Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતની હાર માટે મેચ ફિક્સિંગ કે અતિ આત્મવિશ્વાસ જવાબદાર?

- ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલની હાર બાદ ચાહકોમાં ચર્ચા

અમદાવાદ, તા.18 જૂન, 2017, રવિવાર
 
ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા હોટફેવરિટ ભારત કટ્ટર હરિફ પાકિસ્તાન સામેની ફાઈનલમાં નાલેશીભર્યા  દેખાવ સાથે ક્રિકેટ ચાહકોમાં ભારે નારાજગી સાથે તરેહ-તરેહની ચર્ચા શરૃ થઈ હતી. કેટલાક ક્રિકેટ વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, ભારતની હારની પાછળ કેપ્ટન કોહલી સહિતના સ્ટાર ખેલાડીઓ અતિ આત્મવિશ્વાસ જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે કેટલાક  ક્રિકેટ વર્તુળોમાં ફાઈનલમાં ફિક્સિંગની આશંકા પણ વ્યક્ત કરી રહ્યા છે. 
 
ઓવલમાં રમાયેલી ફાઇનલમાં ભારતે શરૃઆતથી છબરડાની પરંપરા સર્જી હતી. જંગી સ્કોર ખડકીને હરિફ ટીમને ભીંસમાં મુકવા માટે જાણીતા ભારતે આશ્ચર્યજનક રીતે પાકિસ્તાનને બેટીંગ આપી હતી. વધુમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં સરેરાશ દેકાવ કરનારા અશ્વિનને શરૃઆતની ૧૪ ઓવરમાં સતત બોલિંગ આપવામાં આવી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજા જેવા સફળ બોલરને નજર અંદાજ કરવામાં આવ્યો હતો.
 
 ભારતીય ક્રિકેટરોની બોડી લેંગવેજ ઉત્સાહજનક રહી નહતી. જ્યારે ભારતના બેટ્સમેનોનો ધબડકો પણ અસાધારણ અને માન્યામાં ન આવે તેવો હતો. છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સાવ હાંસિયામાં ફેંકાઈ ગયેલા પાકિસ્તાનને ઉપર લાવવા માટે ફિક્સિંગ થયું હોય તેવી આશંકા પણ કેટલાક ક્રિકેટ વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે.

Post Comments