્હી ડેર ડેવિલ્સના..
More...
ઇમરાન ખાનના ત્રીજા લગ્ન પણ 'હિટ વિકેટ' થવાની તૈયારી
પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અને હવે પાકિસ્તાનના વડાપ્રધાન બનવાના સપના રાચી રહેલા ઇમરાન ખાનના ત્રીજી ..
More...
યોકોવિચ પહેલી જ મેચમાં હાર્યો : નડાલનો વિજયી પ્રારંભ
ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન સર્બિયન સ્ટાર યોકોવિચનું કંગાળ ફોર્મ બાર્સેલોના ઓપન સુધી લંબાયું છે. છઠ્ઠો..
More...
આજે પંજાબ સામેની ટી-૨૦માં હૈદરાબાદને હારનો બદલો લેવાની તક
મુંબઈ ઈન્ડિયન્સ સામેની લો સ્કોરિંગ મેચમાં માત્ર ૧૧૮ રનમાં ખખડી ગયા પછી પણ વિજેતા બનેલી..
More...
આઇપીએલના બીજા તબક્કામાં સ્પિનરોની ભૂમિકા મહત્વની રહેશે
ત્રણ દિવસ પહેલા આઇપીએલમાં બેટ્સમેનોની બોલબાલા હતી, પણ છેલ્લી બે મેચોથી બોલરોએ પ્રભાવ પાડયો છે...
More...
હરમીત દેસાઈ ટેબલ ટેનિસની વર્લ્ડ ટીમ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા સ્વિડન રવાના
કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર દેખાવ કરતાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતનારા ગુજરાતના હરમીત દેસાઈ સહિતના ભાર..
More...
ટીમના માળખામાં છેડછાડ વિના ખેલાડીઓની ફેરબદલ જોવા મળશે
વાનખેડેમાં મુંબઈને વોર્નર, ભુવનેશ્વર કુમારની ગેરહાજરીમાં હરાવવું એ હૈદરાબાદની જબરજસ્ત સફળતા કહેવાય. ..
More...
ટચૂકડા પડદાની અભિનેત્રી અમિતા ઉદ્રાતાનું નિધન
ટચૂકડા પડદાની 'અમ્મા એટલે કે અમિતા ઉદ્રાતાનું બુધવારે નિધન થઇ ગયું છે. તે છેલ્લા ચાર..
More...
નાના પડદાના એક રિયાલિટી શોમાં માધુરી દીક્ષિત ફરી નિર્ણાયક બનશે
માધુરી દીક્ષિત ફરી એક વખત ટચૂકડા પડદે નિર્ણાયકની ભૂમિકામાં જોવા મળશે.આ એક ડાન્સ રિયાલિટી શો..
More...
કંગના રનૌત પ્રથમ વખત કાન્સ ફેસ્ટિવલમાં રેડકાર્પેટ પર ચાલશે
કંગના રનૌત ફિલ્મ એવોર્ડ શો અને ફિલ્મ ફેસ્ટિવલ્સથી દૂર રહેતી હોય છે. તેની ગણતરી રેડ..
More...
દીપિકા અને ઇરફાન ખાન જે ફિલ્મ સાથે કરવાના હતા તે આજ હોવાનો આડકતરો ઇશારો
દીપિકા પદુકોણ અને ઇરફાન ખાન એક ફિલ્મનું શૂટિંગ શરૃ કરવાની તૈયારીમાં જ હતા. તેવામાં ઇરફાન..
More...
કેનેડામાં રાહદારીઓ પર વાહન ચઢાવી હત્યા કરનાર યુવક પર ખુનનો આરોપ
ટોરોન્ટોના સાઇડવોક વે પર વાહન ચઢાવી દસ લોકોની હત્યા કરનાર યુવકને મહિલાઓ પ્રત્યે સુગ હોવાનું..
More...
Trailer: 'વીરે દી વેડિંગ'માં જોવા મળ્યો Female Bondingનો નજારો
કરીના કપૂર, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તખ્તાનીની ફિલ્મ વીરે દી વેડિંગનું ટ્રેલર રિલીઝ..
More...
રિતિક બાળકલાકારોને પ્રોત્સાહિત કરે છે
પટણાના ગણિતજ્ઞા આનંદકુમારની બાયો-ફિલ્મ સુપર ૩૦ના સેટ પર ટોચનો અભિનેતા રિતિક રોશન સાથેના બાળકલાકારોને..
More...
-
GUJARAT
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News