Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અશ્વિનનો સમાવેશ કરવાની મુર્ખામી ફાઇનલમાં ઉમેશ યાદવની જરૃર હતી

- પાકિસ્તાન સ્પિનરો સામે હંમેશા સારૃ રમે છે

- અશ્વિન અગાઉની બે મેચમાં સાવ પ્રભાવહીન પૂરવાર થયો હતો

લંડન, તા.18 જૂન, 2017, રવિવાર
 
અશ્વિન ઝુડાયો એટલે નહીં પણ ચાહકોએ ભારતની ટીમ મેચ અગાઉ જાણી ત્યારે જ એવી શંકા વ્યક્ત કરી હતી કે અશ્વિનને લઈને ટીમ મેનેજમેન્ટે ભૂલ કરી છે તેનું કારણ એ છે કે અશ્વિનને ભારતે પાકિસ્તાન સામેની ગુ્રપ મેચમાં નહતો લીધો તે પછી બે મેચોમાં તેને સ્થાન અપાયું જેમાં તે પ્રભાવહીન પૂરવાર થયો હતો.
 
પાકિસ્તાન આમ ભારતીય ઉપખંડની પીચો સ્પિનરો માટેની હોઈ સ્પિનરો સામે સારૃ રમે છે. આ ચેમ્પિયન્સ ટ્રોફીનો રેકોર્ડ જોતાં સમજાશે કે ૬૫ ટકા વિકેટો ફાસ્ટરોએ લીધી છે.  અધુરામાં પૂરું પીચ પર બોલ સામે ધીમા આવતા હતા અને કોઈ ટર્ન નહતા થતાં.
 
અશ્વિને તેની ૧૦ ઓવરોમાં ૭૦ આપ્યા હતા અને તેની ઓવરોમાં ચાર ચોગ્ગા અને ૩ છગ્ગા ફટકારાયા હતા. ફાસ્ટર ઉમેશ યાદવ છેલ્લા દોઢેક વર્ષમાં ખૂબ જ નિખાર પામ્યો છે અને ઈંગ્લેન્ડની પીચ પર ભૂવનેશ્વર કુમાર સામે છેડે તે હોત તો ફર્ક પડી શક્યો હોત. અશ્વિને પાકિસ્તાનને ભરપુર આત્મવિશ્વાસ આપતી બોલિંગ કરી હતી.
 

Post Comments