Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતીય હોકી ટીમે ૭-૧થી પાકિસ્તાન સામે વિજય મેળવ્યો

- હોકીમાં ભારતનો પાકિસ્તાન સામેનો સૌથી મોટા અંતરનો વિજય

- હોકી વર્લ્ડ લીગ સેમિ ફાઇનલ ટુર્નામેન્ટમાં ભારતની વિજય કૂચ જારી

લંડન, તા.18 જૂન, 2017, રવિવાર
 
ભારતીય હોકી ખેલાડીઓએ શાનદાર દેખાવ કરતાં પાકિસ્તાન સામેની ગુ્રપ મેચમાં ૭-૧થી ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. ભારતે આ સાથે તેના હોકી ઈતિહાસમાં પાકિસ્તાન સામે સૌથી મોટા અંતરનો વિજય મેળવ્યો હતો. લંડનમા ચાલી રહેલી હોકી વર્લ્ડ લીગ સેમિ ફાઈનલ્સ ટુર્નામેન્ટમાં ભારતની આ સતત ત્રીજી જીત હતી.
 
મનપ્રીત સિંઘની આગેવાનીમાં રમી રહેલી ભારતીય હોકી ટીમ તરફથી તલવિંદર સિંઘ, હર્મનપ્રીત અને આકાશદીપે બે-બે ગોલ ફટકાર્યા હતા. જ્યારે એક ગોલ પ્રદીપ મોરે નોંધાવ્યો હતો. ભારતની સાથે બી ગુ્રપમા પાકિસ્તાન ઉપરાંત નેધરલેન્ડ, કેનેડા, સ્કોટલેન્ડ તેમજ પાકિસ્તાન સ્થાન ધરાવે છે. 
 
નિયમિત કેપ્ટન શ્રીજેશની ગેરહાજરી છતાં ભારતના ખેલાડીઓએ શાનદાર દેખાવ કર્યો હતો. ભારતની ટીમે આ સાથે ક્વાર્ટર ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધુ છે. જ્યાં ભારતની ટક્કર આર્જેન્ટીના કે ઈંગ્લેન્ડ સામે થાય તેમ છે. આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સતત ત્રીજી હાર સાથે બહાર ફેંકાઈ ગયું છે.

Post Comments