Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતનો ફ્લોપ શો : આખરે ફાઈનલમાં પાકિસ્તાનની હારનાં સિલસિલાનો અંત

- ૨૦૦૯ પછી ભારત પહેલી વખત પાકિસ્તાન સામે આઇસીસીની ટુર્નામેન્ટમાં હાર્યું

- ભારતની નિસ્તેજ બોલિંગ-ફિલ્ડિંગ : જંગી પડકારના દબાણ હેઠળ ભારતના બેટ્સમેનોની શરણાગતિ : પંડયાના ૪૩ બો

લંડન, તા.18 જૂન, 2017, રવિવાર
 
ભારતના હાઈપ્રોફાઈલ ક્રિકેટરોએ ખરા ટાણે જ ફ્લોપ શો કરતાં  પાકિસ્તાને ફાઇનલમાં હારના સિલસિલાને અટકાવતા ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી હતી. કેપ્ટન કોહલીએ ટોસ જીતીને પાકિસ્તાનને બેટીંગ આપવાની કરેલી ભૂલ આખરે ટીમને ભારે પડી હતી. ભારતની શરૃઆતની નબળી બોલિંગ અને ફિલ્ડિંગનો લાભ ઉઠાવતા પાકિસ્તાને ઝમાનની પ્રથમ સદી સાથેની ૧૧૪ રનની ઈનિંગને સહારે ચાર વિકેટે ૩૩૮ રન ફટકાર્યા હતા. ભારતના ધરખમ બેટસમેનો જંગી પડકારનો પીછો કરવાના દબાણ હેઠળ દબાઈ ગયા હતા અને આખરે ટીમને હારનો સામનો કરવો પડયો હતો. પંડયાએ ૪૩ બોલમાં ૭૬ રનની લડાયક બેટિંગ કરી હતી. આ સાથે પાકિસ્તાને વર્ષ ૨૦૦૯ પછી પહેલી વખત આઇસીસી ટુર્નામેન્ટમાં ભારત સામે મેચ જીતવામાં સફળ રહ્યું હતુ. 
 
ભારતના ટોપ ઓર્ડરનો ધબડકો : હાર્દિક પંડયાના લડાયક ૭૬
ચેમ્પિયન્સ ટ્રોફી જેવા મેજર મુકાબલામાં જીતવા માટેના ૩૩૯ના પડકારનો સામનો કરવાના ભારે દબાણ હેઠળ ભારતના ટોપ ઓર્ડરના બેટ્સમેનોનો ધબડકો થયો હતો. મોહમ્મદ આમેરે ભારતની ઈનિંગના ત્રીજા જ બોલ પર રોહિત શર્માને શૂન્ય પર લેગબિફોર વિકેટ આઉટ કર્યો હતો. જે પછી કેપ્ટન કોહલી માત્ર ૬ રનના વ્યક્તિગત સ્કોર પર આમેરનો બીજો શિકાર બન્યો હતો. ધવન (૨૧) અને યુવરાજે (૨૨) બાજી સંભાળવાનો પ્રયાસ કરતાં સ્કોરને ૩૩ સુધી પહોંચાડયો હતો, ત્યાં જ ફરી આમેર ત્રાટક્યો હતો અને તેણે ધવનને કોટ બિહાઈન્ડ આઉટ કરાવ્યો હતો. આ પછી યુવરાજ (૨૨) શદાબનો અને ધોની (૪) હસન અલીનો શિકાર બનતા ભારતનો નાલેશીભર્યો ધબડકો થયો હતો અને સ્કોર ૫૪/૫ થઈ ગયો હતો. જે પછી હાર્દિક પંડયાએ એકલા હાથે લડાયક દેખાવ કરતાં ૪૩ બોલમાં ૪ ચોગ્ગા અને ૬ છગ્ગા સાથે ૭૬ રન ફટકાર્યા હતાં પણ તે ટીમને જીતાડી શક્યો ન હતો.
 
આખરી ૧૦ ઓવરમાં ભારતે માત્ર ૪૪ રન આપ્યા 
ફાઈનલમાં નબળી શરૃઆત કરનારા ભારતના બોલરોએ આખરી ઓવરોમાં અસરકારક કમબેક કરતાં આખરી ૧૦ ઓવરમાં માત્ર ૪૪ રન આપ્યા હતા. તેમાં ય ભુવનેશ્વર કુમારે ૧૦ ઓવરમાં બે મેડન સાથે ૪૪ રન આપતાં એક વિકેટ ઝડપી હતી. એક તબક્કે લાગતુ હતુ કે, પાકિસ્તાન ૩૫૦ જેટલા રન કરશે. જોકે ભારતે આખરી પાંચ ઓવરમાં માત્ર ત્રણ જ બાઉન્ડ્રી આપતાં તેઓએ ચાર વિકેટે ૩૩૮ રન કર્યા હતા. અશ્વિન સૌથી ખર્ચાળ સાબિત થયો હતો અને તેણે ૧૦ ઓવરમાં ૭૦ રન આપ્યા હતા.
 
પાકે. વિકેટ ગુમાવવા સાથે સ્કોરબોર્ડ ફરતું રાખ્યું
ઝમાન અને અઝહર અલીની શતકીય ઓપનિંગ ભાગીદારી  બાદ પાકિસ્તાનના બેટ્સમેનોએ વિકેટ ગુમાવવાની સાથે સ્કોરબોર્ડને ફરતું રાખ્યું હતુ. કેપ્ટન તરીકે કોહલી કસોટીના સમયે પ્રભાવ પાડી શક્યો નહતો અને શરૃઆતની ૧૪ ઓવર લગલગાટ ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ અને અશ્વિનને આપી હતી. જે પછી હાર્દિક પંડયા અને જાડેજાને બોલિંગ સોંપાઈ હતી. પાકિસ્તાને મીડલ ઓવર્સમાં ૧૫ થી લઈને ૪૦ ઓવર દરમિયાન કુલ ૧૬૧ રન ફટકાર્યા હતા. ભારતીય બોલરોએ વિકેટ ઝડપી હતી, પણ તેઓ પાકિસ્તાનના બેટ્સમેનો પર હાવી થવામાં નિષ્ફળ રહ્યા હતા. 
 
ભારતને ભાગ્યનો સાથ ન મળ્યો : ઝમાન-અઝહર અલીની ૧૨૮ રનની ભાગીદારી
ઓવલમાં રમાયેલી હાઈવોલ્ટેજ ફાઇનલમાં ભારતના કેપ્ટન કોહલીએ ટોસ જીતીને પ્રથમ પાકિસ્તાનને બેટીંગમાં ઉતાર્યું હતુ. ભારતને શરૃઆતમા ભાગ્યનો સાથ મળ્યો નહતો.  બુમરાહની બોલિંગમાં માત્ર ત્રણ રનના સ્કોર પર નો-બોલમાં કોટ બિહાઈન્ડ થયેલા ઝમાને તેને મળેલા જીવતદાનનો ફાયદો ઉઠાવતા કારકિર્દીની ચોથી મેચમાં પહેલી સદી ફટકારી હતી. ઝમાન અને અઝહર અલીની જોડીને રનઆઉટ કરવાની તકો પણ ભારત ઝડપી શક્યું નહતુ. જેના કારણે ઝમાન-અઝહરની જોડીએ ૨૩ ઓવર સુધી બેટીંગ કરતાં ૧૨૮ રનની ભાગીદારી કરી હતી અને જંગી સ્કોરનો પાયો નાંખ્યો હતો. આખરે અઝહર ૫૬ના સ્કોર પર રનઆઉટ થયો હતો. 
 
બુમરાહના નો-બોલમાં જીવતદાન મેળવીને ફખરે સદી ફટકારી
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતને શરૃઆતમાં જ પાકિસ્તાનની જોડીને તોડીને તેમના પર ભીંસ વધારવાની તક હતી. બુમરાહના નો બોલમાં માત્ર ૩ રને આઉટ થયેલા ફખર ઝમાનને જીવતદાન મળ્યું હતુ, જે પછી તેણે સદી ફટકારી હતી. શરૃઆતમાં ભારતને બે વખત રન આઉટની પણ તક મળી હતી જે ફિલ્ડરો ઝડપી શક્યા ન હતા. 
 
બુમરાહનો નોબોલ - ઝમાનને ૩ રને જીવતદાન
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પાકિસ્તાનની ઈનિંગની ચોથી ઓવરના પહેલા જ બોલ પર બુમરાહની બોલિંગમાં ઝમાનનો કેચ વિકેટકિપર ધોનીએ આબાદ ઝડપી લેતા ભારતીય ચાહકો ઉછળી પડયા હતા. આ સમયે ઝમાન માત્ર ત્રણ રનના સ્કોર પર હતો અને પાકિસ્તાનનો સ્કોર ૮ રન હતો. જોકે તે બોલ, નોબોલ જાહેર થતાં ઝમાનને જીવતદાન મળ્યું હતુ. તેણે આ જીવતદાનનો ફાયદો ઉઠાવતા ૧૦૬ બોલમાં ૧૨ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૧૧૪ રન ઝૂડયા હતા.
 
ભારતે બે રન આઉટની તક ગુમાવી
પાકિસ્તાનની ઈનિંગની ત્રીજી ઓવરમાં ભુવનેશ્વર કુમારના બીજા જ બોલ પર પાકિસ્તાનના ઓપનરોએ ઉતાવળે રન લેવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે કેદાર જાધવને ઝમાનને રન આઉટ કરવાની તક મળી હતી. જો તેનો ડાયરેક્ટ થ્રો સ્ટમ્પને ટકરાયો હોત તો ઝમાન (૧) આઉટ થાય તેમ હતો, જોકે જાધવ આ તક ચૂકી ગયો હતો. આ પછી ઈનિંગની ૧૧મી ઓવરના બીજા બોલ પર બુમરાહના બોલ પર રોહિત શર્માને અઝહર અલી (૩૦*)ને રનઆઉટ કરવાની તક મળી હતી, પણ તે આ તક ચૂકી ગયો હતો. જેના કારણે પાકિસ્તાનને જીવતદાન મળ્યું હતુ.

Post Comments