Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટી-૨૦ મુકાબલો

- ૩૩ વર્ષીય માલિંગાના પુનરાગમન પર બધાની નજર

- બપોરે ૨.૦૦ વાગ્યાથી મેચ શરૃ થશે

મેલબોર્ન, તા. 16 ફેબ્રુઆરી 2017, ગુરૂવાર
 
આવતીકાલે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા અને પ્રવાસી શ્રીલંકા વચ્ચે ત્રણ ટ્વેન્ટી-૨૦ શ્રેણીનો પ્રથમ મુકાબલા ખેલાશે. તાજેતરમાં સાઉથ આફ્રિકાના પ્રવાસમાં સદંતર ફ્લોપ રહેલી શ્રીલંકાની ટીમે ફરી જુના જોગી એવા માલિંગાને ટીમમાં સામેલ કર્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયા તેની બીજી હરોળની ટીમને મેદાન પર ઉતારવા જઈ રહી છે. ભારતીય સમય પ્રમાણએ બપોરે ૨.૦૦ વાગ્યાથી ટ્વેન્ટી-૨૦નો પ્રારંભ થશે. 
 
ફિન્ચની કેપ્ટન્સી હેઠળની ઓસ્ટ્રેલિયાની ટી-૨૦ ટીમમાં ફોકનર, ઝામ્પા, કમિન્સ, હેનરીક્સ, હેડ અને વિકેટકિપર વેડ જેવા કેટલાક જાણીતા ચહેરા છે. જોકે માઈકલ ક્લિંગર, બેન ડન્ક, એસ્ટોન ટર્નર જેવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે એક્સપોઝર મળશે.
 
શ્રીલંકાની ટીમનો મદાર ૩૩ વર્ષના માલિંગા પર રહેશે. કુલાસેકરાને ટીમમાં લેવા અંગે અવઢવ ચાલી રહી છે. જોકે કેપ્ટન ઉપુલ થારંગાએ ઓસ્ટ્રેલિયામાં જીત સાથે શરૃઆત કરવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 
 
ઓસ્ટ્રેલિયા (સંભવિત) : ફિન્ચ (કેપ્ટન), ક્લિંગર, ડન્ક, હેડ, હેનરિક્સ, પૈન (વિ.કી.), ટર્નર, ફોકનર, કમિન્સ, ઝામ્પા, ટાય.
 
શ્રીલંકા (સંભવિત) : ડિકવેલા (વિ.કી.), થારંગા (કેપ્ટન), મુનાવીરા, ગુણારત્ને, સિરિવર્દને, કાપુગેડેરા, પ્રસન્ના, કુલાસેકરા, ઉદાના, માલિંગા, સંજયા.

Post Comments