Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજથી પ્રેક્ટિસ મેચ : ઈન્ડિયા-એ સામે ઓસ્ટ્રેલિયાના સ્પિનરોની કસોટી થશે

- બરોડાનો હાર્દિક પંડયા કેપ્ટન :ગુજરાતના પ્રિયાંક પંચાલનો પણ ટીમમાં સમાવેશ

- મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં બે દિવસીય પ્રેક્ટિસ મેચ રમાશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૨૩મી ફેબુ્રઆરીથી પ્રથમ ટેસ્ટ
મુંબઈ, તા. 16 ફેબ્રુઆરી 2017, ગુરૂવાર
 
ભારતની ભૂમિ પરની ટેસ્ટ શ્રેણીમાં અણધારી જીતની આશા સાથે આવી પહોંચેલી ઓસ્ટ્રેલિયાની ટીમ આવતીકાલથી ઈન્ડિયા-એ સામે બે દિવસીય પ્રેક્ટિસ મેચ રમશે. બરોડાના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાની કેપ્ટન્સી હેઠળની ઈન્ડિયા-એ ટીમમાં ડોમેસ્ટીક ક્રિકેટમાં પ્રભાવક દેખાવ કરનારા યુવા ખેલાડીઓ છે.
 
આવતીકાલથી શરૃ થનારી ટેસ્ટમાં ખાસ કરીને ભારતના યુવા બેટ્સમેનો અને ઓસ્ટ્રેલિયાના સ્પિનરો વચ્ચેનો મુકાબલો કેવો રહે છે, તેના પર બધાની નજર રહેશે. ઓસ્ટ્રેલિયા આવતીકાલથી શરૃ થનારી પ્રેક્ટિસ મેચમાં તેના અનુભવી ફાસ્ટ બોલરોને આરામ આપે તેવી શક્યતા છે. ઈન્ડિયા-એ ટીમમાં ગુજરાતના પ્રતિભાશાળી ઓપનર પ્રિયાંક પંચાલને પણ સામેલ કરવામાં આવ્યો છે. 
 
આવતીકાલની પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયાના કોચ ડેરૈન લેહમેન અને કેપ્ટન સ્ટીવ સ્મિથની નજર તેમના સ્પિનરોના દેખાવ પર વિશેષ રહેશે. ભારતની પીચો પરંપરાગત રીતે સ્પિનરોને યારી આપનારી હોય છે આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા જો ભારતને તેની ધરતી પર ટેસ્ટમાં હરાવવા માગતુ હોય તો સ્પિનરોનો દેખાવ સારો રહે તે જરુરી છે.
 
ઓસ્ટ્રેલિયાની ટીમમાં નેથન લાયન અને સ્ટીફન ઓ'કીફ જેવા સ્પિનરો છે, જે ભારત સામે તા. ૨૩મી ફેબુ્રઆરીથી શરૃ થનારી પ્રથમ ટેસ્ટમાં રમે તે લગભગ નક્કી મનાય છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા યુવા સ્પિનર માઈકલ સ્વેપ્સનને પણ અજમાવે તેવી શક્યતા છે. 
 
જોકે ભારત સામેની ચાર ટેસ્ટની શ્રેણીને ધ્યાનમાં રાખીને સ્ટાર ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક તેમજ જોશ હેઝલવૂડને આવતીકાલથી શરૃ થનારી પ્રેક્ટિસ મેચમાં ખુબ જ ઓછી ઓવરો આપવામાં આવે તેવું બની શકે. ઓસ્ટ્રેલિયાના કોચ ડેરૈન લેહમેને કહ્યુ કે, આવતીકાલની મેચમા અમે પડકાર ઝીલવા માટે તૈયાર છીએ અને અમારી ટીમ ટેસ્ટ મેચ માટે યોગ્ય તૈયારી કરી તેના પર અમે ધ્યાન આપીશું.
 
આવતીકાલની મેચમાં કોને મેદાન પર ઉતારવામાં આવશે તેનો નિર્ણય મેચ પહેલા જ લેવાશે. અમે દુબઈમાં તૈયારી કર્યા બાદ અહીં આવ્યા છીએ અને પરિસ્થિતિ જોયા બાદ નિર્ણય લઈશું. 
 
ઈન્ડિયા-એ ટીમમાં યુવા ખેલાડીઓ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. ઋષભ પંત, વિકેટકિપર બેટ્સમેન ઇશાન કિશન, કુલદિપ યાદવ, શ્રેયસ ઐયર જેવા ખેલાડીઓ પર વિશેષ નજર રહેશે.
 
ખાસ કરીને બરોડાના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાની પાસે આવતીકાલની પ્રેક્ટિસ મેચમાં શાનદાર દેખાવ કરીને ટેસ્ટ ટીમમાં એન્ટ્રી માટે દાવેદારી મજબુત કરવાની તક છે. ભારતીય ટીમના કોચ કુમ્બલેએ હાર્દિક પંડયાની ઓલરાઉન્ડ પ્રતિભાના વખાણ કર્યા હતા. તેને ભારતની ટેસ્ટ ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો છે. 
 
ઓસ્ટ્રેલિયા : સ્મિથ (કેપ્ટન), વોર્નર (વાઈસ કેપ્ટન), અગર, બર્ડ, હેન્ડસ્કોમ્બ, હેઝલવૂડ, ખ્વાજા, લાયન, મિશેલ માર્શ, શોન માર્શ, મેક્સવેલ, ઓ'કીફ, રેનશો, સ્ટાર્ક, સ્વેપ્સન, વેડ
 
ઈન્ડિયા-એ : હાર્દિક પંડયા (કેપ્ટન), પ્રિયાંક પંચાલ, હેર્વાડકર, શ્રેયસ ઐયર, અંકિત બાવને, ઋષભ પંત, કિશન (વિ.કી.), નદિમ, કે.ગોવથમ, કુલદિપ યાદવ, સૈની, ડિન્ડા, સિરાજ, રાહુલ સિંઘ, ઈન્દ્રજીત.
 
ભારતના ફાસ્ટ બોલરોને ગભીરતાથી લઈએ છીએ
એસ.શ્રીરામ અને પાનેસરની ટીપ્સ ઉપયોગી સાબિત થશે : લેહમેન
મુંબઈ, તા. 16 ફેબ્રુઆરી 2017, ગુરૂવાર
ઓસ્ટ્રેલિયા ભારતની ભૂમિ પર ટેસ્ટ મેચમાં સફળતા મેળવવા માટે તમિલનાડુના ભૂતપૂર્વ સ્પિનર શ્રીધર શ્રીરામ તેમજ ભારતીય મૂળના ઈંગ્લેન્ડના પૂર્વ સ્પિનર મોન્ટી પાનેસરની સેવા લઈ રહ્યું છે. જે અંગે કોચ લેહમેને કહ્યું કે, બંને સ્પિનરો પાસેથી મળેલી ટીપ્સ અમારા સ્પિનરો માટે આગામી શ્રેણીમાં ઉપયોગી સાબિત થશે.
 
આ ઉપરાંત તેઓએ અમારા બેટ્સમેનોને પણ સલાહ આપી છે કે, કેવી રીતે ભારતીય સ્પિનરોનો સામનો કરવો. જોકે અમારુ ધ્યાન માત્ર ભારતીય સ્પિનરો પર જ નથી. ભારતના ફાસ્ટ બોલરો પણ પ્રતિભાશાળી છે અને અમે તેમનો સામનો કરવા માટે પણ અમે તૈયારી કરી છે.
 
એક સમયે વિશ્વ ક્રિકેટ પર દબદબો ધરાવતા ઓસ્ટ્રેલિયાના ઓલ્ડ સ્કૂલ ક્રિકેટના માસ્ટર તરીકે લેહમેન સતત યુવા ખેલાડીઓને પ્રેરણા અને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરતાં રહે છે. જોકે ઓસ્ટ્રેલિયાના યુવા ખેલાડીઓના પર્ફોમન્સમાં અસાધારણ ચડાવ ઉતાર જોવા મળતો રહ્યો છે અને તેની અસર ટીમના પર્ફોમન્સ પર જોવા મળે છે. 

Post Comments