Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતનો પાક. સામે પરાજય

- ૩૩૯ના ટાર્ગેટ સામે ૧૫૮માં ખખડતાં ભારત ૧૮૦ રનથી હાર્યું

- ઝમાનના ૧૧૪ બાદ આમેર-હસન અલીની ૩-૩ વિકેટ હાર્દિક પંડયાની ૪૩ બોલમાં ૭૬ રનની લડાયક બેટીંગ

લંડન, તા.18 જૂન, 2017, રવિવાર
 
બોલરો અને ફિલ્ડરોના કંગાળ દેખાવ બાદ બેટ્સમેનોના ધબડકાને પરીણામે ભારતે પાકિસ્તાન સામેની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ૧૮૦ રનથી હારનો સામનો કરવો પડયો હતો. 
 
પાકિસ્તાને ભારતની નબળી બોલિંગ-ફિલ્ડિંગનો ફાયદો ઉઠાવતા ફખર ઝમાનના ૧૧૪ની મદદથી ચાર વિકેટે ૩૩૮ રન નોંધાવ્યા હતા. જે પછી જંગી પડકારનો પીછો કરવાના દબાણમાં ભારતના ટોપ ઓર્ડરનો ધબડકો થતાં સ્કોર ૫૪/૪ થઈ ગયો હતો. આખરે ભારત ૧૫૮ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતુ.
 
ભારત તરફથી એકમાત્ર હાર્દિક પંડયાએ લડત આપવાનો પ્રયાસ કરતાં ૪૩ બોલમાં ૪ ચોગ્ગા અને ૬ છગ્ગા સાથે ૭૬ રન ફટકાર્યા હતા. પાકિસ્તાન તરફથી મોહમ્મદ આમેર અને હસન અલીએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. 
 
લંડનમાં રમાયેલી ફાઈનલમાં બોલરોના નાલેશીભર્યા દેખાવ બાદ ક્રિકેટ ચાહકોને ભારતના ધુરંધર બેટ્સમેનો પાસેથી જોરદાર લડતની આશા હતી. જોકે રોહિત શર્મા (૦), કોહલી (૫) અને ધોની (૪) ડબલ ફિગરના સ્કોર સુધી પણ પહોંચી શક્યા નહતા.
 
જ્યારે ધવન (૨૨) અને યુવરાજ (૨૦) સારી શરૃઆત બાદ આઉટ થઈ ગયા હતા.  અગાઉ ટોસ જીતીને ભારતે પાકિસ્તાનને બેટીંગમાં ઉતાર્યું હતુ. અશ્વિનનો દેખાવ અત્યંત કંગાળ રહ્યો હતો. તેણે ૧૦ ઓવરમાં ૭૦ રન આપ્યા હતા,અને તેને એક પણ વિકેટ મળી નહતી. 
 
પાકિસ્તાન

 

રન

બોલ

અઝહર રનઆઉટ

૫૯

૭૧

ઝમાન કો.જાડેજા બો.પંડયા

૧૧૪

૧૦૬

૧૨

બાબર કો.યુવરાજ બો.જાધવ

૪૬

૫૨

મલિક કો.જાધવ બો.બી.કુમાર

૧૨

૧૬

હાફિઝ અણનમ

૫૭

૩૭

વસીમ અણનમ

૨૫

૨૧

વધારાના (લેગબાય ૯,

 

 

 

 

વાઈડ ૧૩,નોબોલ ૩)

૨૫

 

 

 

કુલ ૫૦ ઓવરમાં ચાર વિકેટે

૩૩૮

 

 

 

 
વિકેટનો ક્રમ:   ૧-૧૨૮ (અઝહર, ૨૨.૬), ૨-૨૦૦ (ઝમાન, ૩૩.૧), ૩-૨૪૭ (મલિક, ૩૯.૪), ૪-૨૬૭ (બાબર, ૪૨.૩)
 
બોલિંગ : બી.કુમાર ૧૦-૨-૪૪-૧, બુમરાહ ૯-૦-૬૮-૦, અશ્વિન ૧૦-૦-૭૦-૦, પંડયા ૧૦-૦-૫૩-૧, જાડેજા ૮-૦-૬૭-૦, જાધવ ૩-૦-૨૭-૧.
 
ભારત

 

રન

બોલ

રોહિત એલબી બો.આમેર

ધવન કો.સરફરાઝ બો.આમેર

૨૧

૨૨

કોહલી કો.શદાબ બો.આમેર

યુવરાજ એલબી બો.શદાબ

૨૨

૩૧

ધોની કો.વસીમ બો.હસન

૧૬

જાધવ કો.સરફરાઝ બો.શદાબ

૧૩

હાર્દિક પંડયા રનઆઉટ

૭૬

૪૩

જાડેજા કો.બાબર બો.જુનેદ

૧૫

૨૬

અશ્વિન કો.સરફરાઝ બો.હસન

બી.કુમાર અણનમ

બુમરાહ કો.સરફરાઝ બો.હસન

વધારાના (લેગબાય ૨,વાઈડ ૧)

 

 

 

કુલ ૩૦.૩ ઓવરમાં ઓલઆઉટ

૧૫૮

 

 

 

 
વિકેટનો ક્રમ:    ૧-૦ (રોહિત, ૦.૩), ૨-૬ (કોહલી, ૨.૪), ૩-૩૩ (ધવન, ૮.૬), ૪-૫૪ (યુવરાજ, ૧૨.૬), ૫-૫૪ (ધોની, ૧૩.૩), ૬-૭૨ (જાધવ, ૧૬.૬), ૭-૧૫૨ (પંડયા, ૨૬.૩), ૮-૧૫૬ (જાડેજા, ૨૭.૩), ૯-૧૫૬ (અશ્વિન, ૨૮.૧), ૧૦-૧૫૮ (બુમરાહ, ૩૦.૩)
 
બોલિંગ : આમીર ૬-૨-૧૬-૩, જુનેદ ૬-૧-૨૦-૧, હાફિઝ ૧-૦-૧૩-૦, હસન ૬.૩-૧-૧૯-૩, શદાબ ૭-૦-૬૦-૨, વસીમ ૦.૩-૦-૩-૦, ઝમાન ૩.૩-૦-૨૫-૦.

Post Comments