Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રણજીની ફાઈનલમાં ગુજરાતનો સપાટો : મુંબઈ ૨૨૮માં ખખડયું

- આરપી સિંઘ, ચિંતન ગજા અને ઋજુલ ભટ્ટની બે-બે વિકેટ

- મુંબઈના છ બેટ્સમેનો ડબલ ફિગરના સ્કોર સુધી પણ પહોંચી ન શક્યા

મુંબઈના ઓપનર પૃથ્વી શૉના ૭૧, સૂર્યકુમાર યાદવના ૫૭
ઈન્દોર, તા. 10 જાન્યુઆરી, મંગળવાર, 2017
 
આર.પી. સિંઘ, ચિંતન ગજા અને ઋજુલ ભટ્ટે બે-બે વિકેટ ઝડપીને સપાટો બોલાવતા ગુજરાત સામેની રણજી ટ્રોફીની ફાઈનલમાં મુંબઈની હાઈપ્રોફાઈલ ટીમ પ્રથમ ઈનિંગમાં માત્ર ૨૨૮ રનમાં જ ખખડી ગઈ હતી. ગુજરાતે  આ પછી રમતના પ્રથમ દિવસના અંતે પ્રથમ ઈનિંગમાં વિના વિકેટે બે રન કર્યા હતા. પાંચ દિવસીય રણજીની ફાઈનલમાં આ સાથે ગુજરાતે આક્રમક શરૃઆત કરતાં પોતાની સ્થિતિ મજબુત કરી હતી. નોંધપાત્ર છે કે, રણજી ટ્રોફીના ૮૩ વર્ષના ઈતિહાસમાં ગુજરાતને સૌપ્રથમ વખત ચેમ્પિયનશીપ જીતવાની આશા છે. જ્યારે મુંબઈને તેની ૪૬મી ફાઈનલમાં ૪૨મી ટ્રોફીની તલાશ છે. 
 
ફાઈનલનો પ્રથમ દિવસ ગુજરાતના બોલરોના નામે રહ્યો
ઈન્દોરમાં શરૃ થયેલી રણજી ટ્રોફીની ફાઈનલનો પ્રથમ દિવસ ગુજરાતના બોલરોના નામે રહ્યો હતો. ગુજરાતના કેપ્ટન પાર્થિવ પટેલે ટોસ જીતીને મુંબઈને પહેલા બેટીંગમાં ઉતાર્યું હતુ. મુંબઈના ઓપનર હેર્વાડકરને આરપી સિંઘે માત્ર ૪ રનના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન ભેગો કર્યો હતો. જે પછી ચિંતન ગજાએ ડેન્જરસ બેટ્સમેન શ્રેયસ ઐયર (૧૪)ની વિકેટ ઝડપતાં મુંબઈનો સ્કોર ૫૪/૨ થઈ ગયો હતો. પૃથ્વી શૉ અને સૂર્યકુમાર યાદવે લડત આપવાનો પ્રયાસ કરતાં અડધી સદીઓ નોંધાવી હતી. જોકે મનપ્રીત જુનેજાની ચુસ્ત ફિલ્ડિંગ અને પાર્થિવ પટેલની ચપળતાથી કેચ ઝડપીને વિકેટ વિખેરી નાંખવાની કુશળતાને સહારે ગુજરાતે પૃથ્વી(૭૧)ને રનઆઉટ કર્યો હતો. આ પછી હાર્દિક પટેલે મુંબઈના કેપ્ટન આદિત્ય તારે (૪)ને અને ચિંતન ગજાએ સૂર્યકુમાર (૫૭)ને આઉટ કરતાં મુંબઈનો સ્કોર ૧૬૯/૫ થઈ ગયો હતો. 
 
મુંબઈએ આખરી પાંચ વિકેટ માત્ર ૬૯ રનમાં ગુમાવી
મુંબઈએ સારી શરૃઆત બાદ ધબડકો કર્યો હતો. એક તબક્કે ૧૬૯/૫નો સ્કોર ધરાવતી મુંબઈની ટીમની આખરી પાંચ વિકેટ માત્ર ૬૯ રનમાં જ પડી હતી. સિદ્ધેશ લાડ (૨૩)ને આરપીએ આઉટ કર્યો હતો. જે પછી ઋજુલ ભટ્ટે બલવિંદર સંધૂ (૬) અને શાર્દૂલ ઠાકુર (૦)ની વિકેટ ઝડપી હતી. ડભોલકરને પ્રિયાંક પંચાલ અને પાર્થિવ પટેલના કોમ્બીનેશને રનઆઉટ કર્યો હતો. જ્યારે રુષ કાલેરિયાએ પીચ પર ટકીને સ્કોરને આગળ ધપાવી રહેલા અભિષેક નાયરને ૩૫ રનના સ્કોર પર આઉટ કરતાં મુંબઈની ઈનિંગ ૮૩.૫ ઓવરમાં ૨૨૮ રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. 
 
આરપી સિંઘ, ચિંતન ગજા અને ઋજુલની બે-બે વિકેટ
ગુજરાત તરફથી આરપી સિંઘ, ચિંતન ગજા અને ઋજુલ ભટ્ટની ત્રિપુટીએ બે-બે વિકેટ ઝડપી હતી. આરપી સિંઘે ૨૧ ઓવરમાં છ મેડન સાથે ૪૮ રન આપતાં બે બેટ્સમેનોને આઉટ કર્યા હતા. જ્યારે ચિંતન ગજાએ શ્રેયસ ઐયર અને સૂર્યકુમાર યાદવ જેવા મહત્વના બેટ્સમેનોને ૪૬ રન આપીને પેવેલિયન ભેગા કર્યા હતા. ઋજુલ ભટ્ટે અસરકારક બોલિંગ કરતાં ૫-૧-૫-૨ની મેજિકલ ફિગર્સ મેળવી હતી. 
 
પાર્થિવ પટેલે ત્રણ કેચ ઝડપ્યા, બે બેટ્સમેનોને રનઆઉટ કર્યા
ગુજરાતના કેપ્ટન અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટર પાર્થિવ પટેલે વિકેટની પાછળ કુશળતા બતાવતા ત્રણ કેચ ઝડપ્યા હતા અને મુંબઈના બે બેટ્સમેનોને રનઆઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પાર્થિવ પટેલે શ્રેયસ ઐયર, સિદ્ધેશ લાડ અને અભિષેક નાયરને વિકેટની પાછળ કેચ ઝડપીને આઉટ કરાવ્યા હતા. આ ઉપરાંત પૃથ્વી શૉ અને વિશાલ ડભોલકરને રનઆઉટ કરવામાં પણ પાર્થિવે અસરકારક ભૂમિકા ભજવી હતી. 
 
બોલરોએ સારી શરૃઆત અપાવી હવે બેટસમેનોનો વારો : કોચ વિજય પટેલ
અમદાવાદ, તા. 10 જાન્યુઆરી, મંગળવાર, 2017
મુંબઈ સામેની રણજી ટ્રોફીની ફાઇનલમાં પ્રથમ દિવસે બોલરોના શાનદાર દેખાવને કારણે ગુજરાતે મજબુત સ્થિતિ પ્રાપ્ત કરી હતી. ગુજરાતના કોચ વિજય પટેલે રણજીની ફાઈનલના પ્રથમ દિવસની રમત અંગે સંતોષ વ્યક્ત કરતાં કહ્યું કે, અમારા બોલરો અને ફિલ્ડરોએ આજે જબરજસ્ત પર્ફોમન્સ આપ્યું છે. અહીંની પીચમાંથી ખાસ મદદ મળતી ન હોવા છતાં અમારા બોલરોએ ખુબ જ સારો દેખાવ કર્યો. આરપી સિંઘ, હાર્દિક પટેલ અને ઋજુલ ભટ્ટે બે-બે વિકેટ ઝડપી. આ ઉપરાંત મુંબઈના બે બેટ્સમેનોને રનઆઉટ કરાવ્યા. ઓવરઓલ બધાનો દેખાવ સારો રહ્યો છે. 
આવતીકાલની વ્યુહરચના અંગે તેમણે કહ્યું કે, પીચને જોતા લાગે છે કે, ગુજરાતને પ્રથમ ઈનિંગમાં સરસાઈ મેળવવામાં ખાસ મુશ્કેલી નહી પડે. આખી સિઝનમાં અમારા બેટ્સમેનોએ સારો દેખાવ કર્યો છે, જેના કારણે જ ટીમ ફાઈનલ સુધી પહોંચી ગઈ છે. બોલરોએ પ્રથમ દિવસે કમાલ દેખાડી દીધો છે અને હવે બેટ્સમેનોનો વારો છે. પીચ ઘણી સારી છે. 
પીચમાંથી ફાસ્ટ બોલરોને ખાસ મદદ મળે તેમ નથી તેવું જણાવતા વિજય પટેલે કહ્યું કે, નવો બોલને સામાન્ય રીતે જેટલી મુવમેન્ટ મળતી હોય તે તો મળે જ. જોકે મને નથી લાગતું કે, આપણને બેટીંગમાં ખાસ મુશ્કેલી પડે. પીચ આવનારા દિવસોમાં થોડી ડ્રાય થશે અને સ્લો પણ થશે. 
 
મુંબઈ પ્રથમ ઇનિંગ

-

રન

બોલ

પૃથ્વી શો રન આઉટ

 

 

 

 

(મનપ્રિત-પાર્થિવ)

૭૧

૯૩

૧૧

હેશવાર્ડકર એલબી

 

 

 

 

બો. આર.પી. સિંધ

૨૧

ઐયર કો. પાર્થિવ બો. ગજા

૧૪

૩૪

સૂર્યકુમાર કો. હાર્દિક બો. ગજા

૫૭

૧૩૩

આદિત્ય તારે કો. ઋજુલ

 

 

 

 

બો. હાર્દિક

૧૦

એસ લાડ કો.પાર્થિવ બો.આરપી

૨૩

૫૬

એ.નાયર કો. પાર્થિવ

 

 

 

 

બો. કાલેરિયા

૩૫

૯૪

સંધૂ કો. મેરાઈ બો. ઋજુલ

૪૭

ઠાકુર કો. મેરાઈ બો. ઋજુલ

ડભોલકર રનઆઉટ

 

 

 

 

(પ્રિયાંક-પાર્થિવ)

ગોહિલ અણનમ

વધારાના (લેગબાય-૯ વાઈડ-૧,

 

 

 

 

નોબોલ-૧)

૧૧

 

 

 

કુલ ૮૩.૫ ઓવરમાં ઓલઆઉટ

૨૨૮

 

 

 

 
વિકેટનો ક્રમ : ૧/૧૩ (હેરવાર્ડકર ૬.૩), ૨/૫૪ (ઐયર ૧૭.૧), ૩/૧૦૬ (શૉ ૩૪.૩), ૪/૧૨૮ (તારે ૩૮.૧), ૫/૧૬૯ (સૂર્યકુમાર ૫૬.૩), ૬/૧૭૯ (લાડ ૫૯.૩), ૭/૨૦૨ (સંધૂ ૭૪.૫), ૮/૨૦૪ (ઠાકુર ૭૬.૩), ૯/૨૦૭ (ડભોલકર ૭૮.૬), ૧૦/૨૨૮ (નાયર ૮૩.૫)
બોલિંગ : આરપી સિંધ ૨૧-૬-૪૮-૨, રૃષ કાલેરિયા ૨૦.૫-૫-૬૬-૧, ચિંતન ગજા ૧૬-૬-૪૬-૨, હાર્દિક પટેલ ૨૧-૪-૫૪-૧, ઋતુલ ભટ્ટ ૫-૧-૫-૨.
ગુજરાત પ્રથમ ઇનિંગ

-

રન

બોલ

સમિત ગોહેલ રમતમાં

પ્રિયાંક પંચાલ રમતમાં

કુલ ૧ ઓવરમાં વિના વિકેટે

 

 

 

 
બોલિંગ : શાદૂર ઠાકુર ૧-૦-૨-૦.

Post Comments