Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

તીરંદાજી વર્લ્ડ કપ : ભારતીય મેન્સ ટીમને ગોલ્ડ મેડલ જીતવાની તક

- ભારત અને કોલંબિયા વચ્ચે ફાઈનલ રમાશે

- ભારતની મિક્સ ટીમને બ્રોન્ઝની તક

શાંઘાઈ, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
ચીનના શાંઘાઈ શહેરમાં ચાલી રહેલા તીરંદાજીના વર્લ્ડ કપમાં ભારતની મેન્સ ટીમ કમ્પાઉન્ડ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવાને આરે પહોંચી ગઈ છે. અભિષેક વર્મા, ચિન્ના રાજુ શ્રીધર અને અમનજીત સિંઘની ત્રિપુટીએ સેમિ ફાઇનલમાં શાનદાર દેખાવ કરતાં અમેરિકાની ટીમ સામે બે પોઈન્ટના અંતરથી રોમાંચક વિજય મેળવ્યો હતો. ભારતે ૨૩૨-૨૩૦ના સ્કોરથી અમેરિકાને પછાડયું હતુ. હવે આવતીકાલે ગોલ્ડ મેડલ માટેના મુકાબલામાં ભારતની ટક્કર કોલંબિયા સામે થશે. 
 
ભારતના અભિષેક વર્મા અને જ્યોતિ સુરેખા વર્માની જોડીએ શાનદાર દેખાવ કરતાં મિક્સ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલના પ્લે ઓફમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે ઓલિમ્પિયન્સ અતાનુ દાસ અને દિપીકા કુમારી પ્રભાવ પાડી શક્યા નહતા અને તેઓ પોતપોતાની ઈવેન્ટ્સમાં શરૃઆતના રાઉન્ડમાં જ બહાર ફેંકાયા હતા. 
 
ભારતે બે પોઈન્ટથી અમેરિકાને હરાવ્યું 
અમેરિકાની રેઓ વિલ્ડે, સ્ટીવ એન્ડરસન અને બ્રાડેન જેલેન્થીનની બનેલી ટીમ સામે ભારતીય શૂટરો સેકન્ડ સેટના અંતે ૧૧૬-૧૧૭થી પાછળ રહ્યા હતા. જોકે ત્રીજા સેટમાં ભારતીય શૂટરોએ શાનદાર દેખાવ કરતાં તમામ તીર પર પરફેક્ટ ટેન સ્કોર કર્યો હતો. આ પછી ચોથા અને આખરી સેટમાં ભારતે જબરજસ્ત દેખાવ કરતાં બે પોઈન્ટના અંતરથી વિજય મેળવ્યો હતો. હવે ચોથો સીડ ધરાવતી ભારતીય ટીમનો મુકાબલો ૧૦મો સીડ ધરાવતા કોલંબિયા સામે થશે, જેમાં જીતવા માટે ભારત ફેવરિટ છે. 
 
અભિષેક-જ્યોતિને બ્રોન્ઝ મેડલની તક
ભારતના અભિષેક વર્મા અને જ્યોતિની ટીમે બ્રોન્ઝ મેડલના પ્લેઓફમાં સ્થાન મેળવ્યું હતુ.  ભારતીય જોડીએ સેમિ ફાઇનલમાં સાઉથ કોરિયા સામે ૧૫૨ -૧૫૮ થી હારનો સામનો કરવો પડયો હતો. હવે તેઓ બ્રોન્ઝ મેડલ મેચમાં અમેરિકાની ટીમ સામે ટકરાશે. રિયો ઓલિમ્પિક બાદ યોજાયેલી તીરંદાજીની સૌપ્રથમ મેજર ઈવેન્ટમાં ભારતના અતાનુ દાસ અને દિપીકા કુમારી રેક્યુર્વે ઈવેન્ટમાં પ્રભાવ પાડી શક્યા નહતા. 
 

Post Comments