Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માર્શ-હેન્ડ્સકોમ્બની લડાયક બેટિંગ, ત્રીજી ટેસ્ટ ડ્રો

- ૧૫૨ રનના દેવા સામે ઓસ્ટ્રેલિયાના ૨૦૪/૬ : પૂજારા મેન ઓફ ધ મેચ

- શ્રેણી ૧-૧થી બરાબરી પર, હવે શનિવારથી અંતિમ-નિર્ણાયક ટેસ્ટ

માર્શ-હેન્ડ્સકોમ્બ વચ્ચે ૩૭૩ બોલમાં ૧૨૪ રનની ભાગીદારી નોંધાઇ
રાંચી, તા. 20 માર્ચ, 2017, સોમવાર
 
કુલ ૪૪૭.૩ ઓવર, ૧૨૫૮ રન, ૨૫ વિકેટના પતન તેમજ અનેક પ્રકારના ચઢાવ-ઉતાર બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની રાંચી ખાતેની ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો પરિણમી છે. બીજી ઇનિંગ્સમાં ૧૫૨ રનના દેવા સાથે ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે લંચ અગાઉ જ ૬૩ના સ્કોરમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી અને ભારતનો વિજય હાથવેંતમાં જ જણાઇ રહ્યો હતો. પરંતુ શોન માર્શ અને પીટર હેન્ડ્સકોમ્બે પાંચમી વિકેટ માટે ૬૨.૧ ઓવરમાં ૧૨૪ રનની અડીખમ ભાગીદારી નોંધાવી ભારતના વિજયની આશા પર પાણી ફેરવી દીધું હતું.
 
આમ, ચાર ટેસ્ટ મેચની શ્રેણી ૧-૧થી હજુ પણ સરભર છે. હવે ૨૫ માર્ચથી ધર્મશાળા ખાતે શરૃ થનારી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં 'ફાઇટ ટુ ફિનિશ' સમાન મુકાબલો જોવા મળશે. પ્રથમ ઇનિંગ્સમાં ૨૦૨ રન નોંધાવી ભારતને રમતમાં પાછું લાવવામાં મહત્વની ભૂમિકા અદા કરનારા ચેતેશ્વર પૂજારાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. 
 
અગાઉ ઓસ્ટ્રેલિયાએ પાંચમાં દિવસનો  પ્રારંભ ૭.૨ ઓવરમાં ૨ વિકેટે ૨૩ રનથી કર્યો હતો. ઓપનર મેટ્ટ રેન્શો અને સ્ટિવ સ્મિથે અંતિમ દિવસે દોઢ કલાક સુધી ભારતીય બોલર્સનો મક્કમતાથી સામનો કર્યો હતો. બંને વચ્ચે ૨૧.૨ ઓવરમાં ૩૬ રનની ભાગીદારી નોંધાઇ હતી. રેન્શોને આઉટ કરી ઇશાંતે ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ઓસ્ટ્રેલિયા હજુ આ આઘાતમાંથી બહાર પણ નહોતું આવ્યું ત્યાં જાડેજાએ સ્ટિવ સ્મિથને ક્લિન બોલ્ડ કરી દીધો હતો.
 
અહીંથી શોન માર્શ અને હેન્ડ્સકોમ્બે ભારતને હાવી થવાની કોઇ તક આપી નહોતી. માર્શે ૫૩ જ્યારે હેન્ડ્સકોમ્બે અણનમ ૭૨ રન નોંધાવી ભારતને વધારે હાવી થવાની તક આપી નહોતી. બંનેએ ૩૭૩ બોલમાં ૧૨૪ રનની ભાગીદારી નોંધાવી હતી. ભારત માટે રવિન્દ્ર જાડેજા ચાર વિકેટ સાથે સૌથી સફળ બોલર રહ્યો  હતો. આમ, જાડેજાએ મેચમાં કુલ ૯ વિકેટ ખેરવવા ઉપરાંત ૫૪ રનનું પણ યોગદાન આપ્યું હતું. 
 
મોડું ડિક્લેરેશન, ધીમી બેટિંગ ભારતને ભારે પડી?
ભારતે ૧૬૫.૩ ઓવરમાં ઓસ્ટ્રેલિયા સામે સરસાઇ મેળવી લીધી હતી. સરસાઇ મેળવ્યા બાદ ભારતે ૪૪.૩ ઓવર બેટિંગ કરી હતી અને જેમાં તેણે કુલ ૧૫૧ રન નોંધાવ્યા હતા. સરસાઇ મેળવ્યા બાદ ભારતે આક્રમક અભિગમ અપનાવ્યો હોત તો તેને ઇનિંગ્સ વહેલી ડિક્લેર કરવા તક હતી. ચોથા દિવસે ભારતે ઓસ્ટ્રેલિયાને આઠને સ્થાને ૧૫ થી ૧૮ ઓવર બેટિંગ કરવા આપી હોત તો તેને વધારે વિકેટ ખેરવી રમત ઉપર પ્રભુત્વ જમાવવાની પૂરી તક હતી. 
 
ભારતમાં સાત વર્ષમાં માત્ર પાંચમી ટેસ્ટ ડ્રો
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ટેસ્ટ ડ્રો પરિણમી હોય તેવું ખૂબ જ ઓછું બન્યું છે. ૨૦૧૧ના વર્ષથી ભારતમાં કુલ માત્ર પાંચ ટેસ્ટ ડ્રો પરિણમી છે.  ભારતમાં છેલ્લા ૭ વર્ષ દરમિયાન ડ્રો રહેલી ટેસ્ટમેચ આ મુજબ છે. 

વર્ષ

વિ.

૨૦૧૧

વેસ્ટ ઇન્ડીઝ

૨૦૧૨

ઇંગ્લેન્ડ

૨૦૧૫

દ.આફ્રિકા

૨૦૧૬

ઇંગ્લેન્ડ

૨૦૧૭

ઓસ્ટ્રેલિયા

 
પાંચમા બોલરની ખોટ પડી
અશ્વિન બીજી ઇનિંગ્સમાં ખાસ રીધમમાં જણાયો નહોતો. ભારતની હાલની ૧૫ સભ્યોની ટીમમાંથી ઓફસ્પિનર જયંત યાદવને સામેલ કરવામાં આવ્યો હોત તો તેનાથી ઓસ્ટ્રેલિયા પર દબાણ વધારી શકાય તેમ હતું. હવે ધર્મશાલામાં ભારત પાંચ બોલર સાથેની રણનીતિ ફરી અપનાવે તેવી પૂરી સંભાવના છે. કેમકે, છઠ્ઠા બેટ્સમેન તરીકે સામેલ કરાયેલો કરૃણ નાયર પણ કોઇ કમાલ કરી શક્યો નથી. 
 
૧૫૧ રનની લીડ છતાં ડ્રો ૧૦ વર્ષમાં ત્રીજી ઘટના
ભારતમાં રમતી વખતે પ્રથમ ઇનિંગ્સમાં ૧૫૦ કરતાં વધુ રનનું દેવું હોવા છતાં વિદેશી ટીમ ડ્રો કરવામાં સફળ રહી હોય તેવું છેલ્લા ૧૦ વર્ષમાં માત્ર ત્રીજી વખત બન્યું છે. અગાઉ ૨૦૦૭માં કોલકાતા ટેસ્ટમાં પાકિસ્તાન ૧૬૦ રનના દેવા જ્યારે ૨૦૦૮માં મોહાલી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ ૧૫૧ રનના દેવા છતાં ડ્રો કરવામાં સફળ રહ્યું હતું. હવે આ યાદીમાં ભારત-ઓસ્ટ્રેલિયાની રાંચી ટેસ્ટ પણ સામેલ થઇ ગઇ છે. 
 
એક જ સિઝનમાં વધુ વિકેટ  અશ્વિને સ્ટેનની બરાબરી કરી
અશ્વિને ૨૦૧૬-૧૭ની સિઝનમાં ૧૨ ટેસ્ટમાં ૭૮ વિકેટ ખેરવી છે. આ સાથે જ અશ્વિને એક જ સિઝનમાં સૌથી વધુ વિકેટ ખેરવવામાં ડેલ સ્ટેનના રેકોર્ડની બરાબરી કરી છે. ચોથી ટેસ્ટમાં અશ્વિનને સ્ટેનનો રેકોર્ડ તોડવા તક રહેશે. જાડેજા ૨૦૧૬-૧૭ની સિઝનમાં ૬૭ વિકેટ ખેરવી ચૂક્યો છે. 
 
એક જ સિઝનમાં સૌથી સફળ બોલર

બોલર

સિઝન

ટેસ્ટ

વિકેટ

સ્ટેન

૨૦૦૭-૦૮

૧૨

૭૮

અશ્વિન

૨૦૧૬-૧૭

૧૨

૭૮

જાડેજા

૨૦૧૬-૧૭

૧૨

૬૭

મેકગ્રા

૧૯૯૮-૯૯

૧૨

૬૬

કુંબલે

૨૦૦૪-૦૫

૧૧

૬૪

 
રેકોર્ડબુક 
* જાડેજાએ મેચમાં કુલ ૧૭૮ રનમાં ૯ વિકેટ ખેરવી હતી, જે તેની ટેસ્ટ કારકિર્દીનો બીજો શ્રેષ્ઠ દેખાવ છે. તેણે મેચમાં કુલ ૯૩.૩ ઓવર બોલિંગ કરી હતી. ૨૦૧૫-૧૬ની સિઝનથી જાડેજાએ પ્રથમ કક્ષાના ક્રિકેટમાં કુલ ૧૪૨ વિકેટ ખેરવી છે. આ સમયગાળામાં કોઇ ભારતીય બોલર પ્રથમ કક્ષાના ક્રિકેટમાં આટલી વિકેટ ખેરવી શક્યું નથી. 
* ભારતમાં રમતી વખતે ૧૫૦ રનના દેવા છતાં ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ડ્રો કરવામાં સફળ રહ્યું હોય તેવું ત્રીજી વખત બન્યું છે. અગાઉ ૧૯૭૯-૮૦માં દિલ્હી ટેસ્ટ, ૧૯૮૬-૮૭માં મુંબઇ ટેસ્ટ વખતે ઓસ્ટ્રેલિયા ૧૫૦થી વધુના દેવા છતાં ટેસ્ટને ડ્રો ખેંચવામાં સફળ રહ્યું હતું. 
* ભારતમાં રમતી વખતે પ્રવાસી ટીમે પૂરો પાંચમો દિવસ બેટિંગ કરી હોય તેવી આ માત્ર સાતમી ઘટના છે. ઓસ્ટ્રેલિયાએ પાંચમા દિવસે કુલ ૯૨.૪ ઓવર બેટિંગ કરી હતી. 
* સતત ૩૮ ઇનિંગ્સ બાદ ઓસ્ટ્રેલિયાની પાંચમી વિકેટ માટે ૧૦૦થી વધુ રનની ભાગીદારી નોંધાઇ છે. 
* ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ભારતમાં ૧૦ મેચ બાદ પ્રથમ વખત ટેસ્ટ ડ્રો પરિણમી છે. છેલ્લે ૨૦૦૮-૦૯માં બંને વચ્ચેની દિલ્હી ટેસ્ટ ડ્રો પરિણમી હતી. 
* ઓસ્ટ્રેલિયા ૧૩ ટેસ્ટ બાદ પ્રથમ વખત ડ્રો ટેસ્ટમાં સંકળાયું છે. છેલ્લે ૨૦૧૬માં ઓસ્ટ્રેલિયા-વિન્ડીઝની ટેસ્ટ ડ્રો પરિણમી હતી. આ સમયગાળા બાદ ઓસ્ટ્રેલિયાનો ૭મા વિજય-૬મા પરાજય થયો છે.
 
રાંચી ટેસ્ટ : હાઇલાઇટ્સ
પ્રથમ દિવસ
ઓસ્ટ્રેલિયા ૯૦ ઓવરમાં ૨૯૯/૪ (સ્મિથ ૧૧૭*, મેક્સવેલ ૮૨*)
બીજો દિવસ
ભારત ૪૦ ઓવરમાં ૧૨૦/૧(વિજય ૪૨*, પૂજારા ૧૦*)
ત્રીજો દિવસ 
ભારત ૧૩૦ ઓવકમાં ૩૬૦/૬(પૂજારા ૧૩૦*, સહા ૧૮*)
ચોથો દિવસ
ઓસ્ટ્રેલિયા ૭.૨ ઓવરમાં ૨૩/૨(રેન્શો ૭*).
 
ટેસ્ટ ડ્રો ખેંચવાથી અમારું મનોબળ બુલંદ બન્યું છે : સ્મિથ
રાંચી : સ્ટિવ સ્મિથે રાંચી ટેસ્ટ ડ્રોમાં ખેંચ્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમના લડાયક મિજાજની પ્રશંસા કરી છે. સ્મિથે જણાવ્યું હતું કે 'અમારી ટીમ પર મને ગર્વ છે. માર્શ-હેન્ડ્સકોમ્બ આયોજનબદ્ધ્ર રમ્યા હતા. બંનેના મજબૂત ડિફેન્સ સામે ભારતીય બોલરોને કોઇ તક મળી નહોતી. આ ટેસ્ટ ડ્રો ખેંચ્યા બાદ હવે અમારું મનોબળ વધારે બુલંદ છે. આ ટેસ્ટના પરિણામથી ભારતના આત્મવિશ્વાસને ચોક્કસ ફટકો પડયો હશે. અંતિમ ટેસ્ટમાં શાનદાર દેખાવ સાથે વિજય મેળવવા અમે  કોઇ કસર બાકી નહીં રાખીએ. અમારા દરેક બેટ્સમેનન યોગદાન આપી રહ્યા છે જે વધુ એક હકારાત્મક બાબત છે.  '  પિચ અંગે સ્મિથે જણાવ્યું કે 'આ પિચને પ્રથમ વાર જોઇ ત્યારે ટેસ્ટ પાંચ દિવસ સુધી ચાલશે તેમ વિચાર્યું પણ નહોતું. પિચ ખૂબ જ સારી હતી.આજે દિવસના પ્રારંભે અમારી ટીમ થોડી નર્વસ પણ હતી.  '  
 
પૂજારા અનમોલ પ્લેયર છે : કોહલી
રાંચી : વિરાટ કોહલીએ ત્રીજી ટેસ્ટમાં બેવડી સદી ફટકારી ભારતને રમતમાં પરત લાવવામાં મહત્વની ભૂમિકા અદા કરનારા ચેતેશ્વર પૂજારાની પ્રશંસા કરી હતી. ત્રીજી ટેસ્ટના ડ્રો પરિણામથી કોહલી નિરાશ જણાતો હતો. કોહલીએ જણાવ્યું હતું કે 'અમે અસ્ટોસ ગુમાવ્યા છતાં આ ટેસ્ટંમાં ખૂબ જ સારી સ્થિતિ મેળવી હતી. હરીફ ટીમ રનના ઢગલા ખડકી રહી હોય ત્યારે ડ્રેસિંગ રૃમમાં બેસવું મારા માટે ખૂબ જ કપરું રહ્યું હતું. મુરલી-રાહુલે અમને ખૂબ સારી શરૃઆત અપાવી હતી. પૂજારા-સહાની ભાગીદારી મેં છેલ્લા કેટલાક સમયમાં જોયેલી શ્રેષ્ઠ પૈકીની એક છે. ૧૫૦ રનની સરસાઇ મેળવવા વિચાર્યું પણ નહોતું. પૂજારા અમારો અનમોલ પ્લેયર છે. અમને એક તબક્કે વિજયની તક હતી પરંતુ માર્શ-હેન્ડ્સકોમ્બે ખૂબ જ સારી બેટિંગ કરી હતી. ડ્રો ખેંચવા બદલ ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રશંસાને પાત્ર છે.
 
ઓસ્ટ્રેલિયા (પ્રથમ દાવ) ૪૫૧
ભારત (પ્રથમ દાવ) ૬૦૩/૯ ડિક.
ઓસ્ટ્રેલિયા (બીજો દાવ)

 

રન

બોલ

વોર્નર બો. જાડેજા

૧૪

૧૬

રેન્શો એલબી બો. ઇશાંત

૧૫

૮૪

લાયન બો. જાડેજા

સ્મિથ બો. જાડેજા

૨૧

૬૮

માર્શ કો. વિજય બો. જાડેજા

૫૩

૧૯૭

હેન્ડ્સકોમ્બ અણનમ

૭૨

૨૦૦

મેક્સવેલ કો. વિજય બો. અશ્વિન

૧૫

વેડ અણનમ

૧૬

 
એક્સ્ટ્રા : (બાય : ૯, લેગ બાય : ૪, નો બોલ : ૩) ૧૬, કુલ : (૧૦૦ ઓવરમાં, ૬ વિકેટે) ૨૦૪. 
 
વિકેટ : ૧-૧૭ (વોર્નર, ૫.૧), ૨-૨૩ (લાયન, ૭.૨), ૩-૫૯ (રેન્શો, ૨૮.૪), ૪-૬૩ (સ્મિથ, ૨૯.૧), ૫-૧૮૭ (માર્શ, ૯૧.૨), ૬-૧૯૦ (મેક્સવેલ, ૯૪.૪). બોલિંગ : અશ્વિન : ૩૦-૧૦-૭૧-૧, જાડેજા : ૪૪-૧૮-૫૪-૪, યાદવ : ૧૫-૨-૩૬-૦, ઇશાંત : ૧૧-૦-૩૦-૧. 

Post Comments