Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ન્યૂઝિલેન્ડને હરાવીને ભારત મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં

- મિતાલી રાજની ૧૦૯ રનની કેપ્ટન્સ ઈનિંગ : રાજેશ્રી ગાયકવાડની ૧૫ રનમાં પાંચ વિકેટ

- ૨૬૬ના ટાર્ગેટ સામે ન્યૂઝિલેન્ડ માત્ર ૭૯ રનમાં ખખડ્યું : વેદા ક્રિશ્નમૂર્તિના ૪૫ બોલમાં ૭૦, હર્મનપ્

ડર્બી, તા. 15 જુલાઇ, 2017, શનિવાર

ભારતીય કેપ્ટન મિતાલી રાજે કારકિર્દીની છઠ્ઠી સદી સાથે ૧૦૯ રનની કેપ્ટન ઈનિંગ રમ્યા બાદ રાજશ્રી ગાયકવાડે માત્ર ૧૫ રનમાં પાંચ વિકેટ ઝડપીને સપાટો બોલાવતા ભારતે ન્યૂઝિલેન્ડને ૧૮૬ રનથી સજ્જડ પરાજય આપીને મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. ભારતે મિતાલીની સદી અને વેદા ક્રિશ્નમૂર્તિના ૭૦ તેમજ હર્મનપ્રીતના ૬૦ની મદદથી સાત વિકેટે ૨૬૫ રન કર્યા હતા. જવાબમાં ન્યૂઝિલેન્ડ માત્ર ૨૫.૩ ઓવરમાં જ ૭૯ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતુ. આ જીતની સાથે ભારત મહિલા વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં પ્રવેશ્યું હતુ. જ્યારે ન્યૂઝિલેન્ડ બહાર ફેંકાયું હતુ. ભારત અગાઉ ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા સેમિફાઈનલમાં ક્વોલિફાય થઈ ચૂક્યા છે.

મિતાલી રાજની છઠ્ઠી સદી : વેદા-હર્મનપ્રીતની અડધી સદીઓ
વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ કરો યા મરોના મુકાબલામાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટીંગમાં ઉતાર્યું હતુ. ભારતે બંને ઓપનરોને માત્ર ૨૧ રનના સ્કોર પર ગુમાવી દીધા હતા. આ તબક્કે ટીમને મુશ્કેલીમાંથી ઉગારતાં કેપ્ટન મિતાલી રાજે કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી હતી. તેણે ૧૨૩ બોલનો સામનો કરતાં ૧૧ ચોગ્ગા સાથે ૧૦૯ રન ફટકાર્યા હતા. તેની મદદ કરતાં હર્મનપ્રીતે ૬૦ રન ફટકાર્યા હતા. જ્યારે વેદા ક્રિશ્નમૂર્તિએ ૪૫ બોલમાં ૭ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૭૦ રન ઝૂડયા હતા. મિતાલીએ હર્મનપ્રીત સાથે૧૩૨ રનની અને વેદા ક્રિશ્નમૂર્તિ સાથે ૧૦૮ રનની ભાગીદારી કરતાં ભારતને ૨૫૦ને પાર પહોંચાડયું હતુ.

લેફર્ટ આર્મ સ્પિનર રાજેશ્વરીનો સપાટો
જીતવા માટેના ૨૬૬ રનના પડકારનો પીછો કરવા ઉતરેલા ન્યૂઝિલેન્ડ શરૃઆત નબળી રહી હતી. શ્રુતિ પાંડે અને ઝુલન ગોસ્વામીએ ન્યૂઝિલેન્ડની ઓપનરોને માત્ર ૭ રનના સ્કોર પર પેવેલિયન ભેગી કરી દીધી હતી. આ પછી સેટર્થવેઈટે લડત આપવાનો પ્રયાસ કરતાં ૪૭ બોલમાં ૨૬ રન ફટકાર્યા હતા. જોકે ભારતીય બોલરોએ ન્યૂઝિલેન્ડની વિકેટો નિયમિત અંતરે ઝડપતાં રહીને તેમના પર દબાણ સર્જ્યું હતુ. જેની સામે ન્યૂઝિલેન્ડનો ધબડકો થયો હતો અને તેમની આખી ટીમ ૨૫.૩ ઓવરમાં ૭૯ રનમાં જ ખખડી ગઈ હતી. રાજેશ્વરી ગાયકવાડે ૧૫ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે દિપ્તી શર્માને ૨૬ રનમાં બે વિકેટ મળી હતી. ઝુલન ગોસ્વામીએ ૧૪ રનમાં અને શ્રુતિ પાંડે-પુનમ યાદવે૧૨-૧૨ રનમાં એક-એક વિકેટ ઝડપી હતી.

ભારત

 

રન

બોલ

મંધાના બો.રોવ

૧૩

૨૪

પી.રાઉત કો.માર્ટીન બો.તાહુહુ

૧૧

એમ.રાજ કો.સટ્ટેર્થવેઈટ બો.કાસ્પેરેક

૧૦૯

૧૨૩

૧૧

હર્મનપ્રીત કો.એન્ડ બો.કાસ્પેરેક

૬૦

૯૦

ડી.શર્મા કો.પ્રિસ્ટ બો.રોવ

ક્રિશ્નમૂર્તિ રનઆઉટ

૭૦

૪૫

એસ.વર્મા અણનમ

એસ.પાંડે કો.સટ્ટેર્થવેઈટ બો.કાસ્પેરેક

વધારાના (વાઈડ ૫,નોબોલ ૧,

 

 

 

 

બાય ૨, લેગબાય ૧)

 

 

 

કુલ ૫૦ ઓવરમાં સાત વિકેટે

૨૬૫

 

 

 

વિકેટનો ક્રમ:  ૧-૧૦ (રાઉત, ૩.૫), ૨-૨૧ (મંધાના, ૭.૪), ૩-૧૫૩ (હર્મનપ્રીત, ૩૫.૧), ૪-૧૫૪ (શર્મા, ૩૬.૩), ૫-૨૬૨ (રાજ, ૪૯.૩), ૬-૨૬૫ (ક્રિશ્નમૂર્તિ, ૪૯.૫), ૭-૨૬૫ (પાંડે, ૪૯.૬)

બોલિંગ : કાસ્પેરેક ૧૦-૩-૪૫-૩, તાહુહુ ૧૦-૧-૪૯-૧, રોવ ૧૦-૩-૩૦-૨, બાટેસ ૮-૦-૫૯-૦, કેર ૧૦-૦-૬૪-૦, સટ્ટેર્થવેઈટ ૨-૦-૧૫-૦.

ન્યૂઝિલેન્ડ

 

રન

બોલ

બાટેસ કો.ક્રિશ્નમૂર્તિ બો.પાંડે

પ્રિસ્ટ કો.એન્ડ બો.ગોસ્વામી

૧૨

સટ્ટેર્થવેઈટ સ્ટ.વર્મા બો.ગાયકવાડ

૨૬

૪૭

માર્ટીન કો.કૌર બો.ડી.શર્મા

૧૨

૨૨

ડિવાઈન કો.ડી.શર્મા બો.ગાયકવાડ

૨૪

પેર્કીન્સ બો.ડી.શર્મા

ગ્રીન કો.ગોસ્વામી બો.પી.યાદવ

૧૩

રોવ બો.ગાયકવાડ

કેર અણનમ

૧૨

૧૦

તાહુહુ કો.ગોસ્વામી બો.ગાયકવાડ

કાસ્પેરેક બો.ગાયકવાડ

વધારાના (નોબોલ ૧)

 

 

 

કુલ ૨૫.૩ ઓવરમાં ઓલઆઉટ

૭૯

 

 

 

વિકેટનો ક્રમ:  ૧-૫ (બાટેસ, ૧.૧), ૨-૭ (પ્રિસ્ટ, ૨.૬), ૩-૨૭ (માર્ટિન, ૧૦.૩), ૪-૫૧ (સટ્ટેર્થવેઈટ, ૧૭.૧), ૫-૫૨ (પેર્કીન્સ, ૧૮.૨), ૬-૫૭ (ડિવાઈન, ૧૯.૪), ૭-૬૨ (રોવ, ૨૧.૫), ૮-૬૨ (ગ્રીન, ૨૨.૩), ૯-૬૭ (તાહુહુ, ૨૩.૬), ૧૦-૭૯ (કાસ્પેરેક, ૨૫.૩)

બોલિંગ : ગોસ્વામી ૫-૧-૧૪-૧, એસ.પાંડે ૫-૧-૧૨-૧, ડી.શર્મા ૬-૦-૨૬-૨, ગાયકવાડ ૭.૩-૧-૧૫-૫, પી.યાદવ ૨-૦-૧૨-૧.

સેમિ ફાઈનલ્સ
૧૮ જુલાઈ : ઈંગ્લેન્ડ વિ. સાઉથ આફ્રિકા
૨૦ જુલાઈ : ભારત વિ. ઓસ્ટ્રેલિયા

Post Comments