Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૨૦૧૯ વર્લ્ડકપ : પાક., વિન્ડીઝ માટે ક્વોલિફાઇ થવા કપરા ચઢાણ

- ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૭ સુધી રેન્કિંગમાં ટોપ-૮માં હશે તે ટીમ જ સીધી ક્વોલિફાઇ થઇ શકશે

- વન-ડે રેન્કિંગમાં પાકિસ્તાન હાલ આઠમાં, વિન્ડીઝ નવમાં ક્રમે છે

અમદાવાદ. તા. 20 માર્ચ, 2017, સોમવાર
 
ભૂતપૂર્વ વર્લ્ડચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાન માટે ૨૦૧૯ના આઇસીસી વન-ડે વર્લ્ડકપમાં સીધા ક્વોલિફાઇ થવા માટે કપરા ચઢાણ સર્જાઇ શકે છે. આઇસીસી દ્વારા જારી કરવામાં આવેલા નવા નિયમ અનુસાર ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૭ સુધી જે પણ ટીમ આઇસીસી વન-ડે રેન્કિંગમાં ટોપ-૮માં સ્થાન ધરાવતી હશે તેની જ ૨૦૧૯ના વન-ડે વર્લ્ડકપની ટિકીટ 'કન્ફર્મ' થઇ જશે જ્યારે અન્ય ટીમનું નામ 'વેઇટિંગ'માં આવી જશે. 
 
હાલ પાકિસ્તાનની ટીમ વન-ડે રેન્કિંગમાં ૮૯ પોઇન્ટ સાથે આઠમાં અને વેસ્ટ ઇન્ડીઝ ૮૪ પોઇન્ટ સાથે નવમાં સ્થાને છે.   હવે ૭ થી ૧૧ એપ્રિલ દરમિયાન પાકિસ્તાન અને યજમાન વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચની વન-ડે શ્રેણી ખેલાશે. જેના પરિણામને આધારે કઇ ટીમ ૨૦૧૯ના વર્લ્ડકપમાં ક્વોલિફાઇ થઇ શકે છે તેનું ચિત્ર મહદ્અંશે સ્પષ્ટ થઇ શકે છે.
 
હાલની સ્થિતિ જોતાં બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝને ૨૦૧૯ના વર્લ્ડકપમાં ક્વોલિફાઇ થવા માટે આવતા વર્ષે યોજાનારી ક્વોલિફિકેશન રાઉન્ડ પર મદાર રાખવો પડે તેની પૂરી સંભાવના છે. કેમકે, પાકિસ્તાન પાસે હજુ જૂનમાં ચેમ્પિયન્સ ટ્રોફી વખતે પોતાનું રેન્કિંગ સુધારવા પણ તક રહેશે. બીજી તરફ કેરેબિયન ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પણ ક્વોલિફાઇ થઇ શકી નથી. 
 
પાકિસ્તાન સામેની શ્રેણી બાદ વેસ્ટ ઇન્ડીઝની ટીમ ૧૯ થી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન ઇંગ્લેન્ડમાં પાંચ મેચની વન-ડે શ્રેણીમાં રમશે. આ શ્રેણી કદાચ કઇ ટીમ વર્લ્ડકપ-૨૦૧૯ની ટિકીટ મેળવી શકે છે તેના ફેંસલા માટે મહત્વની પૂરવાર થઇ શકે તેમ છે. વિન્ડીઝની મુખ્ય સમસ્યા એ છે કે તે બોર્ડ-પ્લેયર્સ વચ્ચેના આંતરિક વિખવાદને કારણે ક્રિસ ગેઇલ, ડ્વેન બ્રાવો, પોલાર્ડ, નારાયણ, સેમ્યુઅલ્સ જેવા સ્ટાર્સની અવગણના કરી રહ્યું છે.
 
હાલ વિન્ડીઝની સાવ સાધારણ દરજ્જાની ટીમનો ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે ૩-૦થી વ્હાઇટવોશ થયો હતો. પાકિસ્તાન તેની આદતથી મજબૂર ફિક્સિંગ કે આંતરિક મતભેદ દ્વારા પગ પર કુહાડી મારે નહીં તો તેના માટે ક્વોલિફાઇ થવું વધારે મુશ્કેલ નથી. આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન ૪ જૂને ભારત, ૭ જૂને દક્ષિણ આફ્રિકા અને ૧૨ જૂને શ્રીલંકા સામે રમશે. 
 
 
આઇસીસી વન-ડે રેન્કિંગ 
૧. દક્ષિણ આફ્રિકા (૧૧૯), ૨. ઓસ્ટ્રેલિયા (૧૧૮), ૩. ન્યૂઝીલેન્ડ (૧૧૩), ૪. ભારત (૧૧૨), ૫. ઇંગ્લેન્ડ (૧૦૮), ૬. શ્રીલંકા (૯૮), ૭. બાંગલાદેશ (૯૧), ૮. પાકિસ્તાન (૮૯), ૯. વેસ્ટ ઇન્ડીઝ (૮૪), ૧૦. અફઘાનિસ્તાન (૫૫). 
 
કઇ ટીમ ભાગ લઇ શકશે?
૩૦ સપ્ટેમ્બર ૨૦૧૭ સુધી આઇસીસી વન-ડે રેન્કિંગમાં ટોપ-૮માં સ્થાન ધરાવતી ટીમ જ આઇસીસી વન-ડે વર્લ્ડકપ-૨૦૧૫માં સીધો પ્રવેશ મેળવી શકશે. આ સિવાયની અન્ય ટીમ વચ્ચે ક્વોલિફાઇ થવા માટે  આવતા વર્ષે બાંગલાદેશમાં ૧ માર્ચથી ૪ એપ્રિલ દરમિયાન ક્રિકેટ વર્લ્ડકપ ક્વોલિફાયર રમાશે. જેમાં કુલ ૧૦ ટીમ ભાગ લેશે અને આ પૈકી ટોચની બે ટીમ ૨૦૧૯ના વર્લ્ડકપની ટિકિટ મેળવશે. આઇસીસી વન-ડે રેેન્કિંગમાં તળિયાની ચાર ટીમ, ૨૦૧૫-૧૭ દરમિયાન આઇસીસી વર્લ્ડ ક્રિકેટ લીગની ટોચની ચાર ટીમ અને વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝન ટુ ની બે ટીમ ૨૦૧૮ના વર્લ્ડકપ ક્વોલિફાયરમાં ટકરાશે.
 

Post Comments