Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બીજી ટેસ્ટ : દક્ષિણ આફ્રિકાએ ૩૪૦ રને ઇંગ્લેન્ડને કચડયું

- ૪૭૪ના પડકાર સામે ઇંગ્લેન્ડ ૧૩૩માં ખખડયું : શ્રેણી ૧-૧થી સરભર

- ફિલાન્ડર મેન ઓફ ધ મેચ : ૨૭ જુલાઇથી ત્રીજી ટેસ્ટ

ટ્રેન્ટબ્રિજ, તા.17 જુલાઇ, 2017, સોમવાર

બોલર્સના શાનદાર પ્રદર્શનની સહાયથી યજમાન ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ૩૪૦ રને ભવ્ય વિજય મેળવ્યો છે. વિજય માટે દક્ષિણ આફ્રિકાએ આપેલા ૪૭૪ રનના વિશાળ પડકાર સામે ઇંગ્લેન્ડની ઇનિંગ્સ ચોથા દિવસે લંચના એક કલાક બાદ જ ૧૩૩માં સમેટાઇ ગઇ હતી.

આ સાથે જ દક્ષિણ આફ્રિકાએ ચાર મેચની ટેસ્ટશ્રેણી ૧-૧થી સરભર કરી છે. હવે ત્રીજી ટેસ્ટનો ૨૭ જુલાઇથી પ્રારંભ થશે. મેચમાં કુલ ૫ વિકેટ ખેરવવા ઉપરાંત ૯૬ રનનું યોગદાન આપનારા ફિલાન્ડરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

દક્ષિણ આફ્રિકાએ રનની રીતે ઇંગ્લેન્ડ સામે બીજો સૌથી મોટો વિજય મેળવ્યો છે. અગાઉ ૧૯૯૪માં લોર્ડ્ઝ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડને ૩૫૬ રને પરાજય આપ્યો હતો. અગાઉ ઇંગ્લેન્ડે ચોથા દિવસનો પ્રારંભ ચાર ઓવરમાં વિના વિકેટે ૧ રનથી કર્યો હતો.

લંચ સુધીમાં જ ઇંગ્લેન્ડે ૭૯ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી. ઇંગ્લેન્ડ માટે એલિસ્ટેર કૂકે સૌથી વધુ ૪૨ રન નોંધાવ્યા હતા. આ સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન કરવામાં કૂકે એલન બોર્ડરની બરાબરી કરી છે. બોર્ડરે ૧૫૬ ટેસ્ટની ૨૬૫ ઇનિંગ્સમાં જ્યારે કૂકે ૧૪૯ ટેસ્ટની ૨૫૨ ઇનિંગ્સમાં ૧૧૧૭૪ રન નોંધાવ્યા છે. આમ, ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન નોંધાવનારા બેટ્સમેનોની યાદીમાં કૂક હવે બોર્ડર સાથે નવમાં ક્રમે છે.

દક્ષિણ આફ્રિકા (પ્રથમ દાવ) ૩૩૫
ઇંગ્લેન્ડ (પ્રથમ દાવ) ૨૦૫
દક્ષિણ આફ્રિકા (બીજો દાવ) ૩૪૩/૯ ડિક.
ઇંગ્લેન્ડ (બીજો દાવ, ટાર્ગેટ : ૪૭૪)

 

રન

બોલ

કૂક કો. ડી કોક બો. મોરિસ

૪૨

૭૬

જેનિંગ્સ બો. ફિલાન્ડર

૧૮

બેલેન્સ એલબી. બો. ફિલાન્ડર

૧૫

રૃટ બો. મોરિસ

૨૦

બૈરસ્તો કો.મોરિસ બો.મહારાજ

૧૬

૨૯

સ્ટોક્સ કો.એન્ડ બો.ફિલાન્ડર

૧૮

૪૪

મોઇન કો. કુહ્ન બો. મહારાજ

૨૭

૩૭

ડાઉસન અણનમ

૧૩

બ્રોડ કો. મોર્કેલ બો. મહારાજ

૧૨

વૂડ કો. મોરિસ બો. ઓલિવર

એન્ડરસન કો. ડી કોક

 

 

 

 

બો. ઓલિવર

એક્સ્ટ્રા ૦૫, કુલ  (૪૪.૨ ઓવરમાં)

૧૩૩

 

 

 

વિકેટ : ૧-૪ (જેનિંગ્સ, ૫.૫), ૨-૨૮ (બેલેન્સ, ૧૧.૫), ૩-૫૫ (રૃટ, ૧૮.૧), ૪-૭૨ (કૂક, ૨૪.૨), ૫-૮૪ (બૈરસ્તો, ૨૯.૩), ૬-૧૨૨ (અલી, ૩૯.૩), ૭-૧૨૬ (સ્ટોક્સ, ૪૦.૩), ૮-૧૩૩ (બ્રોડ, ૪૩.૫), ૯-૧૩૩ (વૂડ, ૪૪.૧), ૧૦-૧૩૩ (એન્ડરસન, ૪૪.૨).

બોલિંગ : મોર્કેલ : ૧૩-૪-૩૦-૦, ફિલાન્ડર : ૧૦-૩-૨૪-૩, ઓલિવર : ૩.૨-૦-૨૫-૨, મોરિસ : ૬-૩-૭-૨, મહારાજ : ૧૨-૨-૪૨-૩.

Post Comments