Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાકિસ્તાનને હરાવીને ભારતે ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું

- હવે આવતીકાલે નેધરલેન્ડ સામે મુકાબલો

- તલવિંદર સિંઘ, હર્મનપ્રીત અને આકાશદીપના બે-બે ગોલ :ભારત સતત ત્રીજી વિજય સાથે ટુર્નામેન્ટની ક્વાર્ટર

લંડન, તા.18 જૂન, 2017, રવિવાર
 
એક તરફ લંડનમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતના કરોડપતિ હાઈપ્રોફાઈલ ક્રિકેટરો પાકિસ્તાન સામે સાવ વામણા સાબિત થયા હતા. ત્યારે લંડનમાં જ રમાયેલી હોકી વર્લ્ડ લીગ સેમિ ફાઈનલ્સ ટુર્નામેન્ટની ગુ્રપ મેચમાં ભારતના હોકી ખેલાડીઓએ જબરજસ્ત દેખાવ કરતાં ૭-૧થી પાકિસ્તાનને કચડી નાંખ્યું હતુ.
 
ભારતે આ સાથે પાકિસ્તાન સામેના હોકી ઈતિહાસનો સૌથી મોટા અંતરનો વિજય મેળવ્યો હતો. આ જીતની સાથે ભારતે ટુર્નામેન્ટમાં સતત ત્રીજો વિજય મેળવતા વટ કે સાથે ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ભારતની જીતમાં તલવિંદર સિંઘ, હર્મનપ્રીત અને આકાશદીપે બે-બે ગોલ ફટકારીને મહત્વનો ફાળો આપ્યો હતો. 
 
ભારતીય રમત ચાહકોને ઉજવણીની તક પુરી પાડતાં હોકી ખેલાડીઓએ જબરજસ્ત દેખાવ કરતાં ગુ્રપ બીની લીગ મેચમાં શરૃઆતથી જ પોતાની પકડ જારી રાખી હતી. ભારતે અગાઉ સ્કોટલેન્ડ સામે ૪-૧થી તેમજ કેનેડા સામે ૩-૦થી વિજય મેળવ્યો હતો. પાકિસ્તાન સામેના ભવ્ય વિજયની સાથે ભારતીય હોકી ટીમ ગુ્રપમાં ૯ પોઈન્ટ સાથે ટોચ પર આવી ગઈ હતી. 
 
પાકિસ્તાન સામે ભારતનો વિજય એટલા માટે નિર્ણાયક અને મહત્વનો મનાય છે કારણ કે નેધરલેન્ડ ભારતના હરિફ સામે માત્ર ૪-૦થી જીતી શક્યું હતુ. ભારતે મેચમાં આક્રમક શરૃઆત કરતાં પ્રથમ ક્વાર્ટરમાં જ હર્મનપ્રીતના પેનલ્ટી કોર્નર પરના ગોલને સહારે સરસાઈ મેળવી લીધી હતી. આ પછી પાકિસ્તાનના ખેલાડીઓ પર ભારત હાવી રહ્યુ હતુ.  તલવિંદરના ઉપરાઉપરી બે ગોલને સહારે ભારતે ૩-૦થી સરસાઈ મેળવી લીધી હતી. આ પછી હર્મનપ્રિતના બીજા ગોલથી ભારતની સરસાઈ ૪-૦ થઈ ગઈ હતી. 
 
ભારતીય ગોલકિપર વિકાસ દહીયાએ પાકિસ્તાનના અસરકારક પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. આ પછી આકાશદીપ ત્રાટક્યો હતો અને તેના ગોલને સહારે ૫-૦થી સરસાઈ મેળવી લીધી હતી. પ્રદિપ મોરે ૪૭મી મિનિટે નોંધાવેલા ગોલને સહારે ભારતે ૬-૦થી સરસાઈ મેળવી  હતી.
 
પાકિસ્તાન તરફથી મેચની ૫૭મી મિનિટે મુહમ્મદ ઉમર બટ્ટાએ ગોલ ફટકાર્યો હતો. જોકે મેચની ૫૯મી મિનિટે આકાશદીપે બીજો ગોલ ફટકારતાં ભારતે ૭-૧થી વિજય મેળવ્યો હતો. હવે આખરી ગુ્રપ મેચમાં તારીખ ૨૦મી જુને ભારત અને નેધરલેન્ડ વચ્ચે મુકાબલો ખેલાશે. 

Post Comments