Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતીય ઓલિમ્પિક એસોસિએશને કલમાડી-ચૌટાલાની હકાલપટ્ટી કરી

- કલમાડી અને ચૌટાલાને લાઈફ પ્રેસિડેન્ટ્ બનાવતા વિવાદ સર્જાયો હતો

- રમત મંત્રાલયે પણ IOAના નિર્ણયને આવકાર્યો

નવી દિલ્હી, તા. 10 જાન્યુઆરી, મંગળવાર, 2017
 
ભારતીય ઓલિમ્પિક એસોસિએશને (આઇઓએ) વિવાદોને કારણે ખરડાયેલા સુરેશ કલમાડી અને અભય ચૌટાલાને પોતાના લાઈફ પ્રેસિડેન્ટ્સમાં સામેલ કરવાના નિર્ણયને રદ કરી દીધો છે. આ સાથે આઇઓએમાંથી ફરી વખત કલમાડી અને ચૌટાલાની હકાલપટ્ટી થઈ છે અને હવે રમત મંત્રાયલ ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને ફરી વખત માન્યતા આપશે તે લગભગ નિશ્ચિત બની ગયું છે. 
 
આઇઓએની ગઈકાલની મિટિંગમાં લેવાયેલા નિર્ણયને કારણે ભારે વિવાદ સર્જાયો હતો. આ પછી રમત મંત્રાલયે ભારતીય ઓલિમ્પિક સંઘને નોટીસ ફટકારી હત. જેના જવાબમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ એન. રામચંદ્રને કહ્યું હતુ કે, કલમાડી અને ચૌટાલાની નિમણૂંકના નિર્ણયમાં કોઈ તકનીકી વિધ્ન આવતું નથી.
 
જોકે ભારતીય ઓલિમ્પિક એસોસિએશને તેનો નિર્ણય ફેરવી તોળ્યો છે. રમત મંત્રી વિજય ગોયલે કહ્યું કે, મેં મીડિયા રિપોર્ટસમાં જોયું છે કે, આઇઓએ દ્વારા તેના લાઈફ ટાઈમ પ્રેસિડેન્ટ તરીકેના પદેથી કલમાડી અને ચૌટાલાને દૂર કરવામાં આવ્યા છે. મને ખુશી છે કે, ભારતીય ઓલિમ્પિક એસોસિએશને તેના નિર્ણય બદલ્યો છે જે દેશમાં રમતોના પારદર્શી વહિવટના હિતમાં છે. 
 
કલમાડી અને ચૌટાલાને ચેન્નાઈમાં તા. ૨૭મી ડિસેમ્બરના રોજ યોજાયેલી ભારતીય ઓલિમ્પિક સંઘની વાર્ષિક સાધારણ સભામાં લાઈફ ટાઈમ પ્રેસિડેન્ટની હોનનરી પોસ્ટ આપવામાં આવી હતી. જોકે આ નિર્ણયના વિરોધમાં એસોસિએશનના સભ્યો જ હતા અને જેના કારે આ નિર્ણયને ફેરવી તોળવામાં આવ્યો છે.
 
અગાઉ આઇઓએના સ્પોર્ટસ સેક્રેટરી ઈન્જેટી શ્રીનિવાસે કહ્યું હતુ કે, અમે આઇઓએના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ જે તેના બંધારણ મુજબનો છે. કલમાડી પર ૨૦૧૦ની કોમનવેલ્થ ગેમ્સમાં કૌભાંડનો આરોપ હતો. જ્યારે અભય ચૌટાલાનું નામ પણ સ્પોર્ટસ એડમિનિસ્ટ્રેટર તરીકે વિવાદોથી ખરડાયેલું રહ્યું છે.
 

Post Comments