Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કિદામ્બી શ્રીકાંતે ઈન્ડોનેશિયા ઓપન સુપર સિરિઝ જીતી

- ફાઈનલમાં જાપાનના સાકાઈને ૨૧-૧૧, ૨૧-૧૯થી હરાવ્યો

- ૨૦૧૪ પછી પ્રથમ સુપર સિરિઝ ટાઈટલ જીત્યો

જકાર્તા, તા.18 જૂન, 2017, રવિવાર
 
ભારતીય બેડમિંટન સ્ટાર કિદામ્બી શ્રીકાંતે ફાઈનલમાં જાપાનના કાઝુમાસા સાકાઈને સીધી ગેમ્સમાં ૨૧-૧૧, ૨૧-૧૯થી હરાવીને ઈન્ડોનેશિયા ઓપન સુપર સિરિઝ ટાઈટલ જીતી લીધું હતુ. આ સાથે શ્રીકાંતે ૨૦૧૪ પછી પહેલી વખત સુપર સિરિઝ પ્રીમિયર ટાઈટલ જીતી લીધું હતુ.
 
વર્લ્ડ રેન્કિંગમાં ૨૨મો ક્રમાંક ધરાવતા શ્રીકાંતે ૪૭માં ક્રમાંકિત સાકાઈ સામે માત્ર ૩૭ મિનિટમાં જ જીત મેળવતા ૭૫ હજાર ડોલરની ઈનામી રકમ ધરાવતી ટુર્નામેન્ટ જીતી લીધી હતી. નોંધપાત્ર છે કે, શ્રીકાંતે ટુર્નામેન્ટમાં શાનદાર દેખાવ કરતાં સેમિ ફાઈનલમાં વર્લ્ડ રેન્કિંગમાં ટોચનો ક્રમ ધરાવતા કોરિયાના વાન હો સામે વિજય મેળવ્યો હતો.
 
ચેમ્પિયન બનેલા શ્રીકાંતે કહ્યું કે, તેણે બીજી ગેમમાં સારી રમત દર્શાવી હતી. એક તબક્કે હું ૬-૧૧થી પાછળ પડી ગયો હતો. જોકે ત્યાર બાદ વળતો હૂમલો કરતા મેચ સ્કોરને ૧૩-૧૩થી બરોબરી પર લાવી દીધો હતો. મારા મતે આ જ મેચનો ટર્નિંગ પોઈન્ટ હતો.
 
અગાઉ શ્રીકાંત સિંગાપોર ઓપન સુપર સિરિઝની ફાઈનલમાં પ્રવેશ્યો હતો, જ્યાં તેને ભારતના જ સાઈ પ્રણિત સામે હારનો સામનો કરવો પડયો હતો.

Post Comments