Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રવિ શાસ્ત્રીને જ કોચ બનાવવાનું નિશ્ચિત હતું, ઇન્ટરવ્યૂ માત્ર નાટક?

- કોચ તરીકેના ઇન્ટરવ્યૂમાં ટોમ મૂડીનું પ્રેઝન્ટેશન વધારે સારું હતું

- શાસ્ત્રીને કોચ બનાવવા માટે સચિન તેંડુલકરે સૌરવ-લક્ષ્મણને મનાવ્યા હોવાની ચર્ચા

મુંબઇ, તા.17 જુલાઇ, 2017, સોમવાર

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે ઇન્ટરવ્યૂની પ્રક્રિયા માત્ર નાટક હતી અને રવિ શાસ્ત્રીને જ આ જવાબદારી સોંપવામાં આવશે તેવું નિશ્ચિત હોવાની સંભાવના વધતી જાય છે. સૂત્રો પાસેેથી પ્રાપ્ત વિગતો અનુસાર સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણની ક્રિકેટ એડવાઇઝરી કમિટિને માત્ર હેડ કોચની પસંદગી કરવા માટે નિર્દેશ અપાયો હતો.

હેડ કોચ પસંદ કરતી વખતે તેમને મુખ્યત્વે ચાર બાબત ધ્યાનમાં લેવાની હતી. જેમાં ભારતીય ટીમને આગળ લઇ જવાનું આયોજન, કોચિંગ અંગે ટેક્નિકલ બાબતોની માહિતી, ટોચના ખેલાડીઓ સાથે કામ કરવાનો ભૂતકાળનો અનુભવ, પ્લેયર્સનો જુસ્સો વધારવાની ક્ષમતાનો સમાવેશ થતો હતો. પરંતુ ક્રિકેટ એડવાઇઝરી કમિટિ દ્વારા માત્ર અંતિમ બાબત ઉપર જ ભાર મૂકવામાં આવ્યો હતો.

મેરિટના આધારે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ટોમ મૂડીનું ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રેઝન્ટેશન વધારે સારું હતું. આ પછી રિચાર્ડ પાયબસનો ક્રમ આવતો હતો. બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું હતું કે 'તમામ પરિમાણોને આધારે ટોમ મૂડી કોચ બનવા માટે યોગ્ય હતા.

મૂડી દરેક રીતે કોચ બનવાની કામગીરીમાં બંધબેસતા હતા. અલબત્ત, ક્રિકેટ એડવાઇઝરી કમિટિએ રવિ શાસ્ત્રી પર પસંદગી ઉતારી હતી. ' શાસ્ત્રી પાસે કોચ તરીકે ખાસ કોઇ અનુભવ નથી. અનિલ કુંબલેની હેડ કોચ તરીકે વરણી કરવામાં આવી તે અગાઉ રવિ શાસ્ત્રીએ એક વર્ષ સુધી ટીમ ડિરેક્ટર તરીકેની કામગીરી ખૂબ જ સારી રીતે સંભાળી હતી.

ટીમના પ્લેયર્સ પણ રવિ શાસ્ત્રીની કામ કરવાની શૈલીથી પ્રભાવિત હતા. ક્રિકેટ એડવાઇઝરી કમિટિનું માનવું હતું કે ટીમનું મનોબળ તળીયે હોય ત્યારે તેમનો જુસ્સો વધારવાની ક્ષમતા રવિ શાસ્ત્રીમાં છે. આ ઉપરાંત શાસ્ત્રીએ ક્યારેય કોઇ પ્લેયરના  અંગત જીવનમાં ડોકિયું કર્યું નથી. શાસ્ત્રી સારી રીતે વાકેફ છે કે કઇ પરિસ્થિતિમાં કેવા પ્રકારનો નિર્ણય લેવો.

ભરત અરૃણને બોલિંગ કોચ બનાવવા માટે પણ સિનીયર્સ દ્વારા પેરવી કરવામાં આવી હતી. ટીમના એક સિનીયર ફાસ્ટ બોલરે જણાવ્યું હતું કે 'ભરત અરૃણ બોલિંગ કોચ હતા ત્યારે તેમણે ક્યારેય અમને ઝડપ સાથે સમાધાન કરવાની સૂચના આપી નહોતી.'

Post Comments